॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

171

वचने वर्तने क्वापि विचारे लेखने तथा।

कठोरतां भजेन्नैव जनः कोऽपि कदाचन॥१७१॥

કોઈ પણ મનુષ્યે પોતાનાં વચન, વર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. (૧૭૧)

One should never be harsh in speech, action, thought or writing. (171)

172

सेवां मातुः पितुः कुर्याद् गृही सत्सङ्गमाश्रितः।

प्रतिदिनं नमस्कारं तत्पादेषु निवेदयेत्॥१७२॥

ગૃહસ્થ સત્સંગીએ માતા-પિતાની સેવા કરવી. પ્રતિદિન તેમનાં ચરણોમાં નમસ્કાર કરવા. (૧૭૨)

Householder satsangis should serve their mother and father. They should bow to their feet every day. (172)

173

श्वशुरः पितृवत् सेव्यो वध्वा श्वश्रूश्च मातृवत्।

स्वपुत्रीवत् स्नुषा पाल्या श्वश्र्वाऽपि श्वशुरेण च॥१७३॥

વહુએ સસરાની સેવા પિતાતુલ્ય ગણી અને સાસુની સેવા માતાતુલ્ય ગણી કરવી. સાસુ-સસરાએ પણ પુત્રવધૂનું પોતાની પુત્રીની જેમ પાલન કરવું. (૧૭૩)

A wife should serve her father-in-law as her own father and mother-in-law as her own mother. A father- and mother-in-law should care for their daughter-in-law as they would for their own daughter. (173)

174

संपाल्याः पुत्रपुत्र्यश्च सत्सङ्गशिक्षणादिना।

अन्ये सम्बन्धिनः सेव्या यथाशक्ति च भावतः॥१७४॥

ગૃહસ્થોએ દીકરા-દીકરીઓનું સત્સંગ, શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું. અન્ય સંબંધીઓની પોતાની શક્તિ પ્રમાણે ભાવથી સેવા કરવી. (૧૭૪)

Householders should diligently nurture their sons and daughters through satsang, education and other activities. They should affectionately care for their other relatives according to their means. (174)

175

गृहे हि मधुरां वाणीं वदेद् वाचं त्यजेत् कटुम्।

कमपि पीडितं नैव प्रकुर्याद् मलिनाऽऽशयात्॥१७५॥

ઘરમાં મધુર વાણી બોલવી. કડવી વાણીનો ત્યાગ કરવો અને મલિન આશયથી કોઈને પીડા ન પહોંચાડવી. (૧૭૫)

One should speak pleasantly at home. One should renounce bitter speech and not harm others with malicious intent. (175)

176

मिलित्वा भोजनं कार्यं गृहस्थैः स्वगृहे मुदा।

अतिथिर्हि यथाशक्ति संभाव्य आगतो गृहम्॥१७६॥

ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. (૧૭૬)

Householders should joyously eat meals together at home and provide hospitality to guests according to their means. (176)

177

मरणादिप्रसङ्गेषु कथाभजनकीर्तनम्।

कार्यं विशेषतः स्मार्यो ह्यक्षरपुरुषोत्तमः॥१७७॥

મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન-કીર્તન કરવું, કથા કરવી, અક્ષરપુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. (૧૭૭)

In the event of a death or other sad occasions, one should perform additional acts of devotion, sing kirtans, engage in discourses and remember Akshar-Purushottam Maharaj. (177)

178

पुत्रीपुत्रात्मिका स्वस्य संस्कार्या संततिः सदा।

सत्सङ्गदिव्यसिद्धान्तैः सदाचारैश्च सद्‌गुणैः॥१७८॥

દીકરી કે દીકરા એવાં પોતાનાં સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારાં આચરણો અને સદ્‌ગુણો વડે સદા સંસ્કાર આપવા. (૧૭૮)

One should always impart sanskārs to one’s sons and daughters by teaching them the divine principles of satsang, good conduct and virtues. (178)

179

सत्सङ्गशास्त्रपाठाद्यैर्गर्भस्थामेव संततिम्।

संस्कुर्यात् पूरयेन् निष्ठाम् अक्षरपुरुषोत्तमे॥१७९॥

સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે નિષ્ઠા પૂરવી. (૧૭૯)

From when a child is in the womb, one should instill sanskārs and conviction in Akshar-Purushottam Maharaj by reading the sacred texts of satsang and through other [noble] acts. (179)

180

कुदृष्ट्या पुरुषैर्नैव स्त्रियो दृश्याः कदाचन।

एवमेव कुदृष्ट्या च स्त्रीभिर्दृश्या न पूरुषाः॥१८०॥

પુરુષો ક્યારેય કુદૃષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ. તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. (૧૮૦)

Men should never look at women with a wrong intent. In the same manner, women should also never look at men with a wrong intent. (180)

SHLOKAS

Type: Keywords Exact phrase