॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

291

अक्षरब्रह्मसाधर्म्यं संप्राप्य दासभावतः।

पुरुषोत्तमभक्तिर्हि मुक्तिरात्यन्तिकी मता॥२९१॥

અક્ષરબ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. (૨૯૧)

Attaining oneness with Aksharbrahman and offering humble devotion to Purushottam is considered to be mukti. (291)

292

संक्षिप्याऽत्र कृतं ह्येवम् आज्ञोपासनवर्णनम्।

तद्विस्तरं विजानीयात् सांप्रदायिकशास्त्रतः॥२९२॥

આ રીતે સંક્ષેપે કરીને અહીં આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન કર્યું. તેનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. (૨૯૨)

Here, in this way, āgnā and upāsanā have been concisely described. One should obtain further details from the Sampraday’s shastras. (292)

293

एतत्सत्सङ्गदीक्षेति शास्त्रस्य प्रतिवासरम्।

कार्यः सत्सङ्गिभिः पाठ एकाग्रचेतसा जनैः॥२९३॥

સત્સંગી જનોએ પ્રતિદિન આ ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રનો એકાગ્ર ચિત્તે પાઠ કરવો. પાઠ કરવા અસમર્થ હોય તેમણે પ્રીતિપૂર્વક તેનું શ્રવણ કરવું. અને શ્રદ્ધાથી તે રીતે આચરવા પ્રયત્ન કરવો. (૨૯૩-૨૯૪)

Satsangis should daily read this ‘Satsang Diksha’ shastra with concentration. Those who are unable to read should lovingly listen to it. Moreover, all should faithfully endeavor to practice it. (293–294)

294

पठने चाऽसमर्थैस्तु श्रव्यं तत् प्रीतिपूर्वकम्।

आचरितुं च कर्तव्यः प्रयत्नः श्रद्धया तथा॥२९४॥

સત્સંગી જનોએ પ્રતિદિન આ ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રનો એકાગ્ર ચિત્તે પાઠ કરવો. પાઠ કરવા અસમર્થ હોય તેમણે પ્રીતિપૂર્વક તેનું શ્રવણ કરવું. અને શ્રદ્ધાથી તે રીતે આચરવા પ્રયત્ન કરવો. (૨૯૩-૨૯૪)

Satsangis should daily read this ‘Satsang Diksha’ shastra with concentration. Those who are unable to read should lovingly listen to it. Moreover, all should faithfully endeavor to practice it. (293–294)

295

परमात्मा परं ब्रह्म स्वामिनारायणो हरिः।

सिद्धान्तं स्थापयामास ह्यक्षरपुरुषोत्तमम्॥२९५॥

પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું. તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. (૨૯૫-૨૯૬)

The Akshar-Purushottam siddhānt was established by Paramatma Parabrahman Swaminarayan Bhagwan and spread by the Gunatit gurus. This shastra is written based on this siddhānt. (295–296)

SHLOKAS

Type: Keywords Exact phrase