॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

301

भगवत्कृपया सर्वे स्वास्थ्यं निरामयं सुखम्।

प्राप्नुवन्तु परां शान्तिं कल्याणं परमं तथा॥३०१॥

ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. (૩૦૧)

Through Bhagwan’s grace, may all attain good health, happiness, utmost peace and ultimate moksha. (301)

302

न कश्चित् कस्यचित् कुर्याद् द्रोहं द्वेषं तथा जनः।

सेवन्तामादरं सर्वे सर्वदैव परस्परम्॥३०२॥

કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે. સર્વે સદાય પરસ્પર આદર સેવે. (૩૦૨)

May no one harm or hate others. May everyone always respect each other. (302)

303

सर्वेषां जायतां प्रीतिर्दृढा निष्ठा च निश्चयः।

विश्वासो वर्धतां नित्यम् अक्षरपुरुषोत्तमे॥३०३॥

અક્ષરપુરુષોત્તમને વિષે સર્વને દૃઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. (૩૦૩)

May everyone develop firm love, conviction and unwavering belief in Akshar-Purushottam, and may everyone’s faith forever flourish. (303)

304

भवन्तु बलिनः सर्वे भक्ताश्च धर्मपालने।

आप्नुयुः सहजानन्द-परात्मनः प्रसन्नताम्॥३०४॥

સર્વે ભક્તો ધર્મ પાળવામાં બળિયા થાય અને સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે. (૩૦૪)

May all devotees become resolute in following dharma and attain the pleasure of Sahajanand Paramatma. (304)

305

प्रशान्तैर्जायतां युक्तो मनुष्यैर्धर्मशालिभिः।

संसारः साधनाशीलैरध्यात्ममार्गसंस्थितैः॥३०५॥

સંસાર પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ તથા અધ્યાત્મમાર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. (૩૦૫)

May the world be filled with people who are peaceful, righteous and engrossed in spiritual endeavours, and who tread the path of spirituality. (305)

SHLOKAS

Type: Keywords Exact phrase