અક્ષરો (Consonants)
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ વતી સામાન્ય અક્ષરો, દાખલા તરીકે ક, ખ, ગ ..., લખવા માટે ફક્ત એ અક્ષરનો અંગ્રેજી સમતુલ્ય લેટર લખવાથી લખાય છે. આપ 'k' લખશો તો 'ક' લખાશે અને 'K' લખશો તો 'ખ' લખાશે. 'D' અને 'd' લખશો તો 'દ' અને 'ડ' લખાશે. આ ગુજરાતી-અંગ્રેજી ફોનેટીક સમતુલ્ય કીબોર્ડ લેઆઉટ નીચેની છબીઓમાં દર્શાવેલ છે. આ ફોનેટીક કીબોર્ડ લેઆઉટ વાપરવી હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપિત કરવી પડશે અને અહીં ડાઉનલોડ કરી શકશો: ગુજરાતી ફોનેટીક કીબોર્ડ ડાઉનલોડ.
આ ઉપરની ત્રણ છબીઓ દ્વારા બધા જ ગુજરાતી અક્ષરો દર્શાવે છે.
અર્ધા અક્ષરો (Conjuncts)
અર્ધા અક્ષરો લખવા માટે વિરામની કી (્) અગત્યની છે. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટમાં વિરામ ' (single apostrophe) લખવાથી લખાય છે. નીચેની છબીમાં વિરામની કી બતાવવામાં આવી છે.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ - Normal State
જે શબ્દોમાં અર્ધા અક્ષર સાથે આખો અક્ષર જોડાયેલો હોય તો પહેલા અને બીજ અક્ષર વચ્ચે વિરામ ટાઈપ કરવાથી તે બે અક્ષરો આપમેળે જ જોડાઈ જાય છે. અને જો ત્રણ અક્ષરો જોડાયેલા હોય તો પણ પહેલા અને બીજા અક્ષરો વચ્ચે અને બીજા અને ત્રીજા અક્ષરો વચ્ચે વિરામ ટાઈપ કરવાથી ત્રણેય જોડાઈ જાય છે. ધારો કે 'શ્ચ' લખવો છે તો પહેલા શ, પછી વિરામ, પછી ચ લખશો તો આપમેળે 'શ્ચ' થઈ જશે. ધારો કે 'ર્ધ્વ' લખવું હોય તો ર + ્ + ધ + ્ + વ લખવાથી લખાશે. નીચે આપેલા દાખલાઓમાં જુદા જુદા ક્રમમાં ટાઈપ કરવાથી પરિણામ દર્શાવ્યું છે.
ક્રમની અગત્યતા
યુનિકોડ ફૉન્ટ્સમાં ક્રમ ખુબ જ અગત્યનો છે. અહિયાં જે પ્રમાણે તમે બોલો છો તે પ્રમાણે જ લખવાનું હોય છે. ઉપર 'ર્ધ્વ'નો દાખલો હતો તેમાં ર પહેલા બોલાય છે, પછી ધ, અને છેલ્લે વ બોલાય છે તો એ જ પ્રમાણે લખાય છે (હા, વિરામ તો વચ્ચે આવે જ છે). કદાચિત્ આપ પેનથી લખો ત્યારે 'વ'ની ઉપર રેફ (reph એટલે અર્ધા 'ર'નો રેફ કહેવાય છે) છેલ્લે લખશો પણ કૉમ્પ્યુટરમાં તો બોલવામાં ક્રમ છે તે પ્રમાણે જ અનુસરવાનું હોય છે માટે આ ધ્યાનમાં રાખવું. તેમ જ 'કૉમ્પ્યુટર' શબ્દમાં પણ પહેલા મ, પછી પ, અને છેલ્લે ય લખવું. આગળ જતાં આપ શીખશો કે વાવલના ચિહ્નો અક્ષરો પછી જ લખાય છે.
નીચે વધારે દાખલા આપ્યા છે. નોંધ રાખો કે + નથી ટાઈપ કરવાનો.
ર + ્ + ધ + ્ + વ = ર્ધ્વ (rdhva)
ધ + ્ + ર + ્ + વ = ધ્ર્વ (dhrva)
ધ + ્ + વ + ્ + ર = ધ્વ્ર (dhvra)
પ + ્ + ત = પ્ત
હ + ્ + મ = હ્મ
શ + ્ + ર = શ્ર
ર + ્ + ય = ર્ય
દ + ્ + દ = દ્દ
બ + ્ + ર = બ્ર
સ + ્ + વ = સ્વ
નીચેના ટેબલમાં અમુક અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાઈને એક જ અક્ષર જેવા દેખાય તે છુટા પાડવામાં આવ્યા છે, તો આપને સુજ પડે કેવી રીતે આવા અક્ષરો લખાય છે.
Components | Conjunct | English | Components | Conjunct | English |
ત + ર | ત્ર | tra | દ + ર | દ્ર | dra |
દ + દ | દ્દ | dda | દ + વ | દ્વ | dva |
દ + ધ | દ્ધ | ddha | દ + ય | દ્ય | dya |
શ + વ | શ્વ | shva | શ + ર | શ્ર | shra |
શ + ન | શ્ન | shna | સ + ત + ર | સ્ત્ર | stra |
શ + ચ | શ્ચ | shcha | સ + ર | સ્ર | sra |
હ + મ | હ્મ | hma | હ + ય | હ્ય | hya |
હ + ૃ | હૃ | hru | ક + ષ | ક્ષ | ksha |
જ + ઞ | જ્ઞ | gna |
હવે નિચેના conjuncts છે તે વારંવાર લખવામાં આવે છે તે એક જ કી ટાઈપ કરવાથી (કેવળ ગુજરાતી ફોનેટીક કીબોર્ડ દ્વારા) પણ લખી શકાય છે તો વિરામ ટાઈપ ના કરવું પડે. જો કે આપ વિરામથી પણ ટાઈપ કરી શકો પણ એક જ કીથી જલદીથી ટાઈપ થઈ શકે.
Key | Conjunct | Key | Conjunct |
M | હ્મ | H | હ્ય |
x | ક્ષ | X | જ્ઞ |
V | શ્વ | # | ત્ર |
ર સાથેના અક્ષરો
ર સાથેના અર્ધા અક્ષરો હોય છે તે જુદા છે કારણ કે ર નો અર્ધો નથી થઈ શકતો પરંતુ ર નું રેફ લખવામાં આવે છે. ર પહેલાં અથવા છેલ્લાં આવી શકે. જો ર પહેલાં આવે તો આવું દેખાય: ર + ્ + ય = ર્ય અને જો ર છેલ્લાં હોય તો આવું દેખાય: પ + ્ + ર = પ્ર. યુનિકોડ સ્ક્રિપ્ટિંગ આપમેળે જ યોગ્ય પરિણામ કરે છે.
દ સાથેના અક્ષરો
દ સાથેના અક્ષરો સરખા જ નિયમ પ્રમાણે લખાય છે. એટલે દ + દ = દ્દ, દ + ધ = દ્ધ, દ + ગ = દ્ગ, દ + ર = દ્ર, દ + ય = દ્ય, વગેરે.
પરંતુ, આપને કદાચિત્ દ + ગ = દ્ગ યોગ્ય નહિ લાગે. ધારો કે 'સદ્ગુરુ' લખવું હોય તો સ + દ + ્ + ગ + ુ + ર + ુ લખવાથી 'સદ્ગુરુ' લખાઈ છે, જ્યાં દ + ્ + ગ આપમેળે 'દ્ગ' થઈ જાય છે. તો 'સદ્ગુરુ' કેવી રીતે લખવું ? અહિયાં zero width non-joiner (ZWNJ) ઉપયોગી બને છે. આ અક્ષર અદ્રશ્ય હોય છે અને જો વિરામ પછી ટાઈપ કરવામાં આવે તો 'દ' અને 'ગ'ને જોડાવા નહિ દે. તો દ + ્ + ZWNJ + ગ લખવાથી 'દ્ગ' લખાય છે. નીચેની છબીમાં ZWNJની કી દર્શાવી છે તે Shift+Ctrl+> કી છે.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ - Shift+Ctrl State
જ્યારે આપને બે અક્ષરો ના જોડાવા દેવા હોય તો ZWNJ વાપરી શકો છો. તો પ + ્ + ZWNJ + પ લખવાથી 'પ્પ' ને બદલે 'પ્પ' થશે.
Home Next: વાવલો અને વાવલોના ચિહ્નો