ગુજરાતીનું અંગ્રેજી ટ્રેન્સલીટરેશન
સામાન્ય રીતે ટ્રેન્સલીટરેશન એટલે અંગ્રેજીનું ગુજરાતી કરવું તે. પણ ગુજરાતીનું અંગ્રેજી પણ થઈ શકે. દાખલા તરીકે 'અનિર્દેશ ગુજરાતી'નું અંગ્રેજી 'anirdesha gujaraatee' થઈ જાય. મેં બનાવેલ ગુજરાતીનું અંગ્રેજી કરવાનો પ્રોગ્રામ તે અહિયાં મળશે : Transliterate Gujarati Unicode Text to English Text Using Strict Transliteration. હવે પછીની ચર્ચા અંગ્રેજીનું ગુજરાતી ટ્રેન્સલીટરેશન વીષે થશે.
ટ્રેન્સલીટરેશન એટલે શું ?
ટ્રેન્સલીટરેશન એક પદ્ધતી છે જેનાથી આપ અંગ્રેજીમાં ટાઈપ કરો તે અંગ્રેજીનું ગુજરાતી થઈ જાય. અંગ્રેજીમાં ગુજરાતીના શબ્દ સ્પેલ (spell) કરવાના અને ટ્રેન્સલીટરેશનનો પ્રોગ્રામ આપ ટાઈપ કરો છો તે ગુજરાતી કરી દે. આ ઉપાય જેને ગુજરાતી કીબોર્ડ ના ફાવતું હોય, ગુજરાતી કીબોર્ડ ના હોય (ગુજરાતી કીબોર્ડ એટલે કીબોર્ડની કીસ ઉપર ગુજરાતી અક્ષરો હોય - ક, ખ, ગ, ... વગેરે) અને અંગ્રેજી કીબોર્ડ (અંગ્રેજી અક્ષરો કીસ ઉપર હોય - A, B, C, ... વગેરે) હોય, અથવા ગુજરાતી કીબોર્ડ ના આવડતું હોય તેના માટે યોગ્ય છે. ધારો કે 'ઉપનિષદ્' લખવું છે; તો 'upanishad' ટાઈપ કરવાથી 'ઉપનિષદ્' લખાશે. બીજો દાખલો જોઈએ :
Aap ahiyaa padhaaryaa badal aapno aabhaar maanu chhu આપ અહિયા પધાર્યા બદલ આપનો આભાર માનુ છુ.
ટ્રેન્સલીટરેશન સહેલું લાગે છે પણ સાવ ગૂંચવણભરેલું છે અને સ્વાભાવીક પણ નથી. નીચે થોડીક વેબ સાઈટ્સ જે ટ્રેન્સલીટરેશન કરી આપે છે તેનું સંકલન છે. અમૂક ગુજરાતી જ નહીં પણ તેલુગૂ, બંગાળી, મરાઠી, વગેરે ભાશાઓનું પણ ટ્રેન્સલીટરેશન કરી આપે છે.
અમૂક ટ્રેન્સલીટરેશન પ્રોગ્રામોમાં શબ્દકોશ (dictionary) નથી હોતી. એટલે ટ્રેન્સલીટરેશન કરવા માટે કડક નિયમો અનુસરવા પડે. આ કડક નિયમો અહિયાં આપને જોવા મળશે : Strict Transliteration Rules. અમુક વેબ સાઈટ, ગૂગલ ટ્રેન્સલીટરેશન જેવી, શબ્દકોશ વાપરતા હોય છે તો આપ જે ટાઈપ કરતા હોવ તે ચકાશી અને યોગ્ય સૂચનો આપી શકે. ધારો કે આપ 'samajavu' ટાઈપ કરતા હોવ તો આપને ગૂગલ 'સમજવું' અને 'સમજાવું', આ સૂચનો આપશે કારણ કે 'samajavu' સ્પેલીંગનું ગુજરાતી આ બંને શબ્દો થઈ શકે. આપ કડક નિયમો વાપરો તો 'samajavu' તે 'સમજવું' થાય અને 'samajaavu' તે 'સમજાવું' થાય. પરંતુ કડક નિયમોથી અનુશ્વર ('વું'ની ઉપર મીંડું) ટાઈપ કરવું અશક્ય છે. ટ્રેન્સલીટરેશન દ્વારા અમૂક અક્ષરો, વાવલો, અને વાવલના ચિહ્નો ટાઈપ કરવા અશક્ય છે; એટલા માટે ગૂગલ સૂચનો આપે છે, અને વળી ટુલબારમાં (toolbar) "Insert Special Characters"નું (વિશિષ્ટ અક્ષરો ઉમેરવાનું) મેનુ આપ્યું છે જ્યાં જે અક્ષરો, વાવલો અથવા વાવલના ચિહ્નો ટ્રેન્સલીટરેશનથી ના ટાઈપ કરી શકાય તે માઉસ વતે પસંદ કરી ઉમેરી શકાય.
આ અમૂક અક્ષરો છે તે ટ્રેન્સલીટરેશન દ્વારા ટાઈપ કરવા અશક્ય છે : ઽ (અવગ્રહ avagraha), ૐ, ।, ॥, ૠ, ઋ, ઍ, વગેરે.
ટ્રેન્સલીટરેશનના ગેરલાભ
પહેલા તો મને ટ્રેન્સલીટરેશન પસંદ નથી કારણ કે આપણને જે ગુજરાતીમાં ટાઈપ કરવું છે તેનું અંગ્રેજી કરવું પડે છે (અંગ્રેજીનો સ્પેલીંગ કરવો પડે). પછી અંગ્રેજીમાં ટાઈપ કર્યું તે પ્રોગ્રામ દ્વારા ગુજીરાતી થાય. પણ અણધાર્યું ગુજરાતી થાય તેની શક્યતા છે કારણ કે બે જણ એક જ રીતે સ્પેલ નહીં કરે. ધારો કે એક સામાન્ય શબ્દ લઈએ - 'પાણી'. એક વ્યક્તિ આનો સ્પેલીંગ 'pani' કરશે તો બીજો વ્યક્તિ 'paani' કરશે. તો સાચું કયું ? અને પ્રોગ્રામ પણ શું સમજશે ? 'પાણી' કે 'પાની' ? આપને ખોટાનો સુધારો કરવામાં સમય બગડે અને લખવામાં ગતી ઓછી થઈ જાય.
આપને ગુજરાતી લખવું છે તો શા માટે અંગ્રેજી સ્પેલ કરવું પડે ? સ્વાભાવીક રીતે ગુજરાતી લખવું હોય અને જેવી રીતે પેનથી લખો છો તેવી જ રીતે ટાઈપ કરવું હોય તો ગુજરાતી કીબોર્ડ અથવા ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું તે જ ઉપાય ઉત્કૃષ્ટ છે. નીચે ટ્રેન્સલીટરેશન અને સ્વાભાવીક ગુજરાતીની સરખામણી કરવામાં આવી છે:
ટ્રેન્સલીટરેશન સ્વાભાવીક ગુજરાતી* અંગ્રેજીમાં ટાઈપ કરો અને પ્રોગ્રામ ગુજરાતી કરે સીધુ ગુજરાતીમાં ટાઈપ કરો OS સાથે સ્વાભાવીક જોડાણ નહિ OS સાથે જોડાઈ જાય ભાગવત્ ગીતા bhaagwat geetaa B i g v t ' g I t i = ભ ા ગ વ ત ્ ગ ી ત ા ઇન્દ્રિયો indriyo? OR indreeyo? e n ' d ' r * y o = ઇ ન ્ દ ્ ર િ ય ો ઇંદ્રિયો ? e > d ' r * y o = ઇ ં દ ્ ર િ ય ો અંતઃકરણ antahkaran? a > t _ k r N = અ ં ત ઃ ક ર ણ મૂર્તિ murti? OR murtee? m U r ' t * = મ ૂ ર ્ ત િ
ઉપરનું ટેબલ જોતાં ખ્યાલ આવે કે 'ઇન્દ્રિયો' લખવા માટે 'indriyo' અથવા 'indreeyo' ટાઈપ કરવું પડે. ધારો કે 'ઇન્દ્રિયો'ને બદલે 'ઇંદ્રિયો' લખવું છે ? ટ્રેન્સલીટરેશન દ્વારા આનો ઉપાય નથી પણ ગુજરાતી કીબોર્ડ દ્વારા થઈ શકે.
અણધાર્યું લખાય તે સુધારવામાં સમય બગડે: ટ્રેન્સલીટરેશનથી અણધાર્યું (unpredictable) થાય તેની શક્યતા છે એટલે આપની ટાઈપ કરવાની ગતી ઓછી થઈ જાય છે. એટલા માટે 'ગૂગલ ટ્રેન્સલીટરેશન' સૂચનો આપે છે તો અણધાર્યું ટાઈપ થાય તે સુધારી શકાય. પણ ગતી તો ઓછી થાય જ છે કારણ કે તમારે માઉસ વતે સૂચનોમાંથી એક પસંદગી કરવી પડે. બીજા દાખલા જોઈએ. 'Maharaj' ટાઈપ કરો તો શું થાય ? 'મહારાજ' કે 'મહારાજા' ? 'Sudharavu' ટાઈપ કરો તો 'સુધરવું' કે 'સુધારવું' થશે ? કડક નિયમો પાલન કરાવથી પણ અણધાર્યું થાય. 'Tha'નો 'થ' કે 'ઠ' ? 'Dha'નો 'ધ' કે 'ઢ' ? આવી ટ્રેન્સલીટરેશનની સમસ્યાઓ ગુજરાતી કીબોર્ડમાં નથી હોતી. બધા જ ગુજરાતીના અક્ષરો કીબોર્ડમાં સોંપવામાં આવ્યા છે. માત્ર એટલું જ જાણવું રહ્યું કે કયા અક્ષરની ક્યાં સોંપણી થઈ છે. તે શીખવા માટે આપ શરુઆતમાં કીબોર્ડ મેપ જોઈ જોઈને ટાઈપ કરી શકો છો. બંને (ગુજરાતી કીબોર્ડના અને ગુજરાતી ફોનેટીક કીબોર્ડના) મેપ આ વેબ સાઈટમાં આપ્યા છે.
બીજો દાખલો જોઈએ. ધારો કે 'ગૂગલ ટ્રેન્સલીટરેશન'માં 'આનંદ' લખવું હોય. નીચેની છબીમાં બતાવ્યું છે તે પ્રમાણે 'anand' ટાઈપ કરવાથી કેટલાક સૂચનો મળી શકે. 'આનંદ', 'આણંદ', 'અનંદ', વગેરે સૂચનોથી ખ્યાલ આવે કે કેટલો સમય બગડે. પણ ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરો તો 'આનંદ' માટે 'An>d' ટાઈપ કરો અને 'આણંદ' માટે 'AN>d' ટાપઈ કરો. આ જ સરળ અને સહેલો ઉપાય.
OSમાં સ્વાભાવીક જોડાણ નથી: ટ્રેન્સલીટરેશન વતી OS સાથે સ્વાભાવીક જોડાણ નથી. એટલે જે ટાઈપ કરવામાં આવે તેને કટ-એન્ડ-પેસ્ટ (cut and paste) કરવું પડે; તે કરવાથી સમય બગડે. જ્યારે આપ ગુજરાતી કીબોર્ડ વાપરો તો ફક્ત Alt+Shift દબાવવાથી ગુજરાતી કીબોર્ડ થઈ જાય અને ગમે ત્યાં OSમાં સરળતાથી ગુજરાતી ટાઈપ કરી શકો જેવી રીતે માઈક્રોસોફ્ટ વર્ડમાં ટાઈપ કરો તેમ.