Anirdesh is a site dedicated to Gujarati and Gujarati content. This site started with a tutorial on how install and type Gujarati on Microsoft Windows, Mac OS X, and Linux. Eventually, however, I have started providing content in Unicode Gujarati, including the Vachanamrut, Swamini Vato, Kirtan Muktavali, and Bhaktachintamani. The goal of this site is to continue to provide more Gujarati content in Unicode format and encourage others to develop and provide Gujarati content in Unicode format.
November 2024: Jivan Charitra Search is now available on Anirdesh. This service allows one to search the jivan charitra texts and includes Bhagwan Swaminarayan Part 1 to Brahmaswarup Pramukh Swami Maharaj Part 9. The search is avaible in Gujarati.
September 2024: This pocket-size booklet contains an inspiring letter written by Yogiji Maharaj describing all the necessary attitudes and practices one must develop to progress spiritually. It also contains his guidance based on his experience of satsang.
Also included is the stirring and hearfelt prayer offered by Yogiji Maharaj at Mahelav, the birthplace of his guru Shastriji Maharaj.
Gujarati and English text is currently available to read.
January 2019: The Vachanāmrut is a collection of 273 discourses delivered by Bhagwān Swāminārāyan during the last ten years of His life, between 1819 CE and 1829 CE. These discourses were compiled by four of His pious and scholarly renunciants: Gopālānand Swāmi, Muktānand Swāmi, Nityānand Swāmi and Shukānand Swāmi. The scripture encapsulates the very essence of the principles and philosophy of the Swāminārāyan Sampradāy and is thus most foundational.
Read the complete text of Bhagwan Swaminarayan’s Vachanamrut in English or Gujarati. The site has been completely redesigned with new information added. History of some Vachanamruts, mahima, nirupan, and prasangs have been added.
‘વચનામૃત’ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની આ પરાવાણીને તેઓના ચાર વિદ્વાન સંતો - ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રમાણિત કરાવીને વચનામૃત સ્વરૂપે આપીને મહાન ઉપકાર કર્યો છે. શ્રીહરિ દિવસે કે રાત્રે જ્યારે પણ વાતો કરતા તે આ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રીહરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમિલિત વ્યક્તિઓ વગેરે ઐતિહાસિક પ્રામાણ્યનો પ્રત્યક્ષ નમૂનો આ ‘વચનામૃત’ ગ્રંથ છે.
ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત આ સાઈટમાં અંગ્રેજી અને ગુજરાતી ભાશામાં વાંચવા માટે, શ્રવણ કરવા માટે, અથવા અભ્યાસ કરવા માટે સુંદર રચના કરી છે. અભ્યાસ માટે અમુક ચૂંટેલાં વચનામૃતોનો ઇતિહાસ, મહિમા, પ્રસંગો, અને નિરૂપણ ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
અનાદિ અક્ષરબ્રહ્મ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતું એટલે શ્રીજીમહારાજના ‘વચનામૃત’ ઉપરનું ભાષ્ય. શ્રીજીમહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતુંનું અધ્યયન કરવું જ રહ્યું. જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે, તેમ સ્વામીની વાતું એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે. બંને ગ્રંથોના અધ્યયનથી શુદ્ધ ઉપાસના, સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન અને બ્રાહ્મીસ્થિતિ સિદ્ધ કરવા માટે આવશ્યક એવાં સાધનોની સૂઝ પડે.
‘સ્વામીની વાતો’નો મહિમા તો સ્વામીએ પોતે જ કહ્યો છે: “આ તો અક્ષરધામની વાતું છે. આ વાતું ફરી જન્મ ન થવા દે તેવી છે. આ વાતું તો અનંત સંશયને છેદી નાંખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે. આ વાતુંની ગતિ તો કાળના જેવી છે તે દેખાય નહિ પણ અજ્ઞાન ટાળી નાંખે એવી છે.”
The teachings of Gunatitanand Swami are highly respected as a unique and insightful commentary on Bhagwan Swaminarayan’s Vachanamrut. These teachings are a goldmine of practical spiritual wisdom and guidance, clarifying issues of practical and philosophical importance to all genuine spiritual aspirants.
“There is such power in the Swamini Vato that all (spiritual) doubts are uprooted, ultimate faith in God is consolidated, the pathway to pleasing Maharaj is made clear, the key to becoming atmarup and worshipping Paramatma is attained and the true glory of Satsang is understood. (Gunatitanand) Swami himself has explained the glory of these talks, that they are the talks of Akshardham.” - Brahmaswarup Pramukh Swami Maharaj
If you want to read the short version of Swamini Vato, see 200 Swamini Vato. These are great for memorizing.
August 19, 2020: Written by Pragat Brahmaswarup Mahant Swami Maharaj, Satsang Diksha is a small granth comprised of the agnas that all satsangis should follow and principles of upasana that all satsangis should understand.
Presented here are original Gujarati verses written by Mahant Swami Maharaj, the Sanskrit translation by Mahamahopadhyay Bhadreshdas Swami, English and Hindi translations, and the transliterations.
‘સત્સંગદીક્ષા’ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં સ્વહસ્તે લખેલું શાસ્ત્ર છે. આ ગ્રંથ પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોને પ્રસ્તુત કરે છે. આ ગ્રંથને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કર્યો છે. આ સત્સંગદીક્ષા ગ્રંથ ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ નામના ગ્રંથના એક ભાગરૂપે સમાયેલો છે. ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ સ્વામિનારાયણ ભગવાને ઉપદેશેલા સિદ્ધાંતો અને ભક્તિના વિવિધ આયામોને વિશદતાથી શાસ્ત્રીય શૈલીએ નિરૂપતું શાસ્ત્ર છે.
અનિર્દેશમાં ‘સત્સંગદીક્ષા’ ગ્રંથ સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી, અને હિન્દીમાં હવે ઉપલબ્ધ છે. આ ગ્રંથના શ્લોકો સંસ્કૃત, ગુજરાતી, અને હિન્દીમાં શ્રવણ કરી શકાય અને મુખપાઠ કરી શકાય તેવી સુવીધા કરવામાં આવી છે.
October 16, 2023: Purushottam Bolya Prite is an inspiring compilation of his enlightening teachings derived from the voluminous revered text ‘Shri Haricharitramrut Sagar’. It provides sound guidance and practical solutions to the multitude of problems faced by spiritual aspirants of all eras and is a valuable timeless resource of transcendental wisdom for all.
These divine words of Bhagwan Swaminarayan convey an eternal wisdom that can elevate any genuine spiritual aspirant to a God-realized state. At every opportunity, Bhagwan Swaminarayan imparted this wisdom to all who were eager to listen. Many of these talks have been recorded in the numerous sacred texts of the Sampradaya.
This text is available in Gujarati.
December 3, 2018: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સંપ્રદાયમાં, ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો પરના ભાષ્ય તરીકે વિખ્યાત છે. સાદી, તળપદી અને સચોટ શૈલીમાં અનુભવપૂર્ણ જ્ઞાન પીરસવામાં ગુણાતીતાનંદ સ્વામી અજોડ હતા. તેમના પ્રત્યેક વચનમાં સનાતન સત્ય ભંડાર્યું છે. સને ૧૯૭૪માં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘સ્વામીની વાતો’ના ભાગ-૨ તરીકે ૮ થી ૧૪ પ્રકરણોમાં સંગ્રહાયેલાં ગુણાતીતાનંદ સ્વામીનાં અમૃતવચનોમાંથી ચૂંટેલાં વચનો વિષયાનુસાર સંકલિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિ સ્વરૂપના ઉદ્ગાતા ગુણાતીતાનંદ સ્વામીનું અનુભવપૂર્ણ જ્ઞાન અહીં વિવિધ ૩૨ વિષયોના અમૃતકળશ રૂપે સંચય પામ્યું છે.
‘કલૌ કીર્તનાત્’ - કળિયુગમાં કીર્તન-ભક્તિને ઘણું મહત્ત્વ શાસ્ત્રોમાં આપેલું છે. વળી, તેને નવધા ભક્તિના એક અંગરૂપે પણ વર્ણવી છે. શ્રીજીમહારાજે પણ કીર્તન-ભક્તિને ભક્તિના વિશિષ્ટ સાધન તરીકે પુષ્ટિ આપી છે. તેમના સંગીતજ્ઞ સંતો – મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિ સંતકવિઓએ શ્રીહરિની મૂર્તિનાં, ઉપદેશનાં, પ્રાપ્તિનાં, મહિમાનાં, સંત મહિમાનાં, ઉત્સવનાં, લીલાનાં – એમ અનેક વિષયનાં હજારો કીર્તનો રચીને સત્સંગના સાહિત્યને તેમ જ ગુજરાતી કાવ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
બી. એ. પી. એસ. કીર્તન મુક્તાવલી ભાગ ૧ અને ૨નાં કીર્તનો આ વેબ સાઈટમાં ઉપલબ્ધ છે. આપ કીર્તનો અનુક્રમ, રચઈતા, કૅટેગોરી, અથવા પ્રકાશીત ઑડીયો કૅસેટ/સી.ડી. પ્રમાણે શોધી શકો છો.
નવીન: હવે અમુક કીર્તનો સાંભળી શકો છો. ♬ કીર્તનો સાંભળો
‘Kalau Kirtanāt’ - Hindu scriptures have given great emphasis on the singing of kirtans in Kali-Yug. Singing kirtans is one of the 9 forms of bhakti (navadhā bhakti). Shriji Maharaj promoted singing kirtans by encouraging his poet sadhus to compose kirtans in various categories; such as, describing God’s murti, updesh, prāpti, sant-mahimā, utsavs, etc. Their kirtans have greatly added to the treasure trove of Gujarati literature.
This mobile-friendly and desktop-friendly site includes all kirtans found in the BAPS Kirtan Muktavali Parts 1 and 2 and other newer unpublished kirtans in Unicode Gujarati and English transliteration.
Sep 25, 2016: Listen to select kirtan audios. ♬ Listen to Kirtans
January 15, 2019: શ્રીહરિલીલામૃત ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ લેખાતો, સંપ્રદાયની ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ એવો ગ્રંથ છે. આ ગ્રંથ કવિશ્રી દલપતરામની કલમે લખાયેલ છે અને આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજના નામે પ્રસિદ્ધ છે. છંદની ગૂંથણી સાથે ચિત્ર-પ્રબંધની એક વિશિષ્ટ શૈલી તે સમયમાં હતી તે આ ગ્રંથમાં જોવા મળે છે.
વિવિધ છંદ, ઉપદેશની સચોટ રીત, અલંકાર-પદલાલિત્યથી સભર ગ્રંથ, સારા કંઠે વારંવાર સાંભળવાનું અને ચિંતન કરવાનું મન થાય તેવો છે. ઉપજાતિમાં મૂકેલ ઉપદેશ જીવનમાં ઘણો જ ઉપયોગી થાય તેવો છે. શ્રીજીમહારાજના જીવન સાથે ભક્તોનાં આખ્યાનો રોચક અને મનનીય છે. આચાર્યશ્રીએ સહજાનંદ સ્વામીનો સર્વોપરી ભાવ લખવામાં ઊણપ નથી રાખી, તેથી તેમની ઇષ્ટદેવ પ્રત્યેની ભક્તિનો ખ્યાલ આવે છે. વરતાલ દેશમાંથી બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ આ ગ્રંથ સુંદર છે.
The Harililamrutam is a treasure-filled granth in the Gujarati literature. Written by the poet Dalpatram and penmanship given to Acharya Shri Viharilalji Maharaj, the granth is a chronicle of Shriji Maharaj’s divine incidents. The granth is written in various chhands, adding various sentiments to the incidents. Moreover, the granth imparts practical words of wisdom.
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યસંગ્રહમાં ૨૨ નાના ગ્રંથો સમાયા છે, જેવા કે પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહગીતા, વચનવિધિ, સારસિદ્ધિ, ભક્તિનિધિ, હરિબળગીતા, હૃદયપ્રકાશ, ધીરજાખ્યાન, હરિસ્મૃતિ, ચોસઠપદી, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, અરજીવિનય, કલ્યાણનિર્ણય, અવતાર ચિંતામણિ, ચિહ્ન ચિંતામણિ, પુષ્પ ચિંતામણિ, લગ્ન શકુનાવલી, યમદંડ, વૃત્તિવિવાહ અને શિક્ષાપત્રી ભાષા. બધા જ ગ્રંથો અમૂલ્ય છે. પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજીમહારાજનો સર્વોપરી મહિમા કહ્યો છે. પ્રકાર ૪૧, ૪૨માં સંત દ્વારા પ્રકટપણાની વાત પ્રસિદ્ધ છે.
આ કાવ્ય રચના અનિર્દેશમાં હવે સંપૂર્ણ ઉપલબ્ધ છે.
Nishkulanand Kavya is a collection of poetic works by Nishkulanand Swami containing 22 books, namely: Purushottam Prakash, Sneh Gita, Vachan Vidhi, Saar Siddhi, Bhaktinidhi, Haribal Gita, Hriday Prakash, Dhirajakhyan, Hari Smruti, Chosath Padi, Managanjan, Guna Grahak, Hari Vicharan, Araji Vinay, Kalyan Nirnay, Avatar Chintamani, Chihna Chintamani, Pushpa Chintamani, Lagna Shakunavali, Yama Dand, Vrutti Vivah and Shikshapatri Bhasha.
All these books are of great value. Purushottam Prakash praises the supreme glory of Bhagwan Swaminarayan. In the Chosath Padi he describes in detail the virtues of a true sadhu and a pseudo-sadhu, teaching us how to distinguish between them. Shriji Maharaj used to say that, “If Nishkulanand Swami had been taught Sanskrit he would have surpassed all in convincing people about my supreme nature.”
Read the Bhaktachintamani by Sadguru Nishkulanand Swami. These pages contain the 164 prakarans of the Bhaktachintamani in Unicode Gujarati, Harikrishna Gujarati, and English transliteration. Titles have been given to the prakarans to aide in finding prakarans.
The Bhaktachintamani is a large granth. To read the essence of the Bhaktachintamani, see Chintamani Sar.
April 1, 2018: ♬ The audio to the Bhaktachintamani has now been added.
આ વેબસાઈટમાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તચિંતામણિના ૧૬૪ પ્રકરણ ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
ભક્તચિંતામણિ ખૂબ વિશાળ ગ્રંથ હોવાથી તેનો સાર કાઢીને રજું કરવામાં આવ્યો છે. આ ગ્રંથનો સાર વાંચવા માટે જુઓ ચિંતામણિ સાર.
May 26, 2018: The complete Sanskrit text of the Shrimad Bhagavad Gita is now available on Anirdesh.com.
June 3, 2018: English translation added.
સંપૂર્ણ શ્રીમદ્ભગવદ્ગીતા સંસ્કૃતમાં હવે અનિર્દેશ દ્વારા ઉપલબ્ધ છે.
May 11, 2018: The complete Sanskrit text of the Shrimad Bhagavata Purana is now available on Anirdesh.com.
સંપૂર્ણ શ્રીમદ્ભાગવત પુરાણ સંસ્કૃતમાં હવે અનિર્દેશ દ્વારા ઉપલબ્ધ છે.
The Satsang Exam books in English have been available for some time in PDF, ePub, and MOBI format. The Gujarati books have only been available in PDF format, however. Filling the void, the Gujarati eBooks in the ePub format are now available from Anirdesh so that everyone can read the books on their mobile device. Prarambh, Pravesh, Parichay, and Pravin books are now available for download.
સત્સંગ શિક્ષણ પરિક્ષાનાં પુસ્તકો અંગ્રેજી PDF, ePub, અને MOBIમાં ઘણા સમયથી ઉપલબ્ધ હતાં. ગુજરાતી પુસ્તકો કેવલ PDFમાં જ ઉપલબ્ધ હતાં. આ ખોટને પૂરી કરી હવે અનિર્દેશ દ્વારા ePubમાં પણ બધાં પુસ્તકો ઉપલબ્ધ છે. આશા છે આપને સત્સંગ શિક્ષણ પરિક્ષાનાં પુસ્તકો સુલભ રીતે વાંચી, અભ્યાસક્રમ તૈયાર કરી, પરિક્ષાઓમાં ઉચ્ચ પ્રમાણપત્રો મેળવો.
Browser through a collection of shloks, with their meanings, that were released for memorization during Yuva Mahotsav in 1990. The shloks include the complete Shikshapatri in Sanskrut, Gujarati meaning, and “Sanskrit” Gujarati (English meaning coming soon).
આ વેબસાઈટમાં શ્લોકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે શ્લોકો યુવા મહોત્સવ વખતે યુવાનોએ મુખપાટ કરેલો. સાથે શિક્ષાપત્રીના સર્વ શ્લોકો ગુજરાતી અને સંસ્કૃતમાં પણ છે.
The pages and content is still under development and will be updated as time permits.
This site offers everything you wanted to know about typing in Gujarati (and maybe more). The site includes:
- Guides on how to install Gujarati language support in Microsoft Windows, Linux, and Apple’s Mac OS X
- Tutorial on the rules of typing Gujarati and Hindi using Shruti, Mangal, and other Unicode fonts
- Free download of my customized Gujarati Phonetic and Hindi Phonetic keyboard layouts for efficiently typing Gujarati with an English keyboard for Windows, Linux, and Mac OS X
- Free download of some Gujarati and Hindi (Devanagari) Unicode fonts
Links to Pharmacokinetics calculators have moved to the side or bottom menu.