હરિવિચરણ
વિશ્રામ ૧
સોરઠા
મંગળરૂપ મહારાજ, રાજાધિરાજ કરુના કરી ॥
નિજજન હિતકાજ, આજ રાજ મન મે’ર ધરી ॥ ૧ ॥
સબકે ઉપર જેહિ શ્યામ, ધામ અનંતકે જેહિ ધની ॥
સો પ્રભુજી પૂરનકામ, જ્યાકિ મોટપ્ય નવ જાત ગની ॥ ૨ ॥
સો પૂરન પુરુષોત્તમ, પ્રગટ ભયે જનહિત હરિ ॥
જ્યાકું નિગમ1 કહે અગમ,2 સુગમ સો હે નરતન ધરી ॥ ૩ ॥
અક્ષર પર અવિનાશ, જાસ3 પ્રકાશ આ જક્ત રયે4 ॥
સો કરન કળિમળ નાશ, મનુષ્યાકાર મોરાર ભયે ॥ ૪ ॥
દોહા
ઐસે શ્રી ઘનશ્યામકુ, વંદુ વારમવાર ॥
હરિવિચરન હરિકથા, કહું અબ કરી વિસ્તાર ॥ ૫ ॥
સુંદર દેશ સરવારમેં, છપિયા છબીકો ધામ ॥
દ્વિજ ધર્મ ભક્તિ ભવન, પ્રગટે શ્રીઘનશ્યામ ॥ ૬ ॥
ચોપાઈ
પ્રગટ ભયે પ્રભુ પૂરન ચંદા, નિજ જનકે ઉર દેન આનંદા ॥
કપટી કુટિલ કુકર્મી કુમતિ, ઇનકું સુખ રહા નહિ રતિ ॥ ૭ ॥
પાપી પાખંડી પરત્રિય રતા,5 પરદ્રોહી પરધનકું હરતા ॥
ઐસે દુષ્ટ દેખીકે દયાળુ, કરી કરુના ભયે પ્રગટ કૃપાળુ ॥ ૮ ॥
સુભગ દેશ સરવારકે માંઈ, ગામ નામ હે છપિયા ત્યાંઈ ॥
તામે દ્વિજ વસે સરવરિયા, પરમ પવિત્ર ભાવકે જ્યું ભરિયા ॥ ૯ ॥
પાન્ડે હરિપ્રસાદ પુનિતા, તિનકી પત્ની બાલા પતિવ્રતા ॥
ધર્મવાન દોઉં દંપતી દેખી, ભક્તિ વૈરાગ્ય જ્ઞાન વિશેખી ॥૧૦॥
તિનકે ભવન પ્રગટે બહુનામી, શિવ બ્રહ્માદિક સબકે સ્વામી ॥
સંવત અઢાર વરષ સાડત્રિશા, ચૈત્ર શુદિ નૌમિકી નિશા ॥૧૧॥
દશ ઘટિકા જાતે જગદીશા, પ્રગટ ભયે સુર નર મુનિ ઈશા6 ॥
અધર્મસર્ગ ઉત્થાપન કાજા, ધર્મસર્ગકો સ્થાપન રાજા ॥૧૨॥
બહુત જીવકું કરન ભવપારા, આયે આપ સબકે આધારા ॥
સંત સુધર્મી શુભમતિ વારે, એહિ સબ જન ભયે હે સુખારે ॥૧૩॥
દંભી દુષ્ટ દગાકે કરતા, ઇનકે ઉર ભયે બહુ બરતા7 ॥
બિન બહની8 જરત9 પટપાસા, તેસેહિ જરી મરત અદાસા10 ॥૧૪॥
સંત સુખદ દુઃખદ દુરમતિ, ધરે ઘનશ્યામ નામ શુભ અતિ ॥
કેતનેક દિવસ રહે એહ ગામા, પીછે આયે અયોધ્યા ધામા ॥૧૫॥
તહાં રહે હે કિતનેક દન, પીછે ત્યાંસે ચલે હે જીવન ॥
જન્મતે11 ભયે બરસ એકાદશે, તેહિ દિનસે ભવનસે નિકસે12 ॥૧૬॥
દોહા
ઘર તજી ઘનશ્યામ હરિ, લૈ હે બનકી બાટ13 ॥
સ્નેહ તજી સંબંધીકો, ચલે હે બરનિરાટ14 ॥૧૭॥
ચોપાઈ
બહોત દિવસ ફિરે બનમાંઈ, દેખે શોભા સો વરની ન જાઈ ॥
સર સરિતા કે નિર્મળ વારી, ગિરિ ગહવર15 અતિ સુખકારી ॥૧૮॥
પશુ પંખી બોલત બહુભાતી, કરત પરસ્પર શબ્દ સુહાતી16 ॥
સો સબ સુનત દીનદયાળા, ફિરત બનમેં ધર્મપ્રતિપાળા17 ॥૧૯॥
ફિરત ફિરત વિતે દિન બહુ, દેખે હે બન ગિરિ શોભા સહુ ॥
પીછે આયે મુક્તનાથ માંહી, રહે ચારુ માસ આપે ત્યાંહી ॥૨૦॥
ત્યાંસે આયે હે બુટોલ નગરે, મહાદત્ત ભગિની મયાજીકે ઘરે ॥
ભગિની મયાકા કરી કલ્યાના, ત્યાંસે ચલીહું શ્યામ સુજાના ॥૨૧॥
મિલે ગોપાળયોગી બનમાંહી, વરસ એક રહે પોતે ત્યાંહી ॥
યોગકળા સબ શીખવી આપે, શીખી ગોપાળયોગી નિષ્પાપે ॥૨૨॥
ઇનકો કાજ કરીકે મહારાજા, ચલે બહુત જીવ તારન કાજા ॥
ત્યાંસે આદિવારાહ તીરથા, કોટિ કોટિ જન હરન વિથા18 ॥૨૩॥
એહિ તીરથમેં જન જ્યોં રહે હે, તિન સબનકું દરશન ભયે હે ॥
પીછે ત્યાંસે ચલી હે સુજાના, શિરપુર આયે આપ ભગવાના ॥૨૪॥
શહેર શોભા કછુ બરની ન જાયે, સિદ્ધબલ્લભ હે તિનહિકો રાયે19 ॥
સિદ્ધ સેવામેં અતિ અનુરાગી, ચાતુર માસ રખત દેખ ત્યાગી ॥૨૫॥
ત્યાં બસે હરિ પ્રાવૃટ20 ઋતુ, દેખાડ્યે સંત અસંત અનંતુ ॥
ત્યાંસે ચલી હે આપ મહારાજા, નવલખા પરવત દેખન કાજા ॥૨૬॥
ત્યાંહી નવ લખ યોગી કે વાસા, ગયે હે આપ ઉનહીકે પાસા ॥
રહે તીન દિવસ હરિ ત્યાંહી, આયે બાલવાકુંડ તીર્થ માંહી ॥૨૭॥
તેહી સ્થળમેં રહે દિન તીના, તીર્થવાસીકું દરશન દિના ॥
ત્યાંસે ચલી ગંગાસાગર આયે, ત્યાંકે રહેનાર દરશન પાયે ॥૨૮॥
અતિ ત્યાગ વૈરાગ્ય અસંગી,21 ત્યાંસે ચલીકે ખાડી ઉલ્લંઘી ॥
કપિલાશ્રમ આયે સુખસિંધુ, પક્ષ22 તીન ત્યાં રહે દીનબંધું ॥૨૯॥
ત્યાંસે આયે પુરુષોત્તમપૂરી, દેખે દુષ્ટ અતિ મતિ દૂરી ॥
સો તો પરસ્પર લડી મુવા, હરિ ઇચ્છાસે અસુર નાશ હુવા ॥૩૦॥
મુવે અસુર અતિ અઘવંતા,23 તાકું દેખી ચલી ભગવંતા ॥
આદિકુરમેં આયે અવિનાશી, નીરખી નિહાલ ભયે ત્યાંકે વાસી ॥૩૧॥
ત્યાંસે ચલી માનસપુર આયે, સત્યવ્રત24 નામ હે જિનકો રાયે ॥
દેખી ત્યાગી વરનીકો વેષા, પરિવાર જુત ભયો શિષ્ય નરેશા ॥૩૨॥
તાકો કરી કલ્યાન મહારાજા, પીછે ચલે રાજઅધિરાજા ॥
ત્યાંસે આયે વ્યેંકટાદ્રિયે, દિયે દરશન સબકું હરિયે ॥૩૩॥
શિવકાંચિ વિષ્ણુકાંચિ જોઈ, આયે શ્રીરંગમેં નિરમોઈ25 ॥
ઐસે ફિરત અવનિ અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી ॥૩૪॥
દોહા
જ્યાં જ્યાં વિચરે જગપતિ, ભૂમિ પર ભગવાન ॥
ત્યાં ત્યાં જીવ જેહિ મિલે, તિનકો ભયો કલ્યાન ॥૩૫॥
જાને અજાને જેહિ જન, નીરખે નયને નાથ ॥
સોહિ સનાથ સબ ભયે, હોંયે ન કબહું અનાથ ॥૩૬॥
ચોપાઈ
પીછે સેતુબંધ રામેશ્વરે, આયે નાથ ત્યાં આનંદભરે ॥
દેખે સુંદર જાગ્ય સુહાઈ,26 રહે ક્યાંક દિન આપે ત્યાંઈ ॥૩૭॥
પીછે ત્યાંસે ચલે મહારાજા, આયે શ્રીહરિ સુંદરરાજા ॥
ભૂતપુરી ત્યાંસે કુમારિકન્યાયે, પદ્મનાભમેં પ્રભુજી આયે ॥૩૮॥
જનાર્દન અરુ આદિકેશવે, ચલે હે મલિયાચળ દેખવે ॥
પંઢરપુર જનાવાદ જગપતિ, ત્યાંસે દંડકારણ્ય કરી ગતિ ॥૩૯॥
પીછે પધારે નાસક પુરમેં, અતિ ઉત્સાહ ભરે હરિ ઉરમેં ॥
તાપી રેવા મહી સાભરમતી, એહિ ઉલ્લંઘી આયે પ્રાણપતિ ॥૪૦॥
ભીમનાથ આયે ભગવાના, બહુત જીવકો કરન કલ્યાના ॥
ત્યાંસે ચલે હરિ ધીરહિ ધીરે, આયે ગોપનાથ સિંધુકે તીરે ॥૪૧॥
ત્યાંસે આયે હે ગુપ્તપ્રિયાગે, અતિ કર્ષ27 ભયો હે તન ત્યાગે ॥
પીછે આયે હે લોઢવે ગામે, તિન માસ રહે પ્રભુ તામેં ॥૪૨॥
પીછે આયે માંગરોળ્ય શહેરા, બહુત જીવ પર કરી હરિ મહેરા ॥
દેખી ભૂમિ પવિત્ર પુનિતા, કછુક મનોરથ મનમેં કિતા28 ॥૪૩॥
અન્નકો ક્ષેત્ર બંધાવ હું આંહિ, ઐસે સંકલ્પ કરે મનમાંહિ ॥
ત્યાંસે પ્રભુજી લોજ પધારે, સબહિ જનકું હરખ વધારે ॥૪૪॥
ત્યાંહિ વસત હે સ્વામીકે29 સંતા, ત્રિયે ધનકે ત્યાગી અત્યંતા ॥
તામેં મોટેરે મુક્તાનંદા, સબ સંતનકું દેત આનંદા ॥૪૫॥
તેહિ ગામ બાહિર વાવડી,30 બેઠે નાથ તિહાં દોઉ ઘડી ॥
સ્વામીકે સંત31 એક તિયાં આયે, કરી વિનય લાયે જગો32 માંયે ॥૪૬॥
ત્યાંહિ આયકે બેઠે બહુનામી, સંત સબ બેઠે શિરનામી ॥
પૂછન લાગે પરસ્પર બાતા, કૈ હે એક એકકી વિખ્યાતા ॥૪૭॥
સુનિ હિ સંત વચન ભયે રાજી, કયે હે સંત સો મિલે મોય આજી33 ॥
કહે હરિ રખો તો રહું આંહિ, ઓર ઠોર34 મન માનત નાહિ ॥૪૮॥
સંત કહે બડે ભાગ્ય હમારા, જો રહના હોય નાથ તુમારા ॥
નાથ કહે હમ રયે તુમ સંગા, ઐસે હરિ કરી રયે ઉમંગા ॥૪૯॥
દોહા
રયે લોજમેં સાધુ સંગે, સુખસિંધુ ઘનશ્યામ ॥
ત્યાગ વૈરાગ્યકી વારતા, કરત હે આઠું જામ ॥૫૦॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે પ્રથમો વિશ્રામઃ ।