હરિવિચરણ

વિશ્રામ ૩

દોહા

ધન્ય ધન્ય ભાગ્ય એ ભૂમિકો, ધન્ય ધન્ય જન મનજિત ॥

દેખી ઐસે હિ દાસકું, હરિ ફિરત હે તેહિ હિત ॥ ૧ ॥

ચોપાઈ

પીઠડિયા ગામ વેરતિયે, ધુતારપુરમેં પ્રભુજી રિયે ॥

મેડી માતલી મોડામેં પધારે, જનકે મનમેં આનંદ વધારે ॥ ૨ ॥

અલૈયા શેખપાટ બાડામેં, આયે વાલમ વનથળી ગામે ॥

ઝલુકે વાસ આયે અવિનાશી, તમાચિરોન ગયે સુખરાશી ॥ ૩ ॥

જાળિયા ગામ ધ્રોળમેં મહારાજા, બાંગાવડી ગયે ભક્તકે કાજા ॥

હડિયાના ચાવડી જોડિયા, ભાદરેમેં માસ એક રિયા ॥ ૪ ॥

માધાપુરસે ગયે હે આમણે, દિયે જનકું સુખ જાત ન વરણે ॥

કોઠારિયા ભેલા પીપલિયે આયે, નિજજન મન અતિ હરખાયે ॥ ૫ ॥

મોરબી માથક વેજલકે ગિયે, ખાખરેચીસેં માલિયે રિયે ॥

કચ્છ વાગડકે ફિરે હરિ ગામા, કહું પાવર અબડાસેકે નામા ॥ ૬ ॥

તુંના માથગ અંધિયા મોઝારે, પ્રભુ પધારે હે શેહેર અંજારે ॥

ગામ ખોખરા માનું માધાપરે, નાથ પધારે હે ભુજનગરે ॥ ૭ ॥

ભુજનગરમેં રહે બહુ દન, દેઈ દરસ કિયે જન મગન ॥

ત્યાંસે ગયે માનકૂવા કોડકી, દેખી પ્રીત અતિ ત્યાં જનકી ॥ ૮ ॥

સામતરા દેસલપુર દયાળા, આપ ન જિમે જિમાયે મરાળા1

ગામ વથોન મજલ મગવાના, તિયાં પધારે તે આપ ભગવાના ॥ ૯ ॥

ગામ રુવા અરુ ગામ મોથાળા, જનહિત ફિરત જનપ્રતિપાળા ॥

ગામ બેટા ભાંગાકી ભલાઈ, જ્યાંહિ પધારે શ્યામ સુખદાઈ ॥૧૦॥

ધૂફિ ગામ શહેર હે તેરા, જિયાં કિયે હરિ બોહોત બસેરા2

કાળાતલાવ નલિયા પીપરડી, કોકડાઉમેં રયે એક ઘડી ॥૧૧॥

ગામ સાંધાણ નુધાતડ માંઈ, ગયે કોટડિયે આપ ઇચ્છાઈ ॥

ગામ રતડિયા કહું લાયેજા, તિયાં પધારે તે રાજ અધિરાજા ॥૧૨॥

ગામ ગોધરા ડોણ્યમેં દયાળા, દઈ દરશ જન કિને સુખાળા ॥

શેહેર માંડવી ગામ સેરડી, પ્રભુ પધાર્યે માને ધન્ય ઘડી ॥૧૩॥

જરફરા ગામ ગામ સમાઘોઘા, દિને જનકું ત્યાં આનંદ અમોઘા ॥

ગામ મુંદરા ગજોડ પુનડી, તિયાં ગયે હરિ કરી બાત બડી ॥૧૪॥

ગામ કેરા બંદરા બળદિયે, ત્યાં જઈ જનકું મગન કિયે ॥

રામપુર ગોડપુર ગામા, ત્યાંસે ચાંદ્રાની આયે સુખધામા ॥૧૫॥

કોટડા નવા ગામ દુધઈ, હરિજન હિત ફિરત હરિ મઈ ॥

ધમડકા સિકરામેં સધાવે, ભચાઉંમેં ભક્તકે મન ભાવે ॥૧૬॥

કંથકોટ ચોબારી રયેતે, મનફરે ગામ મહારાજ ગયેતે ॥

પાંકડસર હમિરપુરમેં, આયે પાયે જન આનંદ ઉરમેં ॥૧૭॥

આધુઈ સાપર આડ્યેસર જ્યું, ત્યાંહિ ગયે રહે આનંદભર જ્યું ॥

ગામ ભીમાસર નારાયણસરિ, ઝંગી ગામમેં ગયેતે હરિ ॥૧૮॥

વાંઢિયા કંટારિયા ચિતરોડે, ત્યાં હરિ ફરી દુષ્ટ માન મોડે ॥

પીપલી ગામ કિડિયા નગર, તિયાં ગયે પ્રભુ સુખસાગર ॥૧૯॥

સાંતલપુર ગામ ગોતરકે, મુઝપુર ગયે આનંદ ભરકે ॥

ઐસે અવનિમેં ફિરે અવિનાશી, સંત સુખદ શ્યામ સુખરાશી ॥૨૦॥

દોહા

રામપુર રાતોજમેં, પધારે તે નાથ ॥

વિજાપરડે આયકે, કિયે હે જન સનાથ ॥૨૧॥

સૌભિર દેશકે સુનિયે, સુંદર ગામકે નામ ॥

નિજજનકે હિત નાથજી, ફિરત હે શ્રીઘનશ્યામ ॥૨૨॥

ચોપાઈ

હરિજન હિત આયે હળવદા, નીરખી નિજજન પાયે મન મુદા ॥

માનસરમેં આયે નિરમોઈ, આપ એકાએક સંગ નહિ કોઈ ॥૨૩॥

ઢવાન ખારવા ભદ્રેસરી, દેવચરાડી પધારે તેં હરિ ॥

ડુમાના એક ગામકે નામા, તિયાં ગયેતે શ્રીઘનશ્યામા ॥૨૪॥

ધ્રાંગધરા અંકેવાળિયા ગાળા, મેથાન આયે હે દીનદયાળા ॥

મૂળી જાયકે મનમેં યુ ધારે, ઇયાં મંદિર હોય એક સારે ॥૨૫॥

એસે મનોરથ કિયે હે મન, મેં નહિ કરેગેં સો જન ॥

લીંબલી સાયલા મેનાપર રયે, સાસકા કરમડ ચૂડે ગયે ॥૨૬॥

વઢવાન રુ મેમકા સિયાની, ભલગામમેં આયે સુખદાની ॥

પલાલિ પરનાલા નાગનેશા, કંથારિયે આયે સુરમુનિઈશા ॥૨૭॥

અડવાળ્ય બરોલ્યે બહુનામી, ગિયે લીંબડિયે સમર્થ સ્વામી ॥

ગામ સમલા લાલિયાદ બોડાના, ગામ તાવિયે રહે ભગવાના ॥૨૮॥

ગામ દેવળિયા કઠેચી કયે હે, એહિ ગામમેં મહારાજ ગયે હે ॥

કમેજલા રામગરી કહાયે, કડુકે સારિયે ચિખલે આયે ॥૨૯॥

રાજપુર મેલાસના મછિયાવે, માનકોલપ મોડાસર વીછિયાવે ॥

તિયાં પધારે તે પ્રભુજી આપે, દેઈ દરશન જન દુઃખ કાપે ॥૩૦॥

દદુકા સાપર રુ સિયાલ્યે, દિયે દરશન કાંનોતર દયાળે ॥

હડાલા સમાની સરગવાળા, તિયાં ગયે હે જનપ્રતિપાળા ॥૩૧॥

વેજલકા જાખડા બોરું દોઈ, વારના વટામન આયે હરિ સોઈ ॥

રાયેપુર કઉકા કયે હે, પિસાવાડા વઉઠામેં ગયે હે ॥૩૨॥

ધોળકા કોઠ્ય ગનેસ ધોળકે, તિયાં રહે હરિ એકાંત ખોળકે ॥

ચરોડા ગામ બાવલે બહુનામી, ત્યાંસે પીછે ચલે સમરથ સ્વામી ॥૩૩॥

ગામ વડલા ઘોડે ઘનશ્યામ, રહે ત્યાંહિ હરિજી ચઉ જામ ॥

ગામ કુંવાર્ય સાનંદે સુખકારી, મનીપુરમેં આયે હે મોરારી ॥૩૪॥

તેલતલાવ રુ કહું કાસંદરા, ફિરત કરત હરિ પાવન ધરા ॥

ગામ અરણેજ જુવારદે જગપતિ, દેખત હે નિજ ભક્તકી ભગતિ ॥૩૫॥

દોહા

ભાખું ગામ અબ ભાલકે, જ્યાં વિચરે હરિ આપ ॥

દૈ દૈ દરશન દાનકું, કિયે હે જન નિષ્પાપ ॥૩૬॥

જૈસે ભક્ત હે ભાલમેં, તૈસે નહિ હૈ ક્યાંઈ ॥

સેવા કરન હરિ સંતકી, અતિ શ્રદ્ધા મનમાંઈ ॥૩૭॥

ચોપાઈ

પોલારપુર પરબડી પુન્યવંતા, જિયાં રહે રજની ભગવંતા ॥

ગામ ચોકડીમેં રાત રહેતે, સબ લોકકું દરશન દિયેતે ॥૩૮॥

સાપર સારેખ મિદાનાં ગામા, જિયાં હરિ કરેતે વિશરામા ॥

નાવડા ગામકે ભક્ત હે નકી, પ્રભુ આયે દેખી શ્રદ્ધા ઇનકી ॥૩૯॥

ગામ વાઢેલા લેકે લુનધરે, પ્રભુ પધારે હે ગામ સાંગાસરે ॥

ગામ ઓતારિયે આયે અવિનાશી, ત્યાંસે આયે ધોલેરે સુખરાશી ॥૪૦॥

 

ઇતિ શ્રી નિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે તૃતીયો વિશ્રામઃ ।

 

વિશ્રામ 🏠 home ગ્રંથ મહિમા વિશ્રામ ૧ વિશ્રામ ૨ વિશ્રામ ૩ વિશ્રામ ૪ વિશ્રામ ૫ વિશ્રામ ૬ વિશ્રામ ૭ વિશ્રામ ૮