હરિવિચરણ
વિશ્રામ ૨
દોહા
કિતનેક દિવસ ત્યાં રહે, સંતસંગે સુખધામ ॥
પીછે ચલે હે મહાપ્રભુ, દેખન ગામો ગામ ॥ ૧ ॥
ચોપાઈ
સોરઠ દેશમેં ફિરે સુખકારી, કહું સો ગામ કે નામ વિચારી ॥
કાણક ગામ માળિયામેં આયે, જ્યાંહિ ભક્ત વસત મનભાયે ॥ ૨ ॥
કાલવાની ગામ અગત્રાઈ, જ્યાં રહત ભક્ત પરવતભાઈ ॥
કેશોદ ગામ ગામ હે મઢડા, જ્યાંહિ ભક્ત જેઠા મેર બડા ॥ ૩ ॥
ગામ માંગલુ1 અરુ આખા ગામે, આયે હરિ નરસિંહ દ્વિજ ધામે ॥
પીપલાણા ગામે આયે સુખકંદા, જ્યાંહિ મિલે સ્વામી રામાનંદા ॥ ૪ ॥
નાવડા ગામ મેઘપુર આયે, જ્યાંમેં દ્વિજ બહુત જિમાયે2 ॥
ત્યાંસે માનાવદ્ર આયે મહારાજા, જ્યાં હરિજનકો બહોત સમાજા ॥ ૫ ॥
મીતલી પાડોદર જ્યું પંચાળુ, સીલ માધવપુર ગયે હે દયાળુ ॥
સમેધા સુત્રેજ ગામ વનથલી, ભક્ત કલ્યાને ભક્તિ કરી ભલી ॥ ૬ ॥
જીરનગઢ3 આયે જગદીશા, ભવ બ્રહ્મા સબ અમરકે ઈશા ॥
તિયાં મનમેં યું ધારે મહારાજા, કરનો મંદિર શ્રીકૃષ્ણકે કાજા ॥ ૭ ॥
સત્યસંકલ્પ અસત્ય ન હોઈ, બાંધેહિ ધામ જાને સબ કોઈ ॥
એક દિન આપ ગયે કુંતિયાના, દેવડે ગયે હે શ્યામ સુજાના ॥ ૮ ॥
ભાડેર ગામમેં ભક્ત હે ભારી, ઝિંઝરી આયે આપે સુખકારી ॥
જમુનાવડ પુર હે ધોરાજી, દેખી ભક્ત ભયે મન રાજી ॥ ૯ ॥
ફનેની સાંકળી પ્રબડી ગુંદાળુ, જેતલસરમેં આયે દયાળુ ॥
જેતપુર અરુ ગાલોલ ગામા, ભક્ત હેત ત્યાં ગયે સુખધામા ॥૧૦॥
રબારિકું રાનપુર મોટે, ગોરવિયાળી ગયે લુંનાકોટે ॥
જે જેહ ગામ ગયે રયે રાતે, તે તેહ ગામ મેં કહ્યે ન જાતે ॥૧૧॥
દોહા
એહિ ભાતી હરિ વિચરે, ભૂમિ પર ભગવાન ॥
દઈ દરશન આપકો, કર્યો બહુકો કલ્યાન ॥૧૨॥
નાઘેર વસે વાલાકમેં, ભક્ત અતિ ભાવિક ॥
ઘનશ્યામ ફિરે ગો’લવાડમેં, સો કહું કરી વિવેક ॥૧૩॥
ચોપાઈ
ઉના સિમર ભટવદર, બારપટોળી આયે શ્યામ સુંદર ॥
ગામ રાજુલા વસે હે વાવેરે, આયે ગામ ઘાણલે એહ ફેરે ॥૧૪॥
મેરિયાના ગોરડકા ગામા, ગાધડકે હોઈ ચલે સુખધામા ॥
પિઠવડીમેં પધારે પ્રભુજી, એહ ભક્તકી ભક્તિ અતિ રજી4 ॥૧૫॥
મવા5 પેથલપુર તલાજા, ગયે સિંહોર રાજ અધિરાજા ॥
ભાવનગર ઉમરાળે આયે, રાજપીપળે ભક્ત મન ભાયે ॥૧૬॥
ગામ ગઢાળીમેં ભક્ત ભલેરે, પ્રભુ પધારે તિહાં બહુવેરે ॥
ગામ વનાળી ગુંદાળા ગામા, માલપુરામેં રહે ચઉ જામા6 ॥૧૭॥
આયે આસોદર ગામ રળિયાને, રહે ગઢડે સો હે જગ જાને ॥
દેખી પવિત્ર અતિ હરિજન, રહે ત્યાં ભાવ કરી ભગવન ॥૧૮॥
કરે બહોત સમૈયા ત્યાં મેળે, ભયે ભક્ત સંત ત્યાં ભેળે ॥
દઈ દરશ સ્પરશ દયાળે, કિને સંત બહુત સુખાળે ॥૧૯॥
આપ સામર્થી વાવરી અપારા, કિયે અનંત જીવકે ઉદ્ધારા ॥
ત્યાંસે ચલી ફિરે જેહ ગામા, સુનહો સબે કહું તિનકે નામા ॥૨૦॥
દોહા
કહું કાઠિયાવાડ્યકે, સુંદર ગામકે નામ ॥
જ્યાં જ્યાં વિચરે જગપતિ, સુખદ સુંદર શ્યામ ॥૨૧॥
ચોપાઈ
ખોપાળા લાખનકા ગામા, અડતાળા વનોઠ ગયે તે શ્યામા ॥
ઉગામેડી ગામ નિંગાળા, નીરખી નાથ જન ભયે હે નિહાળા ॥૨૨॥
પીપળિયા ઇંગોરાળામેં આઈ, તાજપર સુરકે સુખદાઈ ॥
સરવઈ ઝિંઝાવદર રયે હે, કેરિયે નસિતપુર ગયે હે ॥૨૩॥
ચાડા ગામ અલમપુર વળે,7 પચેગામાદિ ફિરે હે સગળે8 ॥
રોઈસાળા પાટના પાનવી, રતનપુર ગયે કહે કવિ ॥૨૪॥
ઝમરાળા ગામ કહિયે કારિયાની, તિયાં પધારે પ્રભુ સુખદાની ॥
ભક્ત ભાવિક વસે જિયાં સારે,9 એહિ ગામ પ્રભુજીકું પ્યારે ॥૨૫॥
લાઠીદડ ગામ સમઢિયાળું, કુંડળમેં પધારે હે દયાળુ ॥
શે’ર બરવાળે બહુનામી, આયે સતસંગી હિત સ્વામી ॥૨૬॥
રોજિદ બેલા સાપર ગુંદા ગામે, ગામ ખાંભડા પધારે હે તામેં ॥
સારંગપુરમેં સુંદર શ્યામે, બહુત લીલા ત્યાં કરી સુખધામે ॥૨૭॥
બગડ જાલિલા સુંદરિયાના, અનિયાલી સાલાસર કરે સ્નાના ॥
ચંદ્ર મોરસિયા વાગડ બડભાગી, જિયાં પધારે હે શ્યામ સુવાગી10 ॥૨૮॥
ભેંસજાળ્ય લુયે11 કરી લીળા, બહુત સંત ત્યાં ભયે હે ભેળા ॥
નાથ રહે નાગડકા માંઈ, ભક્ત સુરા નીરખી હરખાઈ ॥૨૯॥
ગામ કોરડા સુદામડા સોઈ, ગામ ગાંરાભડી પાળિયાદ જોઈ ॥
કાનિયાડ બોડી રુ રેફડા, અલાઉ બોટાદમેં ભક્ત હે બડા ॥૩૦॥
નાગલપુરા ભીમડાદ ગામ, સુખપુર રહે સંત સંગે શ્યામ ॥
ગોરડકા સરતાનપુર સોઈ, કંધેવારિયે ગયે હે નિરમોઈ ॥૩૧॥
પીપરડી મોઢુંકા હાથસની, સોમનાથ ભોંયરે ગયે સુખધની ॥
કડુકા અનિયાળી કાળાસર, જસદન ગયે હે શ્યામસુંદર ॥૩૨॥
કોટડા રાયપુર ગોખલાના, વાંકિયા વાસિકે કરે હે કલ્યાના ॥
ગામ ખંભાળા ભડલી કેરાળા, ત્યાંહિ પન ગયે હે દયાળા ॥૩૩॥
રામપુર અરુ માંડવધારા, વાવડી ગયે હે પ્રાન આધારા ॥
કરિયાણા નિલવલા નડાળુ, પીપલિયે પધારે હે દયાળુ ॥૩૪॥
દેરડી ગામ સરતાનપુરમેં, રહી રાત ચલે હરિ ભોરમેં12 ॥
એસે અવનિ અટન13 કરીકે, દઈ દરશ તારે જન નીકે14 ॥૩૫॥
દોહા
જ્યાં જ્યાં વિચરે જગપતિ, સહજાનંદ સુખખાન ॥
ત્યાં ત્યાં તારે જીવકું, દેઈકે દરશન દાન ॥૩૬॥
આપ અટન અવનિ કિયે, સુખસિંધુ ઘનશ્યામ ॥
હરિ વિચરે હાલારમેં, કહું તેહિ ગામકે નામ ॥૩૭॥
ચોપાઈ
આટકોટ આયે અવિનાશી, સતાપુર ગયે સુખરાશી ॥
ગામ બંધિયા માંડવે બહુનામી, દિયે હે દરશન દાસકું સ્વામી ॥૩૮॥
ગામ સિસાંગ મોવૈયા માંઈ, આયે ગોંડળ શ્યામ સુખદાઈ ॥
ગામ ગોમટા વિરપુર ડયે, ઉમરાલી ધોલીધારમેં ગયે ॥૩૯॥
કંડોરડા દુધિવદ્ર દયાળુ, ઝાંઝમેર ગયે હે કૃપાળુ ॥
ઉપલેટા જાળિયા ગણોદે, ભાયાવદ્ર આયે મન મોદે ॥૪૦॥
મુલેલા રાજવડ સનોસરા, કાલાવડે જન જાદવ ખરા ॥
પીપલિયા વડા ખિરસરા, રાજકોટસેં ગયે હે ખોખરા ॥૪૧॥
પડાસન સરધાર સુખદાઈ, આયે હરિ ઉમરાલી માંઈ ॥
કુંદનિ ભાડલા રાજપર, ખાંભે આયે હે શ્યામસુંદર ॥૪૨॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે દ્વિતીયો વિશ્રામઃ ।