હરિવિચરણ

વિશ્રામ ૮

દોહા

જ્યાં જ્યાં ના’યે જગપતિ, કિને નીર પુનિત ॥

અબ કહુ સબ સુનિયો, સુંદર ઉત્સવકી રીત ॥ ૧ ॥

ચોપાઈ

અબ કહું જહાં કિન સમૈયા, સોયે સુનિયો ભાવસે ભૈયા ॥

સંવત અઢાર ઓગનસાઠમેં, મહાસુદી દિન પાવન આઠમેં ॥ ૨ ॥

તા દિન ઉત્સવ કિન માંગરોલે, દેખાયે પ્રતાપ સો જાત ન બોલે ॥

સંવત અઢાર બાસઠકે વરસે, મહાવદી દિન ચઉદસે ॥ ૩ ॥

તીસ દિન સમૈયા કિના સિતપુરે, અતિ હરખ ભરી હરિ ઉરે ॥

કીની ધૂન્ય જામની1 જુગ2 જામા,3 પીછે સુખાલે ભયે ઘનશ્યામા ॥ ૪ ॥

સંવત અઢાર વરસ બાસઠે, હરિ હરિજન સંત મિલે એકઠે ॥

ચૈત્ર સુદિ પૂનમ દિને કહિયે, જીરનગઢમેં કિન સમૈયે ॥ ૫ ॥

સંવત અઢાર પાંસઠકે માંઈ, આસો વદી તેરશ કહાઈ ॥

તા દિન કરિયાને ઉત્સવ કિના, સબ સતસંગી સંતકું સુખ દીના ॥ ૬ ॥

સંવત અઢાર પાંસઠ શ્રાવને, તા વદી અષ્ટમી સુંદર દિને ॥

તા દિન ઉત્સવ કિન અગત્રાઈ, સબ હરિજનકું નાથ બોલાઈ ॥ ૭ ॥

સંવત અઢાર પાંસઠ પોસ માસે, ઉત્તરાયન ઉત્સવ કિન અવિનાશે ॥

સપ્તદશ દિન લગી ઘનશ્યામે, વિપ્ર જમાયે જેતલપુર ગામે ॥ ૮ ॥

સંવત અઢાર છાસઠ પોસ શુદે, ડભાન જજ્ઞ કિન મન મોદે ॥

સંવત અઢાર અડસઠ ફાગનમેં, સારંગપુરમેં હુતાસની રમે ॥ ૯ ॥

કિનો ઉત્સવ કૃપાનિધાના, દિને સબકું દરશન દાના ॥

સંવત અઢાર ઓગનોતેરા,4 ફાગુન શુદી દિન પુન્યમકેરા ॥૧૦॥

તા દિન ગઢપુર કિન હુતાસની, કહી ન જાત એસી શોભા બની ॥

સંવત અઢાર સંતે રે5 સુખકારી, ફાગન વદી સાતમ આઈ સારી ॥૧૧॥

તા દિન લીલા કિન વરતાલે, બહુત સુખ લીના સંત મરાલે6

સંવત અઢાર એકોતેર શ્રાવને, ગોકુલઅષ્ટમી કિની ક્રજીસને ॥૧૨॥

સંવત અઢાર એકોતેરકે ભાદે, વદી છઠ કહે કપિલા ઉલાદે ॥

તા દિન ઉત્સવ કિન ગઢડે, હરિજનકું સુખબાર ઉઘડે ॥૧૩॥

સંવત અઢાર એકોતેરે આસો માસે, વરતાલે ઉત્સવ વદ અમાસે ॥

સંવત અઢાર બોતેર ફાગુને, સુંદર સુદિ પુન્યમકે દને ॥૧૪॥

તેહિ દિન ગઢડે કિન સમૈયા, સોઈ જાત નહિ મુખસે કૈયા ॥

સંવત અઢાર ત્રોતેર મહા માસે, સુદિ પંચમી ધર્મપુરે હુલાસે ॥૧૫॥

કિન સમૈયા મુગટ ધારે, દેઈ દરશન જન કિન સુખારે ॥

સંવત અઢાર ત્રોતેર ફાગને, વરતાલ ઉત્સવ સુદિ પુન્યમ દને ॥૧૬॥

સંવત અઢાર ચુવોતેરે માગશરમેં, સુદિ એકાદશી સુંદરમેં ॥

વરતાલ ઉત્સવ કિન કૃપાળે, દિને સુખ સંતકું દયાળે ॥૧૭॥

સંવત અઢાર પંચોતેર ફાગને, સારે સુદી પૂન્યમકે દને ॥

તા દિન ગઢડે કિન સમૈયા, દઈ દરશન સંત સુખી કિયા ॥૧૮॥

સંવત અઢાર પંચોતેર પાવને, ફાગુન શુદિ પુન્યમકે દને ॥

તા દિન બોટાદે લીળા બની, હરિ હરિજન ખેલે હુતાસની ॥૧૯॥

સંવત અઢાર છોતેરા વર્ષ સારા, ફાગુન સુદિ પુન્યમ દન પ્યારા ॥

તા દિન ઉત્સવ કિનો મછિયાવે, નાથ હાથ જમે જન ભાવે ॥૨૦॥

સંવત અઢાર સત્તોતેરા7 કૈયે, ફાગુન સુદી પુન્યમ દન લૈયે ॥

તા દિન ઉત્સવ કિન ગઢડે, જિન નીરખે તિનકે ભાગ્ય બડે ॥૨૧॥

સંવત અઢાર અઠ્યોતેર અનુપા, ફાગુન સુદિ ત્રીજ સુખરૂપા ॥

તા દિન અમદાવાદકે માંઈ, નરનારાયણ દેવ પધરાઈ ॥૨૨॥

સંવત અઢાર અગન્યાશી8 અતિ સારી, ફાગુન વદિ અષ્ટમી સુખકારી ॥

તા દિન સારંગપુર સમૈયા, કરે હે નાથ સો જાત ન કૈયા ॥૨૩॥

સંવત અઢાર અગન્યાસીકે આસુ, વદિ અમાસ વીતે ચોમાસુ ॥

કિન સમૈયો કારિયાની ગામે, અન્નકોટ ઉત્સવ કિનો ઘનશ્યામે ॥૨૪॥

સંવત અઢાર વરસ અગન્યાશી, મહાસુદી પંચમી દિન સુખરાશી ॥

તા દિન લીળા કિની હરિ લોયે, નીરખી નાથ મૂરતિ જન મોયે ॥૨૫॥

સંવત અઢાર અગન્યાસી અનુપા, ફાગુન સુદી પુન્યમ સુખરૂપા ॥

તા દિન ઉત્સવ કિન પંચાળે, લિયે સુખ નીરખી મરાળે ॥૨૬॥

સંવત અઢાર અગન્યાસીયા કૈયે, શ્રાવન વદી અષ્ટમી દિન લૈયે ॥

તા દિન ઉત્સવ ગઢડે કિનો, સંત હરિજનકું આનંદ દિનો ॥૨૭॥

સંવત અઢાર એંશિકે વરસે, શ્રાવન વદિ અષ્ટમી સરસે ॥

તા દિન ઉત્સવ ગઢપુર ગામે, કિને નવીને શ્રી ઘનશ્યામે ॥૨૮॥

સંવત અઢાર વરસ કહું એંશી, કારતક સુદી સુંદર એકાદશી ॥

કિને ઉત્સવ વરતાલકે માંઈ, લક્ષ્મીનારાયણકી મૂર્તિ પધરાઈ ॥૨૯॥

સંવત અઢાર વરસ એકાશી, માગશર વદી ત્રીજ સુખરાશી ॥

તા દિન સુરત કિને સમૈયે, બહુત જીવકું દરશન દિયે ॥૩૦॥

સંવત અઢાર વરસ બ્યાશીમેં, ચૈત્ર સુદી નૌમી ઉજાસીમેં9

તા દિન ઉત્સવ કિન વરતાલે, નાથ નીરખી સુખ લીન મરાલે ॥૩૧॥

સંવત અઢાર બ્યાસીમેં બહુનામી, માઘ સુદી પંચમીકે દિન સ્વામી ॥

તા દિન સમૈયો સુંદરિયાને, રમે નાથ સંગ સંત સયાને10 ॥૩૨॥

સંવત અઢાર બાશીકી બલહારી, તા દિન અમદાવાદ પધારી ॥

ફુલડોળકો ઉત્સવ કિનો, અતિ આનંદ નિજજનકું દિનો ॥૩૩॥

સંવત અઢાર બ્યાસી અતિ સારી, ચૈત્ર સુદી નૌમી સુખકારી ॥

તા દિન ઉત્સવ કિન વરતાલે, હરિજનકું સુખ દિને વૃષલાલે11 ॥૩૪॥

સંવત અઢાર બ્યાસી કર ત્યારી, આયે વડોદરે શ્યામ સુખકારી ॥

કારતક વદી ત્રીજકે દને, કીનો ઉત્સવ લિનો સુખ જને ॥૩૫॥

સંવત અઢાર ચોરાશીકે વરસે, ચૈત્ર સુદી નવમી દિવસે ॥

કિનો ઉત્સવ વરતાલમેં વાલે, ધર્મધુરંધર ધર્મકે લાલે ॥૩૬॥

સંવત અઢાર વરસ ચોરાશી, વૈશાખસુદી તેરશ સુખરાશી ॥

તા દિન ઉત્સવ કિન ધોલેરે, મદનમોહન પધરાયે દેરે ॥૩૭॥

ત્યાંસે ચલીકે જુનાગઢ આયે, નૌત્તમ મૂર્તિ મંદિરમેં પધરાયે ॥

કિન સમૈયો સો કહતે ન બને, સબકું જીમાયે નાથ હાથ આપને ॥૩૮॥

ઐસે ઉત્સવ સમૈયા અનેકા, કિને અધિક એકસે એકા ॥

સો તો નાવત કિનકે કૈયે, એતને કિને ઉત્સવ સમૈયે ॥૩૯॥

આગે કયે ઘને ગામકે નામ, જ્યાં જ્યાં વિચરે શ્રી ઘનશ્યામ ॥

કયે કછૂક રહી ગયે ઘને, કાહા કિજે સબ કહેતે ન બને ॥૪૦॥

પીછે કયે નાથ ના’યે જામેં, કિને તીરથરૂપ ધરામેં ॥

સો તો કયે રહી ગયે કે’તે, કહ્યે ન જાત હરિ ના’યે હે જેતે ॥૪૧॥

તા પીછે કયે ઉત્સવ સમૈયે, કહ્યે કછુક ઘને રહી ગૈયે ॥

સબ કેને કોઈ સમરથ નાહી, યુંહી વિચાર મેં મનમાંહી ॥૪૨॥

પન હરિચરિત્રે મન લોભાયા, જથામતિ હરિકે જશ ગાયા ॥

તામેં સમ વિષમ મતિવંદો, સુની ચરિત્ર ઉરમેં આનંદો ॥૪૩॥

અમૃતવત હે હરિકે ચરિત્રં, જ્યું સુધી12 ટેડી13 ગંગ કરત પવિત્ર ॥

ઐસે જાનકે જાહ્નવી14 નાહાના, શુદ્ધાશુદ્ધ વાકું જો ન જાના ॥૪૪॥

જ્યું સુરસરિતા15 સબકું સુખરૂપા, તૈસે હરિજશ અતિશે અનુપા ॥

સો તો લગત હરિજનકું પ્યારા, કહત સુનત સો વારમવારા ॥૪૫॥

હરિકથા વિના પળ નહિ જાવે, જાગત સુવત હરિગુન ગાવે ॥

ઐસે જન સો પ્રભુજીકું પ્યારા, નિષ્કુળાનંદ કહત નિરધારા ॥૪૬॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણગ્રંથે અષ્ટમો વિશ્રામઃ ।



હરિવિચરણં સમાપ્તમ્

વિશ્રામ 🏠 home ગ્રંથ મહિમા વિશ્રામ ૧ વિશ્રામ ૨ વિશ્રામ ૩ વિશ્રામ ૪ વિશ્રામ ૫ વિશ્રામ ૬ વિશ્રામ ૭ વિશ્રામ ૮