હરિવિચરણ
વિશ્રામ ૭
દોહા
જોજો ગામ ગનીકે કયે, જ્યાં ગયે રયે ઘનશ્યામ ॥
અબ નહાયે જ્યાં નાથજી, કહું સોયે સ્થળકે નામ ॥ ૧ ॥
ચોપાઈ
છપિયે ના’યે હરિ આનંદભરમેં, બગિયા ચુડિયા દોનું સરમેં ॥
મનોરમા સરજુ સરિતા, તામેં નાહિ નાથ કિન પુનિતા ॥ ૨ ॥
ઘાઘરા નદી કે ઘાટ અનુપા, તામેં ના’યે ઘનશ્યામ સુખરૂપા ॥
ટેડી રૂડી નદી જો રાવતી, તામેં નાથ ના’યે પ્રાનપતિ ॥ ૩ ॥
બડી રાવતી નદી વિસવિ, તામેં ના’યે હરિ કહત હે કવિ ॥
બાલવાકુંડ ગંડકીમેં ઘનશ્યામ, ના’યે ઓરમેં સંત સુખધામ ॥ ૪ ॥
ગંગા યમુના જ્યું નદી ગોમતી, એહ નદીમેં નહાયે પ્રાનપતિ ॥
ગંગાસાગર અરુ કપિલાશ્રમે, ના’યે નાથ તાંહિ એક સમે ॥ ૫ ॥
રામેશ્વર સિંધુકે ઘાટજું, તાહિમેં નાયે વરનિરાટજું ॥
શિવકાંચિ વિષ્ણુકાંચિમેં જાઈ, એહ નદીમેં નાયે સબે સુખદાઈ ॥ ૬ ॥
પંઢરપુરમેં નિરમળ નીરા, તામેં નહાયે શ્યામ સુધીરા ॥
ધર્મપુર નદી ના’યે સુખધામા, નઉતમ નીર નદીકે નામા ॥ ૭ ॥
પનછ ચિખલીકી નદી નિહાળે, નાથ ના’યે જન કિન સુખાળે ॥
તાપીનદીમેં ના’યે જબ નાથ, દિયે દરશન જન કિન સનાથ ॥ ૮ ॥
ચોકિમેં રહી ચતુર સુજાન, ચીની નદીમેં કિને હે સ્નાન ॥
ભરોચ શહેર ના’યે નદી રેવા,1 વિશ્વામિત્રી ના’યે જુગ દેવા ॥ ૯ ॥
મહી નદી ના’યે સુખસિંધુ, સાબર ના’યે દીનકે બંધુ ॥
ભોગવતીમેં ના’યે ભગવાના, ભદ્રાવતીમેં કરે હે સ્નાના ॥૧૦॥
નિલકા ના’યે નદી ઉતાવળી, ઐસે નહાયે નદી નિરમળી ॥
શિયોર ના’યે બ્રહ્મકુંડમાંહિ, ત્યાંસે સરિત શિત્રોજી2 જો નાહિ ॥૧૧॥
ગોપનાથે નીરનિધિમેં3 ના’યે, ડાંઠા મવાકી નદી સુખદાયે ॥
ચંદ્રભગા પિપાવાવ્યકે પાસે, તામેં નહાયે નાથ હુલાસે ॥૧૨॥
ધાત્રવડી બડી નદી જન જાનો, ના’યે નાથ તામેં સબ માનો ॥
ઉને મછંદરી કે નિરમળ નીરા, તામેં ના’યે ઘનશ્યામ સુધીરા ॥૧૩॥
ગુપ્તપ્રયાગમેં ના’યે ગુનવંતા, અતિ કૃષ તન ત્યાગ અત્યંતા ॥
લોઢવે ના’યે વાપી4 અરુ કૂપે,5 ભયે પવિત્ર એ તીરથરૂપે ॥૧૪॥
કોડિનાલકી નદી નવીના, તામાંહિ હરિયે સ્નાન કીના ॥
પાટન ના’યે હિરણ્ય સરસ્વતિ, માલિયે મેગન ના’યે મહામતિ ॥૧૫॥
નોલિ નદી ના’ય કે અવિનાશી, શહેર માંગરોળ આયે સુખરાશી ॥
ત્યાં વાપી કૂપ સરોવર ના’યે, ત્યાંસે ચલીકે લોજમેં આયે ॥૧૬॥
તાંહિ નાયે નાથ વાવ્યકે વારિ, પીછે રહે એહ ગામમેં વિચારી ॥
સ્વામી કે સંત ત્યાં રહત સમોહા, જાકું કામ ક્રોધ નહિ મોહા ॥૧૭॥
ઐસે સંત જાનીકે શીલવંતા, તાકે ભેળે રહે ભગવંતા ॥
બોહોત દિન ત્યાં રહે રંગભીને, દેખાયે પ્રતાપ આપ નવીને ॥૧૮॥
સોતો બાત હે અતિ અનુપા, અબ કહું હરિ કરે તીરથસ્વરૂપા ॥
કાલવાની આયે કૃપાનિધાના, ત્યાંહિ નદીમેં કિને સ્નાના ॥૧૯॥
સુંદરગામ એક અગત્રાઈ, કિની6 પવિત્ર નાથ નદી ના’ઈ ॥
રિબડી ઓજત નદી અનુપા, ના’યે પિપલાને કિને ગંગારૂપા ॥૨૦॥
પંચાળે ના’યે સાબલી સરમેં, કિયે ઉત્સવ ત્યાં આનંદભરમેં ॥
માનાવદર નદી ના’યે અનુપા, નાથજી ના’યે હે લક્ષ્મીકૂપા ॥૨૧॥
મેઘપુરકી નદી નવીના, ઉબેનમેં આપે સ્નાન કીના ॥
ભાડેર નદી નિરમળ જાની, ભદ્રાવતીમેં ના’યે સુખદાની ॥૨૨॥
બિનુ મોજ્ય નદી ઉતાવળી, દુધીવદ્ર ના’યે ફોફલ નિરમળી ॥
ફનેની સુંદર નદીકે નેડે, જેતપુર ના’યે નાથ દડેડે7 ॥૨૩॥
જીરનગઢ જો કુંડ દામામેં, ના’યે નાથ નદી કાલવામેં ॥
ના’યે સિત્રોજી કાંકચ્ય ગામે, ના’યે કરિયાને કાલુભાર તામેં ॥૨૪॥
ગાલોલ્યે ગાલોલિયે સુખે શ્યામ, ગોંડળે ગોંડળિયે ના’યે સુખધામ ॥
બંધિયે નદીમેં કરમાલ કોટડે, છાપરવાડી ના’યે કંડોરડે ॥૨૫॥
કાલાવડ ના’યે નદી કાલાવડી, ધુતારપુર ના’યે ફુલઝર રૂડી ॥
મોડે અલિયે ના’યે રુપારેલે, ભાદરે ઊંડ્યે8 ના’યે અલબેલે ॥૨૬॥
આજી નદી ના’યે રાજકોટે, સરધાર ના’યે સર સુંદર મોટે ॥
મછો ના’યે વાંકાનેર મોદ ભરે, આટકોટ બુટાનપુરી ભાદરે ॥૨૭॥
ગઢડે ના’યે ઘેલે ઘનશ્યામ, સતસંગી સંત સહિત સુખધામ ॥
એહ નદી સબ પર શિરોમનિ, નાહિ નાથ કિની પતિત પાવની ॥૨૮॥
બોટાદે કૂપે લોયે ભાદરમેં, સુખપુર ના’યે કેરી સાદરમેં ॥
ઝિંઝાવદર ના’યે પાડલિયે, કારિયાની સરે9 કુંડલ ઉતાવલિયે ॥૨૯॥
કમિયાળે ના’યે નાથ તળાવે, શિયાલ્ય સરે સરે મછિયાવે ॥
દદુકે તલાવ તલાવ મેથાના, હળવદ તલાવે ના’યે ભગવાના ॥૩૦॥
ત્યાંસે પધારે વાગડ દેશા, ના’યે લખાસરી સુરમુનિઈશા ॥
કંટારિયા લાકડિયા આધોઈ, નાથ કંથકોટે સરે નિરમોઈ ॥૩૧॥
ભુજનગર ના’યે ભટકી વાડી, ગામકે કૂપ નહાતે હરિ દાડી ॥
કેરે નદી નદી ગજોડે, માંડવિયે ના’યે રતનાકર રૂડે ॥૩૨॥
ડોણ્યે તલાવ માનકૂવે ગંગાયે, તેરે ના’યે હરિ તલાવ માંયે ॥
લાલ તાલ તાલ હે કાળું, તામહિ ના’યે હે નાથ દયાળુ ॥૩૩॥
ભચાઉ કૂપ અનુપમ સારા, કૂપ વાપી સર સાગર અપારા ॥
જ્યાં જ્યાં નહાયે જગજીવન, સો સબ થયે તીરથ પાવન ॥૩૪॥
સિદ્ધપુર સરસ્વતીમેં ના’યે, ત્યાંસે વાલ્યમ ગુર્જર ઘર આયે ॥
સિંધપુર મોટેરે સાભરમતી, ના’યે જેતલપુર સરે શુભમતિ ॥૩૫॥
નાથ ના’યે તે વાત્રક શેઢી, સંતમંડળ સબ સંગ તેડી ॥
વઉઠે નાથ ના’યે ત્રિવેની, તીરથરૂપ ભઈ સુખ દેની ॥૩૬॥
વરતાલે ના’યે નાથ ગોમતી, સો કિની સબસે બડી અતિ ॥
ઐસે અનેક વાપી કૂપ સરમેં, ના’યે કૂંડ નદી સાગરમેં ॥૩૭॥
જો જો કયે મેરી જાનમેં આયે, સબ શોધી કહ્યે કોયે ન જાયે ॥
સબ નાહી કરે તીરથરૂપા, એક એકસે અધિક અનુપા ॥૩૮॥
એહ તીરથમેં જેહ જન ના’વે, સો બૌરી10 ભવમેં નહિ આવે ॥
ગંગકું સ્પરશે વામન ચરને, તાકી મોટપ્ય જાત ન વરને ॥૩૯॥
પન જાકું સ્પરશે પુરુષોત્તમ, કોઉ ન આવત ઉનકી સમ ॥
એહી મરમ11 જાનત હે સંતા, જાકું મીલે હે પ્રગટ ભગવંતા ॥૪૦॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે સપ્તમો વિશ્રામઃ ।