હરિવિચરણ

વિશ્રામ ૫

દોહા

ધન્ય ધન્ય એ ભાગ્ય ભૂમિકે, જ્યાં વિચરે જગતાત ॥

ઇનકે સમ એકે નહિ, કહું મુખસેં ક્યા બાત ॥ ૧ ॥

ચોપાઈ

નેસપુર અરુ નવાગામે, શ્રીહરિ આપ પધારે હે તામેં ॥

જેતલપુરમેં જન પાવન, તિયાં કિયે પ્રભુયે જગન ॥ ૨ ॥

વિપ્ર જમાયે તિયાં બહુવિધિ, પ્રભુ પરચા જનાયે પ્રસિદ્ધિ ॥

આપ સામર્થી જનાઈ જીવન, ભક્ત ભયભંજન ભગવન ॥ ૩ ॥

ગામ અસલાલીમેં આયે હે આપે, ગામ કમોડે જન દુઃખ કાપે ॥

ગામ હાથિજન કનભા કહેજ્યું, ત્યાંહિ હરિ હેત કરી રહેજ્યું ॥ ૪ ॥

ગામ વેલાલ્યકી હે બડી બાતા, જિયાં પધારે પ્રભુ સાક્ષાતા ॥

ગામ દેગામ ગમિજમેં ગયે હે, વાસનામાંહી વાલ્યમજી રયે હે ॥ ૫ ॥

ખોખરા મેમદાવાદે મહારાજા, ત્યાં જઈ કરે કરનાતા જે કાજા ॥

અમદાવાદ આયે અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી ॥ ૬ ॥

નરનારાયન દેવકી મૂરતિ, કરી મંદિર બેઠાયે બદ્રિપતિ ॥

શેહેરકે બ્રાહ્મન સબકું જમાયે, કિયે સમૈયા સો કહ્યે ન જાયે ॥ ૭ ॥

જીતકે ડંકા દઈકે દયાળુ, ચલે હે નાથ જનપ્રતિપાળુ ॥

કોટેસર મોટેરે મોરારિ, ના’યે નાથ ત્યાં નિરમળ વારિ ॥ ૮ ॥

અડાળજમેં આયેતે અલબેલા, રહે રાત ત્યાં છેલ છબિલા ॥

ઉવારસદ્ય ગામ ઓલા નામે, ગયે હરિ રયે રજની એ ગામે ॥ ૯ ॥

ગામ વડુ વડસમેં વાલમ, આયે ખોરજ ગાય નેતિ નિગમ ॥

ગામ પલિયડ ટુંડાલી તામેં, નાથ આયે કરજીસન ગામે ॥૧૦॥

ગામ ડાંગરવા નારદિપુરમેં, આયે લાંગ્નોજ ઉગતે સુરમેં ॥

મેઉ ગામમેં ભક્ત ભાવસાર હે, નામ હે ભુખન મન ઉદાર હે ॥૧૧॥

ત્યાંહિ પધારે પ્રભુ કરી પ્રીતિ, દેખી એહ ભગતકી રીતિ ॥

વસઈ ગામમેં ભક્ત હે ભારી, ના’યે ડાભલે નિર્મળ વારિ ॥૧૨॥

વિસનગરકી બરનું હું બાતા, જાંહાં પધારેતે જન સુખદાતા ॥

સંત સહિત શહેરમેં પધારે, નિજજન મન મોદ વધારે ॥૧૩॥

ગામ ગુંજ્યામેં ન રયે ગોવિંદ, ગયે વડનગર સુખકંદ ॥

વડનગરમેં રયે હરિ રાતી, દીયે સુખ જનકું બહુભાતી ॥૧૪॥

દોહા

વિચરત ઐસે વાલ્યમજી, ભૂમિ પર ભગવાન ॥

દેખત દેશ અરુ ગામકું, જન હિત જીવનપ્રાન ॥૧૫॥

ચોપાઈ

ગામ ઝુલાસન ઊંઝામેં આઈ, ત્યાં હરિ સંતકી મંડળી બોલાઈ ॥

ગામ અવઠોર હે એક સારા, ત્યાંહિ પધારે તે પ્રાણ આધારા ॥૧૬॥

સિતપુર જાઈ કિયે સમૈયા, કરે ઉત્સવ સો જાત ન કૈયા ॥

કિયે ધુન જામનીકે1 જુગ જામા,2 પીછે પ્રભુજી પોઢે સુખધામા ॥૧૭॥

પાટનમાંહિ પરબ્રહ્મ પધારે, નિજજન મન મોદ વધારે ॥

ગામ ભકોડે ગયે ભગવાના, દિને સબકું દરશન દાના ॥૧૮॥

મેસાનામેં શ્રીમહારાજ આયે, હરિભક્તે ભાવેશું જિમાયે ॥

ગામ બામનવે આયે બહુનામી, કરે રસોઈ નિજકર સ્વામી ॥૧૯॥

ગામ ગેરિતે ગયે ગિરિધારી, દેખી ભક્તકો ભાવ અતિ ભારી ॥

ગામ ગવાડા વિહાર મેવાસા, રહે રાત આપે અવિનાશા ॥૨૦॥

વિજાપુરમેં વસે હરિજન, તિયાં ગયે હે આપે ભગવન ॥

સિદ્ધપુરમેં આયે સુજાના, ઐસે ફિરત કરત કલ્યાના ॥૨૧॥

ગામ નામ લાખરોડા સોઈ, પ્રભુ પધારે અનુડવા જોઈ ॥

પ્રાંતિપુરમેં પ્રભુજી પધારે, બહુત જીવકે કાજ સુધારે ॥૨૨॥

ગામ માનસે આયે અવિનાશી, કિયે જન સુખી સુખરાશી ॥

ગામ નાદરિમેં નાથ ગયે હે, ઘડી દોયેક ત્યાંહિ રહે હે ॥૨૩॥

ગામ ઉનાવે આયે સંતસંગે, જન જિમાયે અતિ ઉચ્છરંગે ॥

કોલવડા એક ગામકા નામા, તિયાં ગયેતે સબ સુખધામા ॥૨૪॥

ધમાસણાકા ભાગ્ય ધન્યધન્ય, જિયાં ગયેતે જગજીવન ॥

આદરેજમેં કિયે અન્નકોટે, થાપે સદગુરુ ચારુ ત્યાં મોટે ॥૨૫॥

અંબાસનમેં આયે હરિ આપે, દઈ દરશન જનદુઃખ કાપે ॥

ગામ માથાસુલ ગયે મુકુંદા, નિજજનકું દિયેહે આનંદા ॥૨૬॥

ગામ નંદાસન ગયે હે નાથા, બહુત જીવકું કિયે હે સનાથા ॥

કરુનાસિંધુ ગયે હે કુંડાલે, કડી રાજપુર દેખ્યા દયાળે ॥૨૭॥

દોહા

જેહિ જેહિ ગામ ગયે રયે, કયે તિનકે નામ ॥

રસ્તાકે કૈ રહી ગયે, સો ન કયે ગામ નામ ॥૨૮॥

વરતાલ્યસેં દક્ષિન દિશ, ગામ ગુનકે ધામ ॥

સો કહું સુનિયો સબે, જ્યાં ગયે હે ઘનશ્યામ ॥૨૯॥

ચોપાઈ

ગામ બાકરોલ ગયે બહુનામી, સુંદર શ્યામ સંતકે સ્વામી ॥

આનંદ ગામે ગયે પ્રાનપતિ, દેખી દુષ્ટ દાઝે ઉર અતિ ॥૩૦॥

સાંકરદામેં આયે સુખકારી, રહે રાત ભક્તભયહારી ॥

શેહેર બડોદરે આયે સુખદાતા, કહું કછુંક મેં તાહિકી બાતા ॥૩૧॥

નૃપ પ્રભુ પધરાવન કાજા, આયે સામૈયે ગજ બહુ બાજા ॥

ગાજતે વાજતે ઘરું3 પધરાયે, કરે વિનય પરે પ્રભુકે પાયે ॥૩૨॥

કિની પૂજા ષોડશ પ્રકારા, ધૂપ દીપ કર આરતી ઉતારા ॥

કર જુગ જોડી કહત નરેશા, હમ હે તુમારે કહી નામે શીશા ॥૩૩॥

પીછે પ્રભુજી આયે હે ઉતારે, આયે દર્શને શહેર લોક સારે ॥

બડેબડેકે મોડે4 હે માના, અતિ સામર્થી દેખાઈ ભગવાના ॥૩૪॥

તિયાં રહે હરિ દિન તીના, પીછે ચલે પ્રભુજી પ્રવીના5

જ્યાં જ્યાં ગયે જગ આધારા, ત્યાં ત્યાં કિયે જીવ ભવપારા ॥૩૫॥

દોહા

ઐસે અટન6 અવનિ કરી, જગજીવન જન હેત ॥

જેહિ જન નીરખે નાથકું, સો જાય નહિ જમનિકેત7 ॥૩૬॥

ચોપાઈ

એકલબારે આયે એક દના, હરિ ફિરિ કરે પૃથવી પાવના ॥

ગામ ડભાસે આયે દયાળુ, લતીપુર પધારે કૃપાળુ ॥૩૭॥

ગામ પાદરે આયે પરબ્રહ્મ, નેતિ નેતિ જાકું કહત નિગમ ॥

સરસવનીમેં આપે હરિ આયે, નાથ નીરખીકે જન સુખ પાયે ॥૩૮॥

ગામ સોખડે ગયે સુખદાઈ, રહે રાત એક હરિ ત્યાંઈ ॥

ગામ દોરામેં આયે હે દયાળુ, ભક્તવત્સલ ભક્તપ્રતિપાળુ ॥૩૯॥

ગામ ટંકારિયે રયે હરિ રાતે, ત્યાંસે પ્રભુજી ચલે હે પ્રભાતે ॥

ગામ સિતપર અળદર આયે, હરિજનકે મન અતિ ભાયે ॥૪૦॥

દોહા

પરમારથ હેત કારને, ફિરત હે ગામોગામ ॥

દૂર નિકટ દેશ વિદેશકું, ગનત નહિ ઘનશ્યામ ॥૪૧॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે પંચમો વિશ્રામઃ ।

 

વિશ્રામ 🏠 home ગ્રંથ મહિમા વિશ્રામ ૧ વિશ્રામ ૨ વિશ્રામ ૩ વિશ્રામ ૪ વિશ્રામ ૫ વિશ્રામ ૬ વિશ્રામ ૭ વિશ્રામ ૮