હરિવિચરણ

વિશ્રામ ૬

ચોપાઈ

પીછે પ્રભુજી ગયે ઝાડેસરે, ત્યાંસે નાથ નર્મદા ઉતરે ॥

માછીપુરમેં રયે હે મહારાજા, કિયે કૃપા કરી કિરકે1 કાજા ॥ ૧ ॥

રયે ચોકીમેં રજની જામ ચારુ,2 ત્યાંસે ઉઠકે ચલે હે સવારુ ॥

ત્યાંસે આયે ગામ કોસાલા, તાપી સરિતા ઉતરે દયાળા ॥ ૨ ॥

મસ્તુબાગમેં કિયે હે ઉતારા, આયે દરશને જન અપારા ॥

સુરત શહેરેમેં આયે સુખકારી, નીરખી નિહાલ ભયે નરનારી ॥ ૩ ॥

જે જન નીર્ખે નાથ નેનું ભરી, સોયે અનાથ નોયે પીછે ફરી ॥

જાને અજાને જોયે અવિનાશી, સો સબ ભયે હરિધામ નિવાસી ॥ ૪ ॥

એસી મૂર્તિ સુરતમેં આઈ, કરી લીળા જનમન ભાઈ ॥

ધન્ય ધન્ય એ ભગતકી ભક્તિ, જ્યાંહિ પધારે આપે પ્રાનપતિ ॥ ૫ ॥

દિવસ સપ્ત તિયાં નાથ રયે હે, ત્યાંસે પ્રભુજી પીછે ગયે હે ॥

હિરત ફિરત દેત દરશન જનકું, દેખત ગામ પુર પત્તનકું ॥ ૬ ॥

દોહા

ધર્મકુંવર ધર્મપુરે, જાનન3 કિયે વિચાર ॥

એક મુમુક્ષુ જીવ હિત, તારે બહુ નરનાર ॥ ૭ ॥

ચોપાઈ

એક દિન હરિ આયતે ઉધને, નીરખી લાવો લિયો જન મને ॥

હાર અપાર પહેરાયે નાથકું, લાયે મિઠાઈ જમાયે સાથકું ॥ ૮ ॥

દિયે હે દરશન જનકું દયાળે, ત્યાંસે ચલે પ્રભુ પ્રાતઃકાળે ॥

ચિખલીમેં પ્રભુ રયે પો’ર ચારું, ત્યાંસે શ્યામ ચલે હે સવારું ॥ ૯ ॥

પનછ ગામમેં આયે પ્રાનનાથા, નિજસેવક સંત હે જ્યું સાથા ॥

ધન્ય ધન્ય ધર્મપુર ધન, જિયાં વસત વિવેકી હરિજન4 ॥૧૦॥

સત્ય અસત્ય રુ સાર અસારા, તિનકું તપાસી કિયે નિરધારા ॥

બોહોત મત પંથ ભેખ દેખે, ધન ત્રિય ત્યાગી પુરુષ ન પેખે ॥૧૧॥

શોધત શોધત મિલે સાચા સંતા,5 જિનકું મિલે હે પ્રગટ ભગવંતા ॥

સોઈ સંતને કરી બહુ વાતા, પ્રભુ બતાયે સહજાનંદ સાક્ષાતા ॥૧૨॥

સોહિ સુનકે અંતર આંટી પારી, સો તો ન ઉખરે કિનકી ઉખારી ॥

પીછે દરશકી તરસ6 ભઈ ભારી, સોયે પધારે ઘેરે સુખકારી ॥૧૩॥

નીરખી નાથ ભઈ ગદગદ ગીરા, દોય નયનમેં ચલે હે નીરા ॥

પીછે બોલાયે નાથ કરી હેતા, તબ તને બાઈ હોઈ સચેતા7 ॥૧૪॥

લાગી પાય વિનય બહુ કીના, રાજ્ય મહારાજ મેં તુમકું આ દીના ॥

ઐસા સુનકે બોલે હરિ તૈયે, રાજ્ય હમારે સ્વપને ન ચૈયે8 ॥૧૫॥

તુમહિ કરો રાજ્ય તુમારા, અંતરમેં રખો પ્રભુજી પ્યારા ॥

ઐસે કહી કર્યે ત્યાં સમૈયે, ત્યાંસે વાલ્યમ વાંસદામેં ગયે ॥૧૬॥

દોહા

વિવિધ ભાતકી વાંસદે, હરિ કરી હે લીળા ત્યાંય ॥

દેઈ દરશન સબકું, પ્રભુ આયે ધર્મપુર માંય ॥૧૭॥

ચોપાઈ

એક દિન આયે અંકલેસરમેં, રયે રાત ત્યાં આનંદભરમેં ॥

શેહેર ભરોચમેં આયે ભગવાના, દિને જનકું દરશન દાના ॥૧૮॥

ગામ નામ મોવા એક સારા, ત્યાંહિ પધારે તે પ્રાન આધારા ॥

મોતા ગામ કોસમડી કહેજ્યું, જીતાલીમેં જગદીશ રહેજ્યું ॥૧૯॥

ગામ સોમોર આયે અવિનાશી, જન કારન ફિરત સુખરાશી ॥

ગામ વગોસને આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા ॥૨૦॥

બુવા ગામમેં બહુ હરિજન, રહી રજની દિયે દરશન ॥

શહેર આમોદ ગામ કેરવાળા, ત્યાંહિ પધારે તે દીનદયાળા ॥૨૧॥

ગામ કારેલે રજની રયે હે, ભોજ ગામમેં ભગવાન ગયે હે ॥

ગામ ગજેરા વડું કાવખાંના, જ્યાંહિ રયેતે શ્યામ સુજાના ॥૨૨॥

ગામ ચોકારીસે ચલે દયાળુ, મહિ ઉતરે દીન પ્રતિપાળુ ॥

ગામ ગાજને પ્રભુજી પધારે, નીરખી નાથ જનમ સુધારે ॥૨૩॥

ગામ ઉમલાવ્યમેં હરિ આયે, સબ જનકે મન અતિ ભાયે ॥

ગામ રુંદાવલ્યમેં રહે જેહિ જન, નીરખી નાથ સો ભયે પાવન ॥૨૪॥

ઐસે ફિરત હે નાથ પૃથવિ, તારન જીવ કારન કહે કવિ ॥

જો જો નજરે ચડે નરનારી, સોઈ જાત નહિ જમકે દ્વારી ॥૨૫॥

ગિનત ગિનત ગિને બહુ ગામ, જ્યાંહિ પધારે હે શ્રીઘનશ્યામ ॥

કયે કેતે રહી ગયે ઘને, સબે સંભારી કેતે નહિ બને ॥૨૬॥

આસ પાસ નહિ અનુકરમેં,9 કયે કછુક હરિ ફિરે જે ઘરમેં10

ભક્ત અભક્તકે ગામ સબ વરને,11 હરિજનકું ચિંતવન કરને ॥૨૭॥

ઐસે ફિરી હરિ આયે ગઢડે, એહ ભૂમિકે ભાગ્ય હે જ્યું બડે ॥

શ્રીઘનશ્યામ મૂર્તિ સુખકારી, નીરખી સુખી ભયે નરનારી ॥૨૮॥

કંઈક જીવકું દરશન દિના, કેતનેક સુની સમરન કિના ॥

પ્રભુ પ્રગટ સુની જન કાને, દેશ પ્રદેશથી આયે જન તાને ॥૨૯॥

જીવ જિજ્ઞાસુ જગતમેં જોઈ, સોતો સુનીકે રયે નહિ કોઈ ॥

જે જનકું ભનક પડી કાનું, સો સબ ધામકે વાસી મેં માનું ॥૩૦॥

આગે બહુત ભયે હે અવતારા, દૈવી જીવકા કિયા હે ઉદ્ધારા ॥

દૈવી આસુરી જીવ જો જગમેં, સો સબ ચલાયે મુક્તકે મગમેં12 ॥૩૧॥

આપ પ્રતાપે ઉદ્ધારે જન અતિ, વાકી ગિનતે ન હોયે ગિનતિ ॥

નરનાર ઉદ્ધારે અપારા, સો શઠ ચાયે કરન નિરધારા ॥૩૨॥

દિયે હે બહુત જીવકું અભયદાના, અતિ સામર્થી વાવરી ભગવાના ॥

આપ સંબંધે અરુ મૂર્તિકે દ્વારે, સંત વાતસે બહુ જીવ તારે ॥૩૩॥

સતસંગી બાઈ ભાઈકી બાતે, તારે જીવ સો કયે ન જાતે ॥

પીછે કિયે આચાર્યજ દોઈ, તારન જીવ કારન કહું સોઈ ॥૩૪॥

એહ પંચુમેં13 કોયેકો પ્રસંગા, જો મિલે તો મિલત સુખ અભંગા14

ઐસે બહુવિધ કિન ઉદ્ધારા, વાકું કહત ન આવત પારા ॥૩૫॥

અનંત જીવ લિયે હરિ શરને, દિને સુખ સો જાત ન વરને ॥

દેશ વિદેશ વન ગિરિ જ્યાંઈ, તારે જીવ રહેતે જ્યું ત્યાંઈ ॥૩૬॥

પુર નગર ગામ અરુ ઘોષા,15 તિનકું મિલી કરે જન અદોષા ॥

દેઈ દરશ સ્પરશકો દાના, બહુત જીવકો કિયો કલ્યાના ॥૩૭॥

પશુ પંખી પન્નગકું તારે, સ્થાવર જંગમ બહોત ઉદ્ધારે ॥

જો જો નજરુ આયે અસુધારી,16 સો સો સુખ પાયે અતિ ભારી ॥૩૮॥

તાકો આશ્ચર્ય માનો મત કોઈ, સબ શિર શ્યામ આયે હે સોઈ ॥

તાસે જીવકો હોય કલ્યાના, નિઃસંદેહ એહ વાત નિદાના ॥૩૯॥

સબ કારનકો કારન જેહી, સબ અવતારકે અવતારી એહી ॥

સો નરતન ધરી હરિ આપે, તારે જીવ બહુ આપ પ્રતાપે ॥૪૦॥

હરિ વિચરનકી કહી બાતી, જથારથ કહી કોયે નહિ જાતી ॥

એતની સુનકે રહો આનંદા, ઐસે કહત હે નિષ્કુલાનંદા ॥૪૧॥

સોરઠા

હરિવિચરનકી વાત, કહી સુની મેં દેખી દગકી ॥

જ્યું હે ત્યું સાક્ષાત, કેતે ન બને કવિ કોટિસે ॥૪૨॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે ષષ્ઠો વિશ્રામઃ ।

 

વિશ્રામ 🏠 home ગ્રંથ મહિમા વિશ્રામ ૧ વિશ્રામ ૨ વિશ્રામ ૩ વિશ્રામ ૪ વિશ્રામ ૫ વિશ્રામ ૬ વિશ્રામ ૭ વિશ્રામ ૮