હરિવિચરણ
વિશ્રામ ૪
દોહા
ગામ ધોલેરે આયકે, દિયે સબકું દરશન ॥
નીરખી જન નિજનાથકું, મગન ભયે હે મન ॥ ૧ ॥
ચોપાઈ
ધન્ય ધન્ય ધોલેરા ગામ, જિયાં ભક્ત રહત નિષ્કામ ॥
પંચવ્રત પર પ્રીત હે ઘની, ગ્રહી ટેક ન તજે આપની ॥ ૨ ॥
ઐસે ભક્ત દેખી ભગવંતા, ભયે હે રાજી આપે જ્યું અત્યંતા ॥
સતસંગી સબ દેખે શિરોમની, સંતકી સેવામેં શ્રદ્ધા ઘની ॥ ૩ ॥
ઐસે ભક્ત દેખી ભયે રાજી, બોલાયે ભક્ત ભાવિક પૂંજાજી ॥
સુનહો પૂંજાજી પરમ વિવેકા, આંહિ મંદિર કરિયે કહું એકા ॥ ૪ ॥
તામે બૈઠાયે સુંદર મૂરતિ, જો તમકું હોય વાત એ ગમતી ॥
તબ બોલ્યા પૂંજાભાઈ હરિજન, અંતરજામી સ્વામી ધન્યધન્ય ॥ ૫ ॥
એહ ઘાટ હૈ મેરે હૈયે, સો તમ કહે નાથ વિન કૈયે ॥
મનોરથ એ હે મેરા મનકા, કરી રાખેતે બોહોત દનકા ॥ ૬ ॥
એહ દેશમેં સંત ન ઠેરે, રહિકે રાત ચલત સવેરે ॥
જો કરો મંદિર આંહિ મહારાજા, તો રહે સબ સંતનકો સમાજા ॥ ૭ ॥
યું કહિ જોરે સબે જુગ પાનિ, તબ બોલે પ્રભુજી સુખદાનિ ॥
સુનહું સતસંગી ભક્ત હમારે, કરિહું મંદિર સુંદર સારે ॥ ૮ ॥
ઐસે કહિ મંદિર કરાવા, તામે મદનમોહન પધરાવા ॥
મદનમોહનજી બેઠાયે મંદિરમેં, કિયા એ કાજ મહારાજે અચિરમેં1 ॥ ૯ ॥
મદનમોહન શોભત અતિઅતિ, પાસે બેઠાઈ આપકી મૂરતિ ॥
એતને કામ કરીકે મહારાજા, ચલે આપે રાજ અધિરાજા ॥૧૦॥
ગામ ગોરાસે ગયે ગિરધારી, પીને2 ત્યાં જઈ સુંદર વારિ ॥
સોઢી આકરુ કાદિપુર ભડિયાદે, આમલી નવાગામ ભોલાદે ॥૧૧॥
કમિતાલ કોઠડિયા સર્ગવાળા, રતનપુર ફેદરા રૂપાળા ॥
ઝિંઝર ગામે ગયે ગુનવંતા, સંગે સંઘ હતે બહુ સંતા ॥૧૨॥
ગામ ખરડમેં આયે હે નાથ, બોત ઘૃતે જન જમાંયે નિજ હાથ ॥
ગામ ગાંફકે હે ભક્ત ઉદારા, ત્યાં તો પધારે પ્રભુ બહુવારા ॥૧૩॥
પછમ ગામ પીપલી કહત હે, ભલે ભક્ત તાહિમેં રહત હે ॥
કમિયાળાકી કહું ક્યા બડાઈ, વેરમવેર3 જ્યાં આયે સુખદાઈ ॥૧૪॥
ખસતા ખડોળ રોઝકે રયેહે, જસકા ગામ ધંધુકે ગયેહે ॥
ઐસે ભાલમેં ફિરે ભગવંતા, દઈ દરશ બહુ ઉદ્ધારે જંતા ॥૧૫॥
દોહા
બારામે બહુ ગામ હે, કહું તાહિકે નામ ॥
જગજીવન જ્યાં જ્યાં ગયે, ભયે સો પૂરણકામ ॥૧૬॥
ચડોતરકે ચિંતવી, કહું ગનીકે ગામ ॥
સોઈ જાગ્ય સંભારિયે, જ્યાં ગયે હે સુખધામ ॥૧૭॥
ચોપાઈ
ગળિયાના વરસડે બહુવારા, ગયે દુઘારિયે પ્રાન આધારા ॥
આડેવા બરોડામેં બહુનામી, આયે પુનાદસે ચાંગડે સ્વામી ॥૧૮॥
દેથલી લિંબાસી ગામ સાહેલા, તિયાં આપે ગયે અલબેલા ॥
ઈદરનજ ખાનપુરમાંઈ, ગામ ગોલાને ગયેતે સુખદાઈ ॥૧૯॥
મિતલી ગુડેલ ગોરાડ્ય ગામા, બુધેજમાં બહુ કિયે વિસરામા ॥
ગામ મોરજ્ય ઊંટવાળા ખંભાત્યે, બદલપુરમેં રયે હરિ રાત્યે ॥૨૦॥
ગામ દેવાણ ગયે અવિનાશી, બોચાસનમેં રયે સુખરાશી ॥
સેરડી ઝિલોડ બામણગામા, તિયાં પધારે તે સુખધામા ॥૨૧॥
ગામ બોરસદ અરું સુંદરના, વેરે પધારે હે અશરન શરના ॥
દેદરડા દાવોલ ગામ ગાંના, તિયાં ગયે રયે આપે ભગવાના ॥૨૨॥
વલાસન કરમસદ કૈયે, ગામ જોળ્યે સુનાવ સો લૈયે ॥
ધન્ય ધન્ય વરતાલ્યકે વાસી, જિયાં બહુત રહે સુખરાસી ॥૨૩॥
કિયે સમૈયા ઉત્સવ અનંતા, તિયાં મિલે સત્સંગી બહુ સંતા ॥
દિયે દરશ સ્પરશ દિન રાતી, કિયે સંત સુખી બહુભાતી ॥૨૪॥
પીછે કિયે ત્યાંહિ મંદિર તીના, તામેં બેઠાયે અતિ મૂરતિ નવીના ॥
બાંધે ધામ શ્યામ સુખકારી, કરહી દરશન બહુ નરનારી ॥૨૫॥
જોજો જન દરશન કરહી, સોઈ જન ભવફેરા ન ફરહી ॥
સતસંગી સંતકું આપે કૈયે, ઇયાં આવના દોઉ સમૈયે ॥૨૬॥
રામનૌમી પ્રબોધની એકાદશી, વિન તેડે ત્યાં આવના હુલસી ॥
ઐસે આગન્યા કરી હરિ આપે, માની લીની સબ જન નિષ્પાપે ॥૨૭॥
પીછે પધારે પ્રભુ જેહિ ગામા, સુનો સબે કહું તીનકે નામા ॥
ગામ સંજાયા ચાંગા રુ વળોટે, રોન્ય આખરોલ્ય ભક્ત હે મોટે ॥૨૮॥
જેંડવેપરે પ્રભુજી પધારે, નરસંડામેં આનંદ વધારે ॥
કણઝરી બોરિયાવી જો કયે, સામરખામેં રાત હરિ રયે ॥૨૯॥
પણસોરા ઉમરેઠ ડાકોરકું, ગયે હરિ ત્યાં દેખે હે ઠાકોરકું ॥
ગામ થામના હિરંજ ચુણેલે, તિયાં ગયેતે આપે અલબેલે ॥૩૦॥
વરતાલ્યસે વારુની4 દિશમેં, કહું ગામ હરિજન હે જિસમેં ॥
બાંધની ગામ મેળાવ્ય પીપલાવ્યે, તિયાં શ્રીહરિ બહુ વેર આવ્યે ॥૩૧॥
ગામ પાળજ આયે ત્રંબોવાડે, દેઈ દરશ હરખ પમાડે ॥
તારાપુર સોજીતરા સોઈ, રોનજ કોઠાવી દેખે હે દોઈ ॥૩૨॥
ડાલી મંગરોલ્ય મયારી પરિયજે, સંજીવાડાકા જન મન રજે5 ॥
વસુ અલંદરે ગયેતે મહારાજા, ગયે માતરમેં નિજજન કાજા ॥૩૩॥
શે’ર ખેડા રધવાનજ રયે, ગામ પલાના ડભાનમેં ગયે ॥
તિયાં વસત હે બહુ હરિજન, દેખી અનઘ ત્યાં કિયે હે જગન ॥૩૪॥
અતિ સામર્થી દેખાઈ ત્યાં શ્યામ, પીછે ચલે દેખન જન ગામ ॥
ગામ હાથરોલી વનસર વાસી, ગયે બિલોદરે શ્યામ સુખરાશી ॥૩૫॥
નડિયાદ પિપલગ પધારે, બામનોલીમેં આનંદ વધારે ॥
ગામ ટુંડાવ પીયજ દેગામે, દિયે જનકું દરશન શ્યામે ॥૩૬॥
દોહા
ઐસે હરિ ફિરી અવની, કિની ચરન અંકિત ॥
સો ધરા પર જન હે, વાકે ભાગ્ય અમિત ॥૩૭॥
ચોપાઈ
ગામ અરેરે ગયે સુખસિંધુ, મેમદાવાદમેં આયે દીનબંધુ ॥
ગામ વડથલ સુંજ હે સારે, ડડુસરમેં પ્રભુજી પધારે ॥૩૮॥
કઠલાલ્યમેં આયે હે કૃપાળુ, ગયે તોરને જન પ્રતિપાળુ ॥
આંતરોલી ઊંટડિયે મહાદેવ, તિયાં ગયે દેવાધિદેવ ॥૩૯॥
લુવાડ્ય સલકી ઘોડાસરમેં, રહે હાથરોલી આનંદ ભરમેં ॥
કુના ગામ અરુ વાંઠવારી, તિયાં પધારે હે શ્યામ સુખકારી ॥૪૦॥
ગામ માંકવા રુ કેશારા કહાઈ, હરિપુર ગયે સંત સુખદાઈ ॥
ગામ ગામડી મઈજે મહારાજા, આયે વિસ ચોસર જન કાજા ॥૪૧॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે ચતુર્થો વિશ્રામઃ ।