ચોસઠ પદી

ગ્રંથ મહિમા

આ ચોસઠ પદી ગ્રંથમાં આઠ-આઠ પદનાં આઠ પ્રકરણો છે. તેથી આ ગ્રંથનું ‘ચોસઠપદી’ એવું અન્વર્થ નામ છે. આ ગ્રંથ મુખ્યત્વે ત્યાગીઓને ઉદ્દેશીને લખેલો જણાય છે. તેમાં આટલા વિષયો ઉપર સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અદ્‌ભુત કલમ ચલાવી છે.

  • સંત-અસંતનાં લક્ષણો
  • સાચા સંતનો મહિમા
  • ત્યાગીને વૈરાગ્ય તથા જીવનધ્યેય સંબંધી ઉપદેશ
  • સર્વોપરી શ્રીહરિનો મહિમા
  • શ્રીહરિ તથા સંતો સાથે દાસ ભાવે વર્તવાની ટકોર
  • અંતઃશત્રુઓથી સાવધાન રહેવાની ભલામણ
  • સાચા સંતનો સમાગમ તથા અસંતનો ત્યાગ કરવાની ભલામણ
  • મનને ઉપદેશ
  • અક્ષરધામની વિશેષતા
  • પ્રગટ પ્રાપ્તિનો કેફ અને અક્ષરધામનું વર્ણન

જેણે પુરુષોત્તમને પામવા માટે જ સંસાર છોડ્યો હોય, તેવા ઉત્તમ મુમુક્ષુ માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે. એવા જ ધ્યેયવાળા ગૃહસ્થ ભક્તોને પણ ઘણું બળ પ્રેરે તેવો છે. આ ગ્રંથથી હજારો ત્યાગીને પુષ્કળ બળ મળ્યું છે ને મળતું રહેશે. ઘણા સંતો આ ગ્રંથ કંઠસ્થ કરીને ગાયા કરે છે ને ભગવાન તરફ ઝડપથી આગળ વધે છે. આપણે પણ તેનો ઉપયોગ કરીએ. આ ગ્રંથ રચનાનો સમય તથા સ્થાન પ્રસિદ્ધ નથી.

પદ 🏠 home ગ્રંથ મહિમા પદ: ૧-૮ પદ: ૯-૧૬ પદ: ૧૭-૨૪ પદ: ૨૫-૩૨ પદ: ૩૩-૪૦ પદ: ૪૧-૪૮ પદ: ૪૯-૫૬ પદ: ૫૭-૬૪