ચોસઠ પદી
પદ ૫૭-૬૪
style="width:100%" id="prakash_audio" onended="advance(p)">
પદ - ૫૭
એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય આવ્યો;
આવ્યો સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો... ૧
ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી;
કરી દેહબુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરિ... ૨
હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય જાણી આપે;
આપે વિચાર્યું અંતરમાંય, તેહ તપે નહિ તાપે... ૩
તાપે તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી;
તજી નિષ્કુળાનંદ સંશે શોક, ભાવે લીધા પ્રભુને ભજી... ૪
પદ - ૫૮
ભજી ભલી ગઈ1 છે જો વાત, પુરુષોત્તમને પામી;
પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી... ૧
ખામી ભાંગી ખરી થઈ ખાટ,2 ખોયા દી’ની3 ખોટ્ય ટળી;
ટળી ગયા સર્વે ઉચ્ચાટ,4 શ્રી ઘનશ્યામ મળી... ૨
મળી મોજ5 અલૌકિક આજ, આવ્યું સુખ અતિ અંગે;
અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે... ૩
સંગે રહીશ હું તો સદાય, સુખકારી શ્યામ જાણી;
જાણી નિષ્કુળાનંદ મનમાંય, રહું ઉર આનંદ આણી... ૪
પદ - ૫૯
આણી6 આંખ્યે મેં જોયા જીવન, સહજાનંદ સ્વામી;
સ્વામી દોયલી7 વેળાનું ધન, પામી દુઃખ ગયાં વામી... ૧
વામી વેદના મારી આ વાર, શરણ શ્રીજીનું લઈ;
લઈ મું અર્થે અવતાર, આવિયા આપે સઈ8... ૨
સઈ કહું આ સમાની રીત, આજ આડો આંક વળ્યો;9
વળ્યો દિવસ10 થઈ મારી જીત, સંશય શોક ટળ્યો... ૩
ટળ્યો કાળની ઝાળનો ત્રાસ, પૂરણ સુખ પામ્યો;
પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ,11 ફૂલી ત્રિલોકે ન શામ્યો... ૪
પદ - ૬૦
શામ્યો12 અસત સુખનો ઉછાહ, સુરતિ13 સાચામાં લાગી;
લાગી પ્રભુપદની જો ચાહ, બીજી ભૂખ સર્વે ભાગી... ૧
ભાગી આ લોકસુખની આશ, નિરાશે નિરાંત થઈ;
થઈ પરી એ સર્વે કાશ,14 અન્ય અભિલાષા ગઈ... ૨
ગઈ સુરતિ15 સહુની પાર, અક્ષરધામે ધાઈ;16
ધાઈ ઇચ્છતાં સુખ સંસાર, તેમાં ન દીઠું કાંઈ... ૩
કાંઈ માને બીજે તેનું મન? મહાસુખ મોટું જોઈ;
જોઈ નિષ્કુળાનંદ મગન, મનમાં રહ્યો મોઈ... ૪
પદ - ૬૧
મોહી રહ્યા જેને મુનિરાજ, ત્યાજ17 તનસુખ કરી;
કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી... ૧
ફરી ફસવું જે ફંદમાંય,18 એવું ન રાખ્યું એણે;
એણે કરવું રાખ્યું નહિ કાંય, તલ એકભાર તેણે... ૨
તેણે નજર પોં’ચાડી છે નેક,19 શાબાશ સમજણ એની;
એની મતિ પોં’ચી ગઈ છેક, હું બલિહારી20 તેની... ૩
તેની જોડ્યે આવે કહો કોણ, વાત વિચારી જોઈ;
જોઈ નિષ્કુળાનંદ એવું જોણ,21 કહે ધન્ય સંત સોઈ22... ૪
પદ - ૬૨
સોઈ સુખ પામવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે;
ઇચ્છે ભવ બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે... ૧
રહે છે આશા એવી ઉરમાંય, મને મહાસુખ લેવા;
લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઈ ઇચ્છે દેવા23... ૨
દેવા ઉપમા એહને24 એક, જોતાં બીજી જડતી નથી;
નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી25... ૩
કથી કહ્યું એ ધામનું સુખ, વરણવી વળી વળી;
વળી નિષ્કુળાનંદ કે’ શું મુખ, દુઃખ જાય એને મળી... ૪
પદ - ૬૩
મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોય;
સોય કહું દૃષ્ટાંતની માંય, જાણો કાચભૂમિ હોય... ૧
હોય કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી;
વળી તેજ તેજ ત્યાં અંબાર,26 રહે બહુ ઝળમળી... ૨
મળી પૂરણ દીશે પ્રકાશ, એકરસ તેજ એવું;
એવું ધામમાંઈ છે ઉજાશ, એ વિના કહીએ કેવું... ૩
કે’વું કેડે27 નથી હવે કાંય, સમજો તો સમજો સાને;28
સાને29 નિષ્કુળાનંદ ન ગાય? જેને આવ્યું એવું પાને30... ૪
પદ - ૬૪
પાને31 લખ્યાં આ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી;
શોધી32 જોજો સહુ સારી પઠ્ય,33 જેવી હોય જેની બુદ્ધિ... ૧
બુદ્ધિમાંહી તે કરી વિચાર, સવળું સાર ગ્રહેજો;
ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો... ૨
દેજો માં વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી;
આણી હૈયામાંઈ ઘણી હોંશ, મંડો સહુ સુખ જાણી... ૩
જાણી જોઈને આળસ અંગ, રતિ એક રખે રહે;34
રહે નિષ્કુળાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે35... ૪
ચોસઠ પદી સમાપ્ત બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય
Chosath Padi
Pad 57 - 64
Pad - 57
Evā Dhāmne pāmvā kāj, avsar amūlya āvyo;
Āvyo sukhno maḷī samāj, bhalo ati man bhāvyo... 1
(1) A priceless opportunity to attain that abode has arrived. Excellent methods of attaining that bliss have come together and my mind greatly relishes this moment.
Bhāvyo e ras jehne ur, teṇe pīvā pyās karī;
Karī dehbuddhi vaḷī dur, ek ur rākhyā Hari... 2
(2) One who has tasted that bliss will thirst for it by mentally detaching from the body and beholding only God in their heart.
Hari vinā rākhyu nahi kāy, asatya jāṇī āpe;
Āpe vichāryu antarmāy, teh tape nahi tāpe... 3
(3) He has not kept anything other than God, understanding all else to be false. He has thought about this in his heart and he does not allow any suffering. (Here tāp refers to trividh tāp - the three types of suffering.)
Tāpe taptā jāṇī trilok, īchchhā urthī tajī;
Tajī Nishkuḷānand sanshay shok, bhāve līdhā Prabhune bhajī... 4
(4) Having known the three realms to be burning in misery, he has renounced all desires from the heart. Nishkulanand Swami says, “Having given up all doubts and grief, he lovingly worshiped God.”
Pad - 58
Bhajī bhalī gaī chhe jo vāt, Purushottamne pāmī;
Pāmī pragaṭ Prabhu sākshāt, kaho kāī rahī khāmī... 1
(1) Having attained God, a great thing has been attained. Having attained the manifest God before one’s eyes, tell me, what deficiency remains?
Khāmī bhāngī kharī thaī khāṭ, khoyā dī nī khoṭya ṭaḷī;
Ṭaḷī gayā sarve uchchāt, Shrī Ghanshyām maḷī... 2
(2) After attaining Shri Ghanshyam, all deficiencies have been broken while attaining a true benefit. The empty voids of lost days and all anxiety have come to an end.
Maḷī moj alaukik āj, āvyu sukh ati ange;
Ange karvu na rahyu kāj, maḷī Mahārāj sange... 3
(3) By attaining God, I have attained extreme happiness that is beyond the world’s comprehension; I have nothing remaining to accomplish.
Sange rahīsh hu to sadāy, sukhkārī Shyām jāṇī;
Jāṇī Nishkuḷānand manmāy, rahu ur ānand āṇī... 4
(4) Knowing God to be the only source of happiness, I will stay with him forever. Nishkulanand Swami says that just knowing this, I remain in a joyful state.
Pad - 59
Āṇī ānkhye me joyā jīvan, Sahajānand Swāmī;
Swamī doyli veḷānu dhan, pāmī dukh gayā vāmī... 1
(1) With my own eyes, I have seen Sahajanand Swami. That moment (of meeting Maharaj) is extremely rare and worth more than any wealth. Attaining him has destroyed all my misery.
Vāmī vednā mārī ā vār, sharaṇ Shrījīnu laī;
Laī mu arthe avatār, āviyā āpe saī... 2
(2) Taking Maharaj’s refuge has extinguished all my anguish. He truly has incarnated on earth just for me.
Saī kahu ā samānī rīt, āj āḍo ānk vāḷyo;
Vāḷyo divas thaī mārī jīt, sanshay shok ṭāḷyo... 3
(3) Let me tell you the true ways of this time (when Maharaj manifested). The days have turned a corner (the impossible has been achieved today). My days have turned for the better and victory is mine. All my doubts and grief have been destroyed.
Ṭāḷyo kāḷnī jhāḷno trās, pūraṇ sukh pāmyo;
Pāmyo Nishkuḷānand ullās, fūlī triloke na shāmyo... 4
(4) I have been cured of the pangs of time (having to undergo the futile cycle of births and deaths) and have attained complete bliss. Nishkulanand Swami says, “I’m filled with more bliss than can fit in the three realms.”
Pad - 60
Shāmyo asat sukhno uchhāh, surati sāchāmā lāgī;
Lāgī Prabhupadnī jo chāh, bījī bhukh sarve bhāgī... 1
(1) All enthusiasm for vain happiness of the world has quelled as my love is fixed on the eternal (God). I no longer hunger for anything as my only desire is God’s feet.
Bhāgī ā loksukhnī āsh, nīrāshe nīrānt thaī;
Thaī parī e sarve kāsh, anya abhilāshā gaī... 2
(2) Expectations of worldly happiness is gone and I am left with peace and contentment. All my troubles are gone and other desires have fled.
Gaī sūrati sahuni pār, Aksharadhāme dhāī;
Dhāī īchchhtā sukh sansār, temā na dīṭhu kāī... 3
(3) My focus has gone beyond worldly happiness, straight to Akshardham. I did not see any worth in wishing for worldly pleasures.
Kāī māne bīje tenu man? mahāsukh moṭu joī;
Joī Nishkuḷānand magan, manmā rahyo moī... 4
(4) How can his mind settle for anything else? For he has experienced this great bliss. Nishkulanand Swami is happy and his mind remains infatuated by the greater bliss (of Akshardhām).
Pad - 61
Mohī rahyā jene munirāj, tyāj tansukh karī;
Karī līdhu chhe potānu kāj, fero nathī rākhyo farī... 1
(1) Those who are infatuated by Maharaj, having renounced all bodily happiness, has completed all of his (spiritual) work and has ensured he will not fall into the cycle of births and deaths.
Farī fasvu je fandmāy, evu na rākhyu eṇe;
Eṇe karvu rākhyu nahi kāy, tal ekbhār teṇe... 2
(2) He has not kept anything that will trap him in misery again; he has ensured he has nothing left to be done, even as slight as a sesame seed.
Teṇe najare po’chāḍī chhe nek, shābāsh samjaṇ enī;
Enī matī po’chī gaī chhek, hu balihārī tenī... 3
(3) Congratulations to the one who has kept his focus on the true path; I am at the service of the one whose thoughts have gone all the way to God.
Tenī joḍye āve kaho koṇ, vāt vichārī joī;
Joī Nishkuḷānand evu joṇ, kahe dhanya sant soī... 4
(4) Who can be compared to such an individual? Think about this. Knowing that, Nishkulanand Swami says such a Sant is fortunate.
Pad - 62
Soī sukh pāmavāne kāj, moṭā manmāy īchchhe;
Īchchhe Bhav Brahmā Surrāj, maḷvā manmā rahe chhe... 1
(1) Even the great Shiva (Bhav), Brahmā, and Indra, etc., desire to meet such a Sant and attain that bliss.
Rahe chhe āshā evī urmāy, mane mahāsukh levā;
Levā ānand īchchhā sadāy, dalmāī īchchhe devā... 2
(2) That desire for great bliss remains in the hearts of the deities and that desire constant.
Devā upma ehne ek, jotā bījī jaḍtī nathī;
Nathī chhānī e vārtā chhek, kahevāy chhe kathī kathī... 3
(3) There is no one who can be compared to him. This talk is not a secret; it has been told again and again.
Kathī kahyu e dhāmnu sukh, varaṇvī vaḷī vaḷī;
Vaḷī Nishkuḷānand ke’ shu mukh, dukh jāy ene maḷī... 4
(4) I have described the bliss of that divine abode again and again. Nishkulanand Swami says, “Having met him, my pain disappears.”
Pad - 63
Maḷī Mahārājne munirāy, sahu sukh pāme soy;
Soy kahu drashṭāntni māy, jāṇo kāchbhumi hoy... 1
(1) Having met Maharaj, everyone undoubtedly achieves all bliss. I will give the example of a glass world (to describe Akshardhām).
Hoy kāchnā sarve ākār, ravi shashī tārā vaḷī;
Vaḷī tej tej tyā ambār, rahe bahu jhaḷmaḷī... 2
(2) All forms are made of glass - sun, moon and the stars. In that place, heaps of light and more light radiates with great luster.
Maḷī pūraṇ dīshe prakāsh, ekras tej evu;
Evo dhāmmāī chhe ujāsh, e vinā kahīe kevu... 3
(3) In all directions, you can see light and nothing but light - that is the brightness of this abode. Other than that, what description can I give?
Ke’vu keḍe nathī have kāy, samjo to samjo sāne;
Sāne Nishkuḷānand na gāy? jene āvyu evu pāne... 4
(4) I do not have any more to say after saying this. So understand this in short. Why would Nishkulanand Swami not sing the glory of what I have attained?
Pad - 64
Pāne lakhyā ā pad chosaṭh, sundar sārā shodhī;
Shodhī jojo sahu sārī paṭhya, jevī hoy jenī buddhi... 1
(1) I have written these 64 great verses, finding them to be the best. Everyone search through them well according to their own intellect.
Buddhimāhī te karī vichār, savḷu sār grahejo;
Grahejo karvānu te nirdhār, na karvānu mūkī dejo... 2
(2) Extract the correct essence from these verses by thoughtfully using their reason. Imbibe what needs to be done and discard what does not need to be done.
Dejo mā vaḷī koyne dosh, rosh antarmā āṇī;
Āṇī haiyāmāī ghaṇī hosh, manḍo sahu sukh jāṇī... 3
(3) Do not find faults in anyone with wrath in one’s heart. Instead, with great enthusiasm in heart, persevere on this path knowing it to be blissful.
Jānī joīne āḷas ang, ratī ek rakhe rahe;
Rahe Nishkuḷānand to rang, alabhya lābh lahe... 4
(4) Ensure no trace of laziness remains, even knowingly. Nishkulanand Swami says, “Then, one will remain enthusiastic and will reap the rarest benefit.”