વચનામૃત નિરૂપણ

ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લોયા ૧૧માં કહ્યું છે: “સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં.” જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય નથી તેના થકી શાસ્ત્ર સાંભળવે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. વળી, શાસ્ત્રના અર્થ પોતા થકી પણ નથી સમજાતા અને જેને ભગવાનનો સંબંધ નથી તેના થકી પણ નથી સમજાતા. શાસ્ત્રના અર્થ અવળા સમજાય જાય તો જીવનું ભૂંડું થાય તે ભય રહે છે. માટે વચનામૃત જેવા સદ્‌ગ્રંથો તો સત્પુરુષ થકી જ શ્રવણ કરવા.

વચનામૃત ગુજરાતી ભાષામાં ઉદ્‌બોદેલો ગ્રંથ છે. નિજ ભાષામાં રચાયેલો આ ગ્રંથ આજના જનતા માટે પણ અમુક રહસ્યો સમજવા અઘરા પણ નિવડે. તે રહસ્યો એવા બ્રહ્મસ્વરૂપ સંત જ સીધા અને સરળ કરી આપે છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં ઘણા ઠેકાણે ભક્તોને વચનામૃતના મર્મસભર વચનો એમની સાદી શૈલીમાં પીરસ્યા છે. વિશેષ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતોમાં, બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત, અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ એમના જીવન દરમ્યાન અનેક મુમુક્ષુઓને વચનામૃતનું જ્ઞાન સાવ સહેલી રીતે સમજાય તેમ નિરૂપ્યું છે.

આ વેબપેજમાં ૧૧૧ વચનામૃતમાંથી અગત્યાના શબ્દો અથવા વાક્યો બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ દ્વારા નિરૂપાયેલા અહીં રજું કર્યા છે.


Vachanamrut Nirupan

In Vachanamrut Loya 11, Bhagwan Swaminarayan says: “... one should only hear the sacred scriptures from a satpurush, but never from an unholy person (asatpurush).” No one is liberated by listening to the talks of one who lacks faith in God. The words of the scriptures cannot be understood by one’s own intellect, nor can they be understood by one who has no relationship with God. If one misinterprets the words of the scriptures, their jiva faces great detriment on the spiritual path. Therefore, one should listen to the scriptures only from a satpurush.

The Vachanamrut granth dialog is in Gujarati. However, for the contemporary reader, certain words and explanations may be daunting, even in the English translation. Only a brahmaswarup sant can simpify those words in a palatable form. Brahmaswarup Yogiji Maharaj has done exactly so countless times in his jivan charitra. Moreover, Aksharbrahma Gunatitanand Swami (in the Swamini Vato), Brahmaswarup Pragji Bhakta, and Brahmaswarup Shastriji Maharaj have also explained certain topics in the Vachanamrut to devotees present.

These experiential elaborations certain words or phrases by these Brahmaswarup Satpurushes have been presented here.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ