પરિશિષ્ટ: ૨

વચનામૃતમાં આવતા કઠિન શબ્દોના સરળ અર્થ

અક્ષિવિદ્યા: એકાગ્રતા; ધ્યાન.

અચ્યુત: નિશ્ચલ; પતન કે સ્ખલન વિનાનું.

અનુગ્રહ: કૃપા, મહેરબાની.

અનુલોમ: પ્રવૃત્તિની સન્મુખ; ચંચલપણાનો ભાવ, કાર્યાન્વિત.

અનુસ્યૂત: અંદર રહેલું, ગૂંથાયેલું; ગાઢ સંબંધથી જોડાયેલું, ઓતપ્રોત.

અન્વયપણું: પોતાનાથી જુદી વસ્તુમાં રહેવાપણું; એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુનું નિયમે કરીને હોવાપણું, વ્યાપકપણું, જોડાવાપણું.

અપછરા: અપ્સરાઓ.

અવરાઈ ગયો: ઘેરાઈ ગયો, નિમગ્ન થઈ ગયો હોય; વીંટાઈ ગયો હોય.

અંડકટાહ: બ્રહ્માંડનો બહારનો ભાગ, કોચલું.

એકકળાવછિન્ન: એકસાથે, એકસમયે, સમાન કાળે.

એકકાળાવછિન્ન: એકસાથે, એકસમયે, સમાન કાળે.

એકદેશસ્થપણું: એક દેશમાં અર્થાત્ એક સ્થાનમાં રહેવાપણું.

ઉપશમપણે: શાંતપણે; ઇન્દ્રિયોનાં સંયમપણે.

ક્રિયમાણ: કરેલું, કર્મના સંદર્ભમાં આ જ દેહે કરેલું.

ક્ષોભ: ગભરામણ; ખળભળાટ, ડહોળાણ.

ખદ્યોત: પતંગિયું, આગિયો.

ગેહ: ઘર; સંસાર.

ચરાચર: ચેતન અને જડ.

ચોજાળી: સૂક્ષ્મ, ઝીણી બુદ્ધિ.

ચ્યુતભાવ: ખરવું, ક્ષીણ થવું, નાશ થવો.

જાપરો: ગણકારવું નહીં, ધ્યાનમાં ન લેવું.

તારતમ્યતા: ઓછાવત્તાપણું.

દગ્ધ: દાઝેલું.

દ્રષ્ટા: જોનારો, દેખનારો, નિહાળનારો.

દૃશ્ય: જોઈ શકાય તેવું, નજરે પડતું.

ધનકલત્રાદિક: પૈસા, પત્ની વગેરે.

નિરુત્થાનપણું: અડગપણું; સંશય-રહિતપણું.

નિરોધ: અટકાયત, રોકાણ, અવરોધ, ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી દેવી એ.

પદવી: સ્થાન; દરજ્જો

પરિચ્છિન્ન: મર્યાદિત, સીમિત.

પાજી-પળાવ: દુષ્ટ; બેશરમ, હલકું, ફાટેલ.

પાડ: રીત, પ્રકાર; સમાન, ઉપકાર.

પાતર્યો: વેશ્યાઓ, અનીતિએ ચાલનાર ખરાબ સ્ત્રીઓ, ગણિકાઓ.

પારસી: સાંકેતિક શબ્દોમાં થતી વાતચીત.

પિંડીભાવ: સંકેલવું, સંયમ કરવો; એક કરવું.

પુત્રકળત્રાદિક: પુત્ર, પત્ની વગેરે.

પૃથ્વીનું પીઠ: પૃથ્વીનું પરિમાણ; આધાર, ટેકો; વાંસો.

પ્રતિલોમપણે: પ્રવૃત્તિવિરુદ્ધ લયપણાનો અથવા શાંતપણાનો ભાવ.

બરલ્યા જેવું: નિદ્રા અથવા બેભાન અવસ્થામાં બબડવું.

બાધ: વાંધો, નડતર, અડચણ.

ભડવો: પોતાની સ્ત્રી પાસે વ્યભિચાર કરાવી એ આવક પર જીવનાર પતિ, વ્યભિચારની દલાલી કરનાર.

મળિયાગર ચંદન: કોઈમ્બતુર તથા મૈસુરની વચ્ચે આવેલ નીલગિરિ પર્વતમાળા જેનું બીજું નામ મલય પર્વતમાળા છે તેમાં થતું ઉત્તમ પ્રકારનું ચંદન.

મેષોન્મેષ: નેત્રનો પલકારો, મટકું.

યત્કિંચિત્: જે કંઈ, થોડું ઘણું.

રતી: કિંમતી ધાતુ જોખવાનું તોલાથી નાનું માપ, થોડું, લગાર.

રાશિ: સમૂહ, ઢગલો.

રુંડમુંડ: ગોળમટોળ.

લુબ્ધ: લોભાઈ જાય.

વિકલ્પ: વિષયોનું ચિંતવન. (સેતુમાલા ટીકા, તરંગ ૧૨).

વિભ્રાંત: ભ્રાંતિ, ભ્રમ.

વિલક્ષણ: જુદા જ પ્રકારનાં ગુણધર્મવાળું.

વ્યતિરેકપણું: પોતાનાં જ સ્વરૂપોમાં રહેવું તે. જુદાઈ, ભિન્નતા, સંબંધનો અભાવ.

વ્યાપકપણું: સર્વ ઠેકાણે વ્યાપી રહેવાપણું, તેની હાજરી દરેકમાં રહેવાપણું.

વ્યાપ્ય: ફેલાયેલ, વ્યાપકથી ઓછી હાજરીવાળું.

ષડૂર્મિઓ: મનના છ પ્રકારના ભાવો. આ છની ગણતરીમાં વિવિધ મતો છે જેમ કે – (૧) ભૂખ-તરસ, ટાઢ-ગરમી, હર્ષ-શોક, (ર) જન્મ-મરણ, ભૂખ-તરસ, હર્ષ-શોક, (૩) ભૂખ-તરસ, ઘડપણ-મૃત્યુ, શોક-મોહ.

સંકરપણું: ભેળ-સેળ, મિશ્રણ, ફેરફાર.

સંકલ્પ: દેહ વગેરેનું જીવાત્મા સાથે એકપણે ચિંતન.

સંસૃતિ: જન્મમરણ.

સાયદી: સાક્ષીપણું.

સ્તબ્ધપણું: દિગ્મૂઢપણું, જડપણું.

સ્તંબ: ઘાસનું થૂમડું, ઝૂમખું, ગુચ્છો.

સ્થાનકપણું: આશ્રયપણું; રહેવાપણું.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ