પરિશિષ્ટ ૫

વચનામૃતમાં શ્રીહરિએ પ્રમાણિત કરેલાં કીર્તનો

મુક્તાનંદ સ્વામી કૃત સંતના મહિમાનું કીર્તન

(વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧૪)

રાગ : ધોળ

પદ – ૧

સુખદાયક રે, સાચા સંતનો સંગ,
સંત સમાગમ કીજીએ... ટેક
જી રે સંત સમાગમથી ટળે, આશા તૃષ્ણા રે,
ઈર્ષ્યા અભિમાન, મોહ મત્સર મમતા બળે;
પ્રગટે ઉરમાં રે, પ્રભુનું દ્રઢ જ્ઞાન... સંત ૧
જી રે સંત સમાગમથી થયા, મુનિ નારદ રે,
હરિનું મન આપ, અનેક પતિત ઉદ્ધારિયા;
તેના જશનો રે, મોટો પરતાપ... સંત ૨
જી રે સિદ્ધ થયા સત્સંગથી, શુક આદિક રે,
મુનિવર સુખ રૂપ, ચિત્ત ચોંટ્યું હરિચરણમાં;
જાણ્યો સંતથી રે, મોટો મરમ અનુપ... સંત ૩
જી રે મહિમા મોટો છે મહંતનો, જેને સેવે રે,
છૂટે માયાનું જાળ, પ્રીત વધે પરબ્રહ્મમાં;
મુક્તાનંદ કહે રે, તજી આળ પંપાળ... સંત ૪

પદ – ૨

બડભાગી રે, પામે સંતનો સંગ;
સંતથી મહાસુખ પામીએ... ટેક
જી રે સંત બડા પરમારથી, ટાળે ઉરથી રે,
અવિદ્યા અભિમાન, જન્મ સુફળ કરે જંતનો;
આપે અનુભવી રે, પ્રભુ પ્રગટનું જ્ઞાન... સંતથી ૧
જી રે પ્રભુ સંગે પ્રીત વધારવા, ફરે જગમાં રે,
સાચા સંત સુજાણ, પરમાતમા પીછાણવા;
પરમારથી રે, આપે પદ નિરવાણ... સંતથી ૨
જી રે સંતના જશ શ્રીમુખે કહ્યા, ગીતા મધ્યે રે,
ગોવિંદ સુખધામ, અનુભવી મારો આતમા;
જેના મનથી રે, ટળ્યા ક્રોધ ને કામ... સંતથી ૩
જી રે સંત વચન ભાવે સુણે, તેનાં પાતક રે,
પામે સરવે નાશ, પ્રીત વધે પરબ્રહ્મમાં;
મુક્તાનંદ કહે રે, પામે પદ અવિનાશ... સંતથી ૪

પદ – ૩

સાચા સાધુ રે, સુંદર ગુણધામ;
સમજીને સત્સંગ કીજીએ... ટેક
જી રે સંત સુલક્ષણના ભર્યા, અવગુણનો રે,
ઉરમાં નહિ લેશ, મહાનુભવી મુનિ તે ખરા;
આપે સહુને રે, સાચો ઉપદેશ... સમજી ૧
જી રે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે,
કામ ક્રોધની ઝાળ, લોભ તજી હરિને ભજે;
ધારે ઉરમાં રે, દ્રઢ કરી શ્રીગોપાળ... સમજી ૨
જી રે ત્રિભુવનની સંપત મળે, તોય ન તજે રે,
અર્ધ પળ હરિધ્યાન, બ્રહ્મરૂપ થઈ હરિને ભજે;
એવા સંતને રે, કીચ કનક સમાન... સમજી ૩
જી રે એમ શુભ લક્ષણ ઓળખી, સદા કરવી રે,
હરિજનની સેવ, હરિ સમ હરિજન જાણવા;
મુક્તાનંદ કહે રે, તે તરે તતખેવ... સમજી ૪

પદ – ૪

સદા કરવો રે, હરિજનનો સંગ;
દુર્લભ દર્શન સંતનાં... ટેક
જી રે સંત સભા મધ્યે શ્રીહરિ, સદા રહે છે રે,
વા’લો અક્ષરનાથ અડસઠ તીરથ જેના ચરણમાં;
એવા સંતથી રે, વેગે થઈએ સનાથ... દુર્લભ ૧
જી રે સંત મળ્યા તેને હરિ મળ્યા, એનો મહિમા રે,
વદે વેદ પુરાણ, સાખ્ય પ્રગટ સંસારમાં;
શુક નારદ રે, પામ્યા પદ નિરવાણ... દુર્લભ ૨
જી રે સંત વચન સાચા ગણી, ગયો વનમાં રે,
ધ્રુવ નાનકડા બાળ, પ્રગટ પ્રભુને તે પામિયો;
થયો અવિચળ રે, જશ વાધ્યો વિશાળ... દુર્લભ ૩
જી રે એવું જાણી અહંતા તજી, શુદ્ધ ભાવે રે,
કરવી સંતની સેવ, મનુષ્યભાવ મનથી તજો;
મુક્તાનંદ કહે રે, સાચા સંત છે દેવ... દુર્લભ ૪

પ્રેમાનંદ સ્વામી કૃત ગરબી

(વચનામૃત પંચાળા પ્રકરણ ૩)

સખી આજ મોહનને દીઠા રે, શેરીએ આવતા;
મોરલામાં ગીત મધુરાં રે, ચાલ્યા આવે ગાવતા.
આવે વા’લો હસતા રે, ગોવાળના સાથમાં;
ઉછાળતા આવે મોહન રે, ફૂલદડો હાથમાં.
રંગડામાં રાતા માતા રે, ચાલ્યા આવે શોખમાં;
રસિયો જોવાને કાજે રે, ઊભી રહી છું ગોખમાં.
મોહનજીનું મુખડું જોયું રે, ઘુંઘટની ઓટમાં;
જોઈને ઘાયલ થઈ છું રે, નેણાં કેરી ચોટમાં.
હૈયા પર હાર જોઈ રે, રહ્યું છે મન મોઈને;
બેની પ્રેમસખીના નાથને રહી છું જોઈને.

તુલસીદાસજી કૃત ત્રણ પદો

(વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૫૭)

પદ – ૧

જો મૈં લગન રામ સોં નાહીં ।
તૌ નર ખર કુકર સૂકર સમ, બૃથા જિઅત જગમાંહી ॥૧॥
કામ ક્રોધ મદ લોભ નીંદ ભય, ભૂખ પ્યાસ સબહી કે ।
મનુજ દેહ સુર સાધુ સરાહત, સો સનેહ સાધે પરકે ॥૨॥
સૂર સુજાન સુપૂત સુલચ્છન, ગનિયત ગુન ગુરુઆઈ ।
બિન હરિ ભજન ઈન્દારનું કે ફલ, તજત નહીં કરુઆઈ ॥૩॥
કીરતિ ફલ કરતૂતિ ભૂતિ, ભમર (ભલિ) સીલ સરૂપ સલોને ।
તુલસી પ્રભુ અનુરાગ રહિત જસ સાલન સાગ અલોને ॥૪॥

પદ – ૨

જા કે પ્રિય ન રામ બૈદેહી ।
સોં છાંડિયે, કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહીં ॥૧॥
તજ્યો પિતા પ્રહ્‌લાદ બિભીષન બંધુ ભરત મહતારીં ।
બલિ ગુરુ તજ્યો કંત વ્રજ બનિતનિ ભયે મુદમંગલકારીં ॥૨॥
નાતે નેહ રામકે મનિયત, સુહૃદ સુસેબ્ય જહાં લૌં ।
અંજન કહાં આંખિ જેહી ફૂટૈં, બહુતક કહૌં કહાં લૌં ॥૩॥
તુલસી સો સબ ભાંતિ પરમ હિત, પૂજ્ય પ્રાનતેં પ્યારો ।
જાસોં હોય સનેહ રામ પદ, એતો મતો હમારો ॥૪॥

પદ – ૩

ઇહે (એહિ) કહ્યો સુનુ ! બેદ ચહું ।
શ્રી રઘુવીર ચરન ચિંતન, તજી નાહિન ઠૌર કહું ॥૧॥
જાકે ચરન બિરંચિ સેઈ, સિધિ પાઈ શંકર હું ।
સુક સનકાદિક મુક્ત બિચરત, તેઉ ભજન કરત અજ હું ॥૨॥
જદ્યપિ પરમ ચપલ શ્રી સંતત, થિર ન રહતી કત હું ।
હરિ પદ પંકજ પાઈ અચલ ભઈ, કરમ-બચન-મન હું ॥૩॥
કરુણા સિંધુ ભગત ચિંતામનિ, સોભા સેવત હું ।
ઔર સકલ સુર અસુર ઈસ, કાલ ખાયે ઉરગ છહું ॥૪॥
સુરુચિ કહ્યો સોઈ સત્ય બાત (વાત), અતિ પરુષ બચન જબ હું ।
તુલસીદાસ રઘુનાથ બિમુખ નહિં, મિટાઈ બિપતિ કબ હું ॥૫॥

વિષ્ણુપદ

(વચનામૃત ગ. મ. ૨૧ તથા ગ. અં. ૨૨ના સંદર્ભે)

રાગ : માળીગડો

શામળીયે વા’લે સાયર વલોયો રે વોલા, મેરુનો કીધો રવાયો રે વાલા;
વાસંગી નાગનાં વાલે નેતરાં કીધાં, જોજ્યો મારા નાથની નવાયું રે વાલા... શામળીયે.
ગિરિવરધારી ધરીને બેઠા રે વાલા, ભૂધર ભલે ભલે આવ્યા રે વાલા;
વલોણાના સંચ સર્વે લાવ્યા રે વાલા, આપે અસુરને તેડી લાવ્યા રે વાલા... શામળીયે.
સાયર વલોવ્યો ને રતન નીપજાવ્યાં રે વાલા, નીકળ્યાં લક્ષ્મીનારી રે વાલા;
સુરને પાતાં અસુરને પાયું રે વાલા, ચરણામૃત મોરારી રે વાલા... શામળીયે.
ઉત્તરનાં જળ મેરુ ડૂબવા લાગ્યા રે વાલા, કાનુડો કામણ જોણે રે વાલા;
કાચબાનું રૂપ ધર્યું મારે વાલે રે, વલોણું સુતર આવ્યું રે વાલા... શામળીયે.
હરિનું વલોણું હરખેથી ગાવું રે વાલા, વીખ તો ભોળા મહાદેવને પાયું રે વાલા;
ભણે નરસૈયો નથી હમણાંનું રે વાલા, વેદ પુરાણે વખાણું રે વાલા... શામળીયે.

સમુદ્રમંથનથી ૧૪ રત્નો નીકળ્યાં તે નીચે જણાવેલ દેવ-દૈત્યો-ઋષિઓ-ભક્તો વગેરે પાસે ગયાં:

૧. કામધેનુ:   ઋષિ

૨. ઘોડો:   બલિરાજા

૩. હાથી:   ઇન્દ્ર

૪. કૌસ્તુભ મણિ:   વિષ્ણુ

૫. લક્ષ્મી:   વિષ્ણુ

૬. અમૃત:   દેવતા

૭. અપ્સરા:   દેવતા

૮. મદિરા:   દૈત્ય

૯. પારિજાતક વૃક્ષ:   દેવોના નંદનવનમાં હતું

૧૦. ધન્વંતરિ:   ભગવાનના અવતારો

૧૧. મોહિની

૧૨. ઝેર:   શંકર પી ગયા

૧૩. ચંદ્રમા:   શંકરના મસ્તકે રહ્યો

૧૪. શંખ:   વિષ્ણુએ રાખ્યો

નરસિંહ મહેતા કૃત પદ

(વચનામૃત વરતાલ પ્રકરણ ૧૧)

રાગ : મલાર

મારા હરજી શું હેત ન દીસે રે, તેને ઘેર શીદ જઈએ,
તેને સંગે શીદ રહીએ રે... ટેક
હેત વિના હુંકારો ન દેવો, જેનું હરખેશું હૈડું ન હીસે રે;
આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખ્યુમાં પ્રેમ ન દીસે રે... તેને ૧
ભક્તિભાવનો ભેદ ન જાણે ને, ભુરાયો થઈને ભાળે રે;
લલિત લીલાને રંગે ન રાચે, પછી ઉલેચી અંધારું ટાળે રે... તેને ૨
નામ તણો વિશ્વાસ ન આવે, ને ઊંડું તે ઊંડું શોધે રે;
જાહ્‌નવી તીરે (કેરા) તરંગ તજીને, પછી તટમાં જઈને કૂપ ખોદે રે... તેને ૩
પોતાના સરખી કરીને જાણે, પુરુષોત્તમની કાયા રે;
નરસૈયાના સ્વામીની લીલા, ઓલ્યા મતિયા કહે છે માયા રે... તેને ૪

મુક્તાનંદ સ્વામી કૃત પદ

(વચનામૃત વરતાલ પ્રકરણ ૧૧)

રાગ : મલાર

મારા વા’લાજી શું વા’લપ દીસે રે, તેનો સંત શીદ તજીએ,
તે વીના કેને ભજીએ રે... ટેક
સન્મુખ થાતાં શંકા ન કીજે, મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ જઈ હરિજનને મળશે, પછી કાચી તે કાયા પડશે રે... તેનો ૧
શૂળી ઉપર શયન કરાવે તોય, સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ-દુઃખ સર્વે સહીએ રે... તેનો ૨
અમૃતપેં અતિ મીઠાં મુખથી, હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન કરવાને આવે રે... તેનો ૩
નરકકુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે;
મુક્તાનંદ મગન થઈ માગે વહાલા, વાસ દેજો હરિજનનમાં રે... તેનો ૪

નરસિંહ મહેતા કૃત પદ

(વચનામૃત વરતાલ પ્રકરણ ૧૨)

રાગ : સોરઠા

ધન્ય વૃન્દાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા;
શ્રી જમુનાજી પુણ્ય તણો ગત નહિ પાર રે નાવા હરિ પેસતા... ટેક
ધન્ય ધન્ય તે વ્રજના સાથને, ધન્ય ધન્ય એ નંદજી તાતને;
ધન્ય ધન્ય તે જશોદા માતને, ધન્ય ધન્ય તે વ્રજના સાથને... ધન્ય ૧
ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી, ધન્ય ધન્ય એ સરખી સાહેલી;
ધન્ય હરિ વળગી જેની બેલી, ધન્ય ધન્ય તે વ્રજની વૃક્ષવેલી... ધન્ય ૨
ધન્ય ધન્ય ગોકુળની ધેનુને, ધન્ય ધન્ય વા’લાની વેણુને;
ધન્ય ધન્ય કામણગારી નેણુને, ધન્ય ધન્ય ગોકુળની ધેનુને... ધન્ય ૩
ધન્ય ધન્ય કરુણા પૂતના માસી, ધન્ય ધન્ય મૃત્યુની ટાળી ફાંસી;
વા’લો મુક્ત પમાડ્યાં ગોકુળવાસી, ધન્ય ધન્ય કરુણા પૂતના માસી... ધન્ય ૪
ધન્ય ધન્ય એ ગોકુળ ગામને, તે તે પામ્યાં હરિના ધામને;
વારી જાઉં શામળા શ્યામને, ધન્ય ધન્ય એ ગોકુળ ગામને... ધન્ય ૫
ધન્ય કંસરાયનાં કારજ કર્યાં, રાજા ઉગ્રસેનને શીર છત્ર ધર્યાં;
મહેતા નરસૈયાને અખૂટ ભર્યા, ધન્ય કંસરાયનાં કારજ કર્યાં... ધન્ય ૬

સૂરદાસ કૃત પદ

(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ ૩૧)

રાગ : મલાર

હારલકી લકરી, હરિ મેરે હારલકી લકરી, પકરી સો પકરી-હરિ ટેક
મન કર્મ વચને શ્રી નંદનંદન-શું, દ્રઢ કરી કે પકરી-હરિ ૧
જાગત સોવત હરિ સપનનમેં, કાન કાન જકરી-હરિ ૨
જોગ ઓધાજી ઐસી લાગત હૈ, જ્યું કડવી કકરી-હરિ ૩
તુમ તો ઓધાજી બોધ લઈ આવે, શીખી સુની નકરી-હરિ ૪
‘સુરદાસ’ પ્રભુ શું જઈ કહિયો, જા કો મત જકરી-હરિ ૫

પ્રેમાનંદ સ્વામી કૃત પદો

(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ ૩૧)

રાગ : જંગલો

પદ – ૧

જમુના કે તીર ઠાડો, જમુના કે તીર;
બાંકો બલવીર ઠાડો, જમુના કે તીર... ઠાડો ટેક
હો નૈનાં બૈનાં બાંકે બાંધે બાંધી પાઘ શિર;
ચંદનકી ખોર કીને સાંવરે શરીર... ઠાડો ૧
હો બાંકી ભૌંહે સોહે ચિત્ત મોહે નાસા કીર;
દેખત ચકિત રતિપતિ હતધીર... ઠાડો ૨
હો બાંકે લાલ બાંકે ગ્વાલ લિયે સંગ ભાર;
બાંસુરી બજાવે બાંકી ફિર ફિર ફિર... ઠાડો ૩
હો ભરવા ગઈથી હું જમુનાકો નીર;
પ્રેમાનંદ નાથ દેખી ગઈ પીર... ઠાડો ૪

પદ – ૨

રાજીવનૈન રસિયો, રાજીવનૈન,
ઉપજત ચૈન દેખી, રાજીવનૈન... ટેક
હો વિકસે વારિજ સમ અતિ છબિ એન,
ભ્રૂકુટિ ભ્રમર ઝૂકે માનું રસ લૈન... રસિ ૧
હો ચારુ ચિતવની મુસકની સુખદેન,
કુટિલ કટાક્ષ ઉમેં સુચવત સૈન... રસિ ૨
હો જમુના પુલિન પર ચારત હૈ ધેન,
મોહન બજાવત મધુરીસી બૈન... રસિ ૩
હો માઈ બ્રજનારી સંગ ખેલો દિન રૈન,
પ્રેમાનંદ છબિ પર વારિ કોટિ મૈન... રસિ ૪

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ