વચનામૃત નિરૂપણ

લોયા ૧૭

વચનામૃત ગઢડા પ્રથમ ૫૫ અને ૫૭ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મોક્ષનું અસાધારણ કારણ શું? ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. શ્રીજીમહારાજને મળેલા અને સાક્ષાત્ ધારી રહેલા એવા સંતને જેમ છે તેમ ઓળખવા, જાણવા, એનામાં દિવ્યભાવ રાખવો. મહિમા સમજી કેફ રાખવો એ જ્ઞાન છે. જેના વરસાવ્યા મેઘ વરસે છે, સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે વગેરે. ગઢડા પ્રથમ ૨૭ તથા લોયા ૧૭ પ્રમાણે તત્ત્વે સહિત માહાત્મ્ય જાણે તો પછી ઇન્દ્રિયો મોકળી ન રહે. દાઢો અંબાઈ જાય. પણ એમ ન સમજવું કે: ‘મને મળ્યા છે, તો શું અડે છે?’ એમ સમજીને જેમ તેમ કરવા માંડે તે માહાત્મ્ય ન કહેવાય. મળ્યા પછી એની આજ્ઞા પાળે, ધર્મ-નિયમમાં રહે ત્યારે તે મળ્યા ગણાય.”

[યોગીવાણી: ૨/૬]

 

વચનામૃત લોયા ૧૭ ઉપર યોગીજી મહારાજે વાત કરી, “દેશકાળ વિષમ થાય તો પણ સારો ને સારો કેમ રહે? બે જણ સાથે હેત ને બે સાથે નહીં, એમ નહીં. ગુણાતીત બાગના દરેક સાથે, બૈરાં-છોકરાં જેવું હેત. તો સારો રહે.”

[યોગીવાણી: ૨૪/૨૭૪]

 

એક હરિભક્તે પૂછ્યું, “પ્રથમ સારામાં સારો હોય ને કેટલાકને નિષ્ઠા કરાવતો હોય, તે ફરી જાય એ શું?”

યોગીજી મહારાજ કહે, “એમાં થર આવી ગયો. સત્સંગ કરતાં કરતાં સાત થર આવે છે. મનુષ્યભાવનો થર, દિવ્યભાવનો થર, એકાંતિકપણાનો થર, એમ થર આવે. જે થર જે વખતે આવે-જાય, એમ થઈ જાય. પહેલાં સત્સંગમાં આવે, દિવ્યભાવ રહે, અહોહો જણાય; પણ ઝાઝો વખત ભેગો રહે, વખત પાકે ક્રિયા જુએ, ત્યારે મનુષ્યભાવ આવી જાય. માટે, ‘સંત દરેક ક્રિયામાં ગુણાતીત વર્તે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે જ બધું કરે છે, એમાં જોવા જેવું નથી’ એમ વર્તાય, તો પછી અખંડ નિર્દોષબુદ્ધિ રહે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ