વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૫

મધ્યનું પાંચમું વચનામૃત તથા વરતાલનું તેરમું વચનામૃત વંચાવી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, “ઇન્દ્રિયું-અંતઃકરણ હૃદયાકાશમાં રાખવાં એટલે ભગવાનમાં વૃત્તિ રહી, ને દેહ પર્યંત દેખાય નહીં પણ સાધન ખોટું પડે નહીં. દેહ મૂકતાં જ દેખાઈ આવે.”

[સ્વામીની વાતો: ૫/૧૫૨]

 

તા. ૧૨/૩/૧૯૬૩, મુંબઈ. કપોળવાડીમાં વચનામૃત ગઢડા મધ્ય ૫ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “સ્વરૂપનિષ્ઠા બેઠી છે કે નહીં તે તપાસવું. બેસાડી દ્યો. છૂટકો નહીં. અંગ ન બંધાણું તો ધામમાં નહીં જવાય. હજારો શબ્દો લાગુ પડશે. જૂઠું નથી. પતિવ્રતાપણું હશે તો જ અક્ષરધામમાં તેડી જાશે. બધા ભગવાન આના કરેલા ભગવાન છે. આવી સ્વરૂપનિષ્ઠા તમારે થાય માટે આ વચનામૃત કઢાવ્યું છે.

“આઘુંપાછું થતું હોય તો, છેલ્લા ૧૬ અને મધ્ય ૫ વિચારવાં. સ્વરૂપનિષ્ઠા પછી સંતમાં હેત થશે. નહીં તો ફસકી જશે. થડ પાકું કરો – સ્વરૂપનિષ્ઠાનું. પછી બે આનાનો સોળ આની આનંદ આવે. બીજા કણેથું ખાય છે. આપણે ઘી-કેળાં થઈ ગયાં. મહારાજ પ્રવેશ કરીને સમજાવી દેશે. એક થડ પકડો. બે ભગવાન હશે તો તકરાર કરશે. તેમાં આપણે શું? તે કોઈ દી’ પૂછવાનું નહીં રહે. ગેડ બેઠી હોય, અંગ બંધાણું હોય, તો ગડભાંજ નીકળી જાય. વિશ્વાસે ગેડ બેસે. આપણી મેળે કે શાસ્ત્રથી નહીં. લાખો ભક્તોએ મહારાજને આચાર્ય જેવા, કૃષ્ણ જેવા કે વૈકુંઠના રામ જેવા કહ્યા. તે ધામનો તો નાશ થાય છે. તમને હેત છે તો મનના ગોટા છોડી દો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૮]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી, કારણ કે ભગવાન તો ભક્તના છે, પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી.”

[સ્વામીની વાતો: ૧/૨૫૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ