વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૧૫

૨૫-૨-૬૩, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૧૫ ઉપર વાત કરતાં યોગીજી મહારાજે એક સંત સામે જોઈ તેમને કહે, “તમારાં ચશ્માં ભાંગીને, ફોડીને નાખી દે, છતાં ગુણ લેવો. ‘ચશ્માંનું કલ્યાણ કર્યું!’ એમ ગુણ લે. રીસ ન ચડી જવી જોઈએ. અભાવ ન આવે.

“શાસ્ત્રીજી મહારાજ કહેતા, ‘હું નાનો હતો, નિશાળ જતો ત્યારે કોઈ ચૂં ન કરી શકે એવો કડપ. હું જાઉં ત્યાં ગંજીપો કોઈ ન રમે...’ સ્વામી વડતાલમાં રહેતા, પણ સ્વામી જ્યાં જાય ત્યાં છાપ પડે. બોલે ત્યારે બોલાય નહીં. નાનપણથી આવો સ્વભાવ. એ ધર્મમાંથી ન પડે. તેના વૈરાગ્યને કોઈ ભંગ ન કરી શકે. પોતે પડે નહીં ને બીજાને પડવાય ન દે. ટેકો આપી કાઢી લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ