વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૧૬

તા. ૨૧/૧૧/૧૯૬૦, ગોંડલ. અક્ષરદેરીમાં સવારે ૬:૦૦ વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૧૬ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “સત્-અસત્‌નો વિવેક ત્રણ પ્રકારનો છે: (૧) પોતાના અવગુણ જ જોવા ને બીજાના ગુણ જોવા. (૨) સંતના વચનને પરમ સત્ય કરીને માને. અને (૩) અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે. કોઈનો અભાવ લેવાય એ જ અવળો વિચાર.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૩૩]

 

ડિસેમ્બર ૧૯૬૩. ગ. પ્ર. ૧૬મા વચનામૃતમાં વાત આવી કે: “સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય...” એ શબ્દો આવ્યા. એટલે સ્વામીશ્રી બોલ્યા, “કાંઈક અવગુણ લખ્યું છે... પછી ઝાઝો લેવો કે? કાંઈક એટલે જેવો-તેવો. સૂવાનો, ઝોકાં ખાવાનો, ખાવા-પીવાનો અવગુણ હોય તે ન લેવો, તો વધારે લેવાય જ કેમ?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ