વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૨૯

તા. ૨૪/૩/૧૯૬૦, લિવિંગ્સ્ટન. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “જે ભક્તનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય એટલે કે એ રૂપ થયો હોય, તેનાં આવાં લક્ષણ હોય; પોતે માર્ગે ચાલીને અતિશય થાકી ગયો હોય, ને વાંસો ફાટતો હોય, બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, પણ કથાનો પ્રસંગ નીકળે તો સાવધાન થઈ જાય. કેટલાક કહે, ‘મોટરથી સેંકડો માઈલ આવ્યા. મોડું થઈ ગયું છે, થાક બહુ લાગ્યો છે, એટલે કથા નથી કરવી.’ પણ કથાની આસક્તિવાળો થાકને ન ગણે. આવું નિર્ગુણ સ્વામીનું અંગ હતું. લાખ રૂપિયા મળી જાય તો એવો કેફ આવે કે રોગ, થાક નીકળી જાય. તેવો કેફ જો કથાવાર્તામાં હોય તો રોગ, થાક, અપમાન કશું લાગે નહીં અને કથામાં મન પરોવાઈ જાય. જમવામાં જો દહીં આપવું રહી ગયું હોય તો કહે, ‘દહીં રહી ગયું. મને ન આપ્યું.’ કદાચ બોલે નહીં તો મનમાં રાખે. અને સ્વાદ વખાણે, ‘અહોહો, શું દાળ? શું શાક?’ એમાં કેવો સ્વાદ આવી જાય છે! એમ કથાપ્રસંગમાં તત્પર થઈ જવું જોઈએ, તો સ્વાદ આવે. રોગાદિક પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય કે રાજસમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી. એવો થકો ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય. આ વચનામૃતમાં મહારાજે માંદાને પણ લીધા છે, કોઈને બાકી નથી રાખ્યા. રોગી, ભોગી, રાજસત્તાવાળો ગમે તે હોય, કોઈની ગણતરી નથી રાખી. ભગવાનના સ્વરૂપમાં આસક્ત હોય તો આવાં લક્ષણ હોવાં જ જોઈએ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ