વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૩૨

તા. ૨૫/૧/૧૯૬૫, મુંબઈ. સવારની કથામાં ગઢડા મધ્ય ૩૨ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “સંત ને ભગવાનને ઓળખવા તે જ્ઞાન. તેના મહિમાનો વિચાર કરવો તે ધ્યાન. અતિ મોટાઈ શું? ગુણાતીતરૂપ થાય છે. પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન શું? હર્ષદભાઈ! જવાબ દ્યો.” હર્ષદભાઈ કહે, “આપ દ્યો, બાપા!” યોગીજી મહારાજ કહે, “આપ નહીં દે. તમે જાણો છો. આખો સત્સંગ આ વચનામૃત વાંચે છે, પણ ક્યાંનું ક્યાં બેસાડે. આ બ્રહ્માંડમાં છોકરાં કેટલાંય ભણે છે. બી.એ. થાય, પણ પહેલો તો એક-બે થાય. અક્ષરપુરુષોત્તમનું ક્યાંથી ખબર પડે? અનંત જન્મની કસર પૂર્વનાં પુણ્ય હોય તો ટળે. સર્વોપરીની ગેડ બેસવી મુશ્કેલ. અક્ષરધામમાં જેવા સહજાનંદ સ્વામી છે, તેવા આપણને મળ્યા છે. તે વિશેષ ભાવ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૭૨૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ