વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪૨

તા. ૨૫/૨/૧૯૫૫, સારંગપુર. વચનામૃત ગઢડા મધ્ય ૪૨ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૪૨મું વચનામૃતને ચાવીનું કેમ કહેવાય છે? ગુણાતીતાનંદ સ્વામીએ આને ચાવીનું વચનામૃત કહ્યું છે. કારણ તેમાં અક્ષરના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું વર્ણન છે. પુરુષોત્તમ નારાયણના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી. એટલે કહેવાતું નથી. જોકે અક્ષરના સ્વરૂપનું પણ વર્ણન થઈ શકતું નથી છતાં અક્ષરના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું નિરૂપણ કરવાથી પુરુષોત્તમના સ્વરૂપનો મહિમા સમજાય છે. કેમ જે, ‘જ્યારે આવા મોટા અક્ષર, તો તેના પતિ પુરુષોત્તમ તો કેવા હશે?’ આ મુદ્દો છે. અને અક્ષરનો મહિમા યથાર્થ સમજાય તો કલ્યાણની ચાવી હાથમાં આવી ગઈ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૫૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ