વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪૫

તા. ૧૪/૭/૧૯૬૪, મુંબઈ. કથાપ્રસંગમાં ગઢડા મધ્ય ૪૫ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આમાં ૫૧ ભૂત મહારાજે ગણાવ્યાં. વળી અયોગ્ય સ્વભાવ અને વાસના મળીને ૫૩ ભૂત જીવને વળગ્યાં છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૬૧]

 

પ્રમુખસ્વામી મહારાજ કહે, “આપણે ભગવાનને વેંત નમીએ તો એ આપણને હાથ નમે. અર્જુને સમર્પણ કર્યું તો ભગવાને તેનો રથ હાંક્યો! એને માટે થોડું કરીએ તો પણ એ કાયમ માટે વશ થઈ જાય. જગત માટે, દેહ ને દેહના સંબધી માટે જિંદગી ઘસી નાંખીએ છીએ તોય કોઈ ભાવ પણ પૂછતું નથી. ભગવાનનું દિલ બહુ મોટું છે. આપણે માણસ છીએ તો ભૂલી જઈશું. પણ ભગવાન ભૂલવાના નથી. વચનામૃત મધ્ય ૪૫માં કહ્યું છે: “મારા કહેવાયા છો તો તલમાત્ર કસર રહેવા દેવી નથી. પણ તમારે સુધા સાવધાન રહેવું પડશે.” (૨૪૩)

[સંજીવની: ૧૩/૨૪૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ