Written Nirupan
ગઢડા પ્રથમ - ૩ ગઢડા પ્રથમ - ૫ ગઢડા પ્રથમ - ૬ ગઢડા પ્રથમ - ૯ ગઢડા પ્રથમ - ૧૬ ગઢડા પ્રથમ - ૨૦ ગઢડા પ્રથમ - ૨૧ ગઢડા પ્રથમ - ૨૨ ગઢડા પ્રથમ - ૨૩ ગઢડા પ્રથમ - ૨૪ ગઢડા પ્રથમ - ૨૭ ગઢડા પ્રથમ - ૨૮ ગઢડા પ્રથમ - ૩૧ ગઢડા પ્રથમ - ૩૭ ગઢડા પ્રથમ - ૩૯ ગઢડા પ્રથમ - ૪૭ ગઢડા પ્રથમ - ૫૦ ગઢડા પ્રથમ - ૫૪ ગઢડા પ્રથમ - ૫૫ ગઢડા પ્રથમ - ૫૬ ગઢડા પ્રથમ - ૬૨ ગઢડા પ્રથમ - ૬૩ ગઢડા પ્રથમ - ૬૭ ગઢડા પ્રથમ - ૬૮ ગઢડા પ્રથમ - ૭૦ ગઢડા પ્રથમ - ૭૧ ગઢડા પ્રથમ - ૭૬ સારંગપુર - ૧ સારંગપુર - ૪ સારંગપુર - ૫ સારંગપુર - ૭ સારંગપુર - ૧૦ સારંગપુર - ૧૧ સારંગપુર - ૧૪ સારંગપુર - ૧૬ સારંગપુર - ૧૮ કારિયાણી - ૧ કારિયાણી - ૮ કારિયાણી - ૯ કારિયાણી - ૧૦ કારિયાણી - ૧૨ લોયા - ૨ લોયા - ૬ લોયા - ૭ લોયા - ૧૦ લોયા - ૧૨ લોયા - ૧૪ લોયા - ૧૭ પંચાળા - ૧ પંચાળા - ૨ પંચાળા - ૩ પંચાળા - ૪ પંચાળા - ૭ ગઢડા મધ્ય - ૪ ગઢડા મધ્ય - ૫ ગઢડા મધ્ય - ૭ ગઢડા મધ્ય - ૮ ગઢડા મધ્ય - ૯ ગઢડા મધ્ય - ૧૧ ગઢડા મધ્ય - ૧૪ ગઢડા મધ્ય - ૧૫ ગઢડા મધ્ય - ૧૬ ગઢડા મધ્ય - ૨૦ ગઢડા મધ્ય - ૨૧ ગઢડા મધ્ય - ૨૨ ગઢડા મધ્ય - ૨૪ ગઢડા મધ્ય - ૨૮ ગઢડા મધ્ય - ૨૯ ગઢડા મધ્ય - ૩૦ ગઢડા મધ્ય - ૩૨ ગઢડા મધ્ય - ૩૩ ગઢડા મધ્ય - ૩૭ ગઢડા મધ્ય - ૩૮ ગઢડા મધ્ય - ૪૦ ગઢડા મધ્ય - ૪૧ ગઢડા મધ્ય - ૪૨ ગઢડા મધ્ય - ૪૫ ગઢડા મધ્ય - ૪૬ ગઢડા મધ્ય - ૪૮ ગઢડા મધ્ય - ૪૯ ગઢડા મધ્ય - ૫૧ ગઢડા મધ્ય - ૫૩ ગઢડા મધ્ય - ૫૪ ગઢડા મધ્ય - ૫૭ ગઢડા મધ્ય - ૫૯ ગઢડા મધ્ય - ૬૧ ગઢડા મધ્ય - ૬૨ ગઢડા મધ્ય - ૬૩ ગઢડા મધ્ય - ૬૭ વરતાલ - ૧ વરતાલ - ૩ વરતાલ - ૪ વરતાલ - ૫ વરતાલ - ૭ વરતાલ - ૧૦ વરતાલ - ૧૧ વરતાલ - ૧૨ વરતાલ - ૧૫ વરતાલ - ૧૬ વરતાલ - ૧૯ અમદાવાદ - ૨ ગઢડા અંત્ય - ૧ ગઢડા અંત્ય - ૨ ગઢડા અંત્ય - ૭ ગઢડા અંત્ય - ૮ ગઢડા અંત્ય - ૯ ગઢડા અંત્ય - ૧૧ ગઢડા અંત્ય - ૧૩ ગઢડા અંત્ય - ૧૫ ગઢડા અંત્ય - ૧૬ ગઢડા અંત્ય - ૧૭ ગઢડા અંત્ય - ૧૮ ગઢડા અંત્ય - ૨૧ ગઢડા અંત્ય - ૨૫ ગઢડા અંત્ય - ૩૦ ગઢડા અંત્ય - ૩૧ ગઢડા અંત્ય - ૩૭ ગઢડા અંત્ય - ૩૮ ગઢડા અંત્ય - ૩૯ અશ્લાલી - ૧વચનામૃત નિરૂપણ
ગઢડા મધ્ય ૪૮
ગુણાતીતાનંદ સ્વામી કહે, “કરોડ જન્મ સુધી અંતર્દૃષ્ટિ કરે ને ન થાય તેટલું એક મહિનામાં થાય એવું આ સમાગમમાં બળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે ને મહારાજે પણ કહ્યું છે જે, ‘કોઈક મિષ લઈને આવા સાધુમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.’ તે એવો જન્મ તો આપણે જ ધર્યો છે.”
[સ્વામીની વાતો: ૬/૫૩]
સં. ૧૯૪૯, ગઢડા. સવારે હરિભક્તો ભગતજીના ઉતારે દર્શને ગયા ત્યારે તેઓ કહે, “તમારે માટે મારે પચ્ચીસ જન્મ ધરવા પડે તો પણ તમને બધાને ચોખ્ખા કરીને અક્ષરધામમાં લઈ જઈશ, ત્યારે શાંતિ થશે. વળી, મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે, ‘કોઈ જન્મ ધરવાનું નિમિત્ત તો નથી, પણ એવું નિમિત્ત ઉત્પન્ન કરીને પણ ભગવદીના મધ્યમાં જન્મ લેવો શ્રેષ્ઠ છે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૩૦૪]
યોગીજી મહારાજ કહે, “પ્રેમાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે મૂર્તિ અખંડ રહે તેનાં સાધન જુદાં. તે સાધન શું? અક્ષરબ્રહ્મ-ગુરુને ઓળખીને રાજી કરવા.”
[યોગીવાણી: ૨૪/૨૭૬]
તા. ૧૨/૫/૧૯૬૩, પંચાળા. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૮ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાન વિના બીજું ચિંતવન કરે છે એ અતિ ભૂલ્યો. કૉલેજવાળા, હાઈસ્કૂલવાળા અતિશે ભૂલ્યા છે. ઑફિસવાળા, ન્યાયવાળા, ફોજદારવાળા અતિશે ભૂલ્યા છે. કૂતરાં, ગધેડાંનાં લગનમાં ઢોલ નથી વાગતાં. એની મેળે થઈ જાય. તે સુખ બધી યોનિમાં છે. ઢોરાંને ઘાસ મળે, બધું મળે, પણ મોક્ષ મળે છે? નથી મળતો. સારું મકાન કર્યું હોય તો ઠાકોરજી પધરાવી વાપરીએ તેમાં ભક્તિ ને ચિંતવન થાય. વ્યવહારમાં માલ તે લૌકિક દૃષ્ટિ! જ્યાં મહારાજ જમ્યા હોય, ગુણાતીતાનંદ સ્વામી જમ્યા હોય, તે મહા-પ્રસાદી. શાસ્ત્રીજી મહારાજ જ્યાં બેઠા, તે ધારશીભાઈના ઘરે જવા કોઈએ આગ્રહ કર્યો હતો? કોઈએ કહ્યું હતું? છતાં આપણે ગયા. ભગવાન ને સંત જ્યાં બેઠા એ અક્ષરધામ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૭૮]