Written Nirupan
ગઢડા પ્રથમ - ૩ ગઢડા પ્રથમ - ૫ ગઢડા પ્રથમ - ૬ ગઢડા પ્રથમ - ૯ ગઢડા પ્રથમ - ૧૬ ગઢડા પ્રથમ - ૨૦ ગઢડા પ્રથમ - ૨૧ ગઢડા પ્રથમ - ૨૨ ગઢડા પ્રથમ - ૨૩ ગઢડા પ્રથમ - ૨૪ ગઢડા પ્રથમ - ૨૭ ગઢડા પ્રથમ - ૨૮ ગઢડા પ્રથમ - ૩૧ ગઢડા પ્રથમ - ૩૭ ગઢડા પ્રથમ - ૩૯ ગઢડા પ્રથમ - ૪૭ ગઢડા પ્રથમ - ૫૦ ગઢડા પ્રથમ - ૫૪ ગઢડા પ્રથમ - ૫૫ ગઢડા પ્રથમ - ૫૬ ગઢડા પ્રથમ - ૬૨ ગઢડા પ્રથમ - ૬૩ ગઢડા પ્રથમ - ૬૭ ગઢડા પ્રથમ - ૬૮ ગઢડા પ્રથમ - ૭૦ ગઢડા પ્રથમ - ૭૧ ગઢડા પ્રથમ - ૭૬ સારંગપુર - ૧ સારંગપુર - ૪ સારંગપુર - ૫ સારંગપુર - ૭ સારંગપુર - ૧૦ સારંગપુર - ૧૧ સારંગપુર - ૧૪ સારંગપુર - ૧૬ સારંગપુર - ૧૮ કારિયાણી - ૧ કારિયાણી - ૮ કારિયાણી - ૯ કારિયાણી - ૧૦ કારિયાણી - ૧૨ લોયા - ૨ લોયા - ૬ લોયા - ૭ લોયા - ૧૦ લોયા - ૧૨ લોયા - ૧૪ લોયા - ૧૭ પંચાળા - ૧ પંચાળા - ૨ પંચાળા - ૩ પંચાળા - ૪ પંચાળા - ૭ ગઢડા મધ્ય - ૪ ગઢડા મધ્ય - ૫ ગઢડા મધ્ય - ૭ ગઢડા મધ્ય - ૮ ગઢડા મધ્ય - ૯ ગઢડા મધ્ય - ૧૧ ગઢડા મધ્ય - ૧૪ ગઢડા મધ્ય - ૧૫ ગઢડા મધ્ય - ૧૬ ગઢડા મધ્ય - ૨૦ ગઢડા મધ્ય - ૨૧ ગઢડા મધ્ય - ૨૨ ગઢડા મધ્ય - ૨૪ ગઢડા મધ્ય - ૨૮ ગઢડા મધ્ય - ૨૯ ગઢડા મધ્ય - ૩૦ ગઢડા મધ્ય - ૩૨ ગઢડા મધ્ય - ૩૩ ગઢડા મધ્ય - ૩૭ ગઢડા મધ્ય - ૩૮ ગઢડા મધ્ય - ૪૦ ગઢડા મધ્ય - ૪૧ ગઢડા મધ્ય - ૪૨ ગઢડા મધ્ય - ૪૫ ગઢડા મધ્ય - ૪૬ ગઢડા મધ્ય - ૪૮ ગઢડા મધ્ય - ૪૯ ગઢડા મધ્ય - ૫૧ ગઢડા મધ્ય - ૫૩ ગઢડા મધ્ય - ૫૪ ગઢડા મધ્ય - ૫૭ ગઢડા મધ્ય - ૫૯ ગઢડા મધ્ય - ૬૧ ગઢડા મધ્ય - ૬૨ ગઢડા મધ્ય - ૬૩ ગઢડા મધ્ય - ૬૭ વરતાલ - ૧ વરતાલ - ૩ વરતાલ - ૪ વરતાલ - ૫ વરતાલ - ૭ વરતાલ - ૧૦ વરતાલ - ૧૧ વરતાલ - ૧૨ વરતાલ - ૧૫ વરતાલ - ૧૬ વરતાલ - ૧૯ અમદાવાદ - ૨ ગઢડા અંત્ય - ૧ ગઢડા અંત્ય - ૨ ગઢડા અંત્ય - ૭ ગઢડા અંત્ય - ૮ ગઢડા અંત્ય - ૯ ગઢડા અંત્ય - ૧૧ ગઢડા અંત્ય - ૧૩ ગઢડા અંત્ય - ૧૫ ગઢડા અંત્ય - ૧૬ ગઢડા અંત્ય - ૧૭ ગઢડા અંત્ય - ૧૮ ગઢડા અંત્ય - ૨૧ ગઢડા અંત્ય - ૨૫ ગઢડા અંત્ય - ૩૦ ગઢડા અંત્ય - ૩૧ ગઢડા અંત્ય - ૩૭ ગઢડા અંત્ય - ૩૮ ગઢડા અંત્ય - ૩૯ અશ્લાલી - ૧વચનામૃત નિરૂપણ
ગઢડા પ્રથમ ૨૦
જાન્યુઆરી ૧૯૬૪. સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૨૦ ઉપર ધ્યાન દોરતાં સ્વામીશ્રીએ કહ્યું: “ચિંતામણિ મળી ને કોરા કેમ રહી ગયા? સત્પુરુષના સંબંધવાળાને ગાફલાઈ નથી રહેવા દેતા. મોટાપુરુષને ન ઓળખ્યા તે અજ્ઞાની. મનુષ્યભાવ પરઠે તે અતિ અજ્ઞાની. કોઈ સંકલ્પ વગર દિવ્યભાવ રહે તે જ્ઞાની. જિંદગીમાં મનુષ્યભાવ ન પરઠાય તે વિશેષ જ્ઞાની.
“સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, તેને ઓળખવાની વાત હતી. તે વખતે ક્યાં ગેડ બેસે? જીવાત્માને શોધે; પણ સાક્ષાત્ ગુણાતીત બેઠા છે, તેને ઓળખવાની મહારાજની વાત હતી. ‘ગુણાતીત મારો આત્મા છે’ એમ માન્યું હોત, તો ઘેલામાં ન કહેવાત. જેને સત્પુરુષ સાચા માન્યા તેને આ વાત મનાય. ભડકો જોવાનું સૌને તાન.”
અહીં સ્વામીશ્રી સમયની સાથે ભૂતકાળમાં પહોંચી ગયા અને મહારાજની સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, એમને ઓળખવાની વાત સમજાવી. પોતે પણ એ પ્રસંગના સાક્ષી છે તેમજ આજે પણ એ જ બોલી રહ્યા છે – એમ પણ પોતાની એકતા જણાવી.
એ જ વચનામૃતમાં શબ્દો આવ્યા: “સ્વરૂપને જોવું એટલે શું?” એ સમજાવતાં કહે, “એમાં આપોપું કરવું. જોડાવું.” વળી પૂછ્યું:
“ભગવાનનો પ્રતાપ શું? મહિમા. પ્રકાશ એટલે પણ મહિમા.”
“જીવાત્મા માયાવેષ્ટિત છે. તેને બ્રહ્મનો સંબંધ થાય એટલે તે પણ બ્રહ્મ થાય – માયા પર થાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૧]
પ્રમુખસ્વામી મહારાજે ગઢડા પ્રથમ ૨૦ વંચાવી અમૃતવચનો કહ્યાં, “પોતાનું સ્વરૂપ જે આત્મા તે ઓળખવું. વચનામૃત વરતાલ ૧૧માં કહ્યા પ્રમાણે સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શન. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માની એને વિષે દૃઢ આત્મબુદ્ધિ ને પ્રીતિ કરવી. સત્પુરુષ પોતાનો આત્મા મનાઈ જાય પછી એમાં જ ભગવાનનાં દર્શન થશે.” (૭૦)
[સંજીવની: ૧/૭૦]