Written Nirupan
ગઢડા પ્રથમ - ૩ ગઢડા પ્રથમ - ૫ ગઢડા પ્રથમ - ૬ ગઢડા પ્રથમ - ૯ ગઢડા પ્રથમ - ૧૬ ગઢડા પ્રથમ - ૨૦ ગઢડા પ્રથમ - ૨૧ ગઢડા પ્રથમ - ૨૨ ગઢડા પ્રથમ - ૨૩ ગઢડા પ્રથમ - ૨૪ ગઢડા પ્રથમ - ૨૭ ગઢડા પ્રથમ - ૨૮ ગઢડા પ્રથમ - ૩૧ ગઢડા પ્રથમ - ૩૭ ગઢડા પ્રથમ - ૩૯ ગઢડા પ્રથમ - ૪૭ ગઢડા પ્રથમ - ૫૦ ગઢડા પ્રથમ - ૫૪ ગઢડા પ્રથમ - ૫૫ ગઢડા પ્રથમ - ૫૬ ગઢડા પ્રથમ - ૬૨ ગઢડા પ્રથમ - ૬૩ ગઢડા પ્રથમ - ૬૭ ગઢડા પ્રથમ - ૬૮ ગઢડા પ્રથમ - ૭૦ ગઢડા પ્રથમ - ૭૧ ગઢડા પ્રથમ - ૭૬ સારંગપુર - ૧ સારંગપુર - ૪ સારંગપુર - ૫ સારંગપુર - ૭ સારંગપુર - ૧૦ સારંગપુર - ૧૧ સારંગપુર - ૧૪ સારંગપુર - ૧૬ સારંગપુર - ૧૮ કારિયાણી - ૧ કારિયાણી - ૮ કારિયાણી - ૯ કારિયાણી - ૧૦ કારિયાણી - ૧૨ લોયા - ૨ લોયા - ૬ લોયા - ૭ લોયા - ૧૦ લોયા - ૧૨ લોયા - ૧૪ લોયા - ૧૭ પંચાળા - ૧ પંચાળા - ૨ પંચાળા - ૩ પંચાળા - ૪ પંચાળા - ૭ ગઢડા મધ્ય - ૪ ગઢડા મધ્ય - ૫ ગઢડા મધ્ય - ૭ ગઢડા મધ્ય - ૮ ગઢડા મધ્ય - ૯ ગઢડા મધ્ય - ૧૧ ગઢડા મધ્ય - ૧૪ ગઢડા મધ્ય - ૧૫ ગઢડા મધ્ય - ૧૬ ગઢડા મધ્ય - ૨૦ ગઢડા મધ્ય - ૨૧ ગઢડા મધ્ય - ૨૨ ગઢડા મધ્ય - ૨૪ ગઢડા મધ્ય - ૨૮ ગઢડા મધ્ય - ૨૯ ગઢડા મધ્ય - ૩૦ ગઢડા મધ્ય - ૩૨ ગઢડા મધ્ય - ૩૩ ગઢડા મધ્ય - ૩૭ ગઢડા મધ્ય - ૩૮ ગઢડા મધ્ય - ૪૦ ગઢડા મધ્ય - ૪૧ ગઢડા મધ્ય - ૪૨ ગઢડા મધ્ય - ૪૫ ગઢડા મધ્ય - ૪૬ ગઢડા મધ્ય - ૪૮ ગઢડા મધ્ય - ૪૯ ગઢડા મધ્ય - ૫૧ ગઢડા મધ્ય - ૫૩ ગઢડા મધ્ય - ૫૪ ગઢડા મધ્ય - ૫૭ ગઢડા મધ્ય - ૫૯ ગઢડા મધ્ય - ૬૧ ગઢડા મધ્ય - ૬૨ ગઢડા મધ્ય - ૬૩ ગઢડા મધ્ય - ૬૭ વરતાલ - ૧ વરતાલ - ૩ વરતાલ - ૪ વરતાલ - ૫ વરતાલ - ૭ વરતાલ - ૧૦ વરતાલ - ૧૧ વરતાલ - ૧૨ વરતાલ - ૧૫ વરતાલ - ૧૬ વરતાલ - ૧૯ અમદાવાદ - ૨ ગઢડા અંત્ય - ૧ ગઢડા અંત્ય - ૨ ગઢડા અંત્ય - ૭ ગઢડા અંત્ય - ૮ ગઢડા અંત્ય - ૯ ગઢડા અંત્ય - ૧૧ ગઢડા અંત્ય - ૧૩ ગઢડા અંત્ય - ૧૫ ગઢડા અંત્ય - ૧૬ ગઢડા અંત્ય - ૧૭ ગઢડા અંત્ય - ૧૮ ગઢડા અંત્ય - ૨૧ ગઢડા અંત્ય - ૨૫ ગઢડા અંત્ય - ૩૦ ગઢડા અંત્ય - ૩૧ ગઢડા અંત્ય - ૩૭ ગઢડા અંત્ય - ૩૮ ગઢડા અંત્ય - ૩૯ અશ્લાલી - ૧વચનામૃત નિરૂપણ
વરતાલ ૩
હરિશંકરભાઈએ પૂછ્યું જે, “વડવાનળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “સત્સંગિજીવનમાં તેનાં લક્ષણ કહ્યાં છે જે, ‘પુષ્પહારાય સર્પાય ।’† એવું વર્તે, તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે તથા સત્સંગ શબ્દનો અર્થ કર્યો છે તેવાં લક્ષણ હોય, તથા ઘણાક જીવને ભગવાન ભજાવે ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહીં એવા હોય. ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય ને પોતે જતા રહે એવા હોય, તે ગોપાળ સ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જાતા રહ્યા; માટે એમ મોટાઈ સમજવી નહીં. એ તો વ્યાવહારિક મોટાઈ છે. પણ વચનામૃતમાં મોટાઈ કહી છે જે ભગવાનનો નિશ્ચય હોય ને આજ્ઞા પાળે એ મોટા છે; ને વડવાનળ અગ્નિ જેવા ન હોય તો આટલા બધા માણસને સત્સંગ કરાવે ને પોતે નિર્લેપ કેમ રહે? માટે આપણે મનાય એ કાંઈ મોટા નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી.”
†મૂળ શબ્દ ‘સર્પાયન્તે પુષ્પહારા’ એવો છે. (સત્સંગિજીવન: ૧/૩૬/૭૦). અર્થ: ભગવાનના સાચા ભક્ત - સંતને મળયાગર ચંદનનો લેપ ઝેરના કાદવના લેપ જેવો લાગે છે. ફૂલના હાર તેને સર્પ જેવા લાગે છે. અલંકારો દૂષણરૂપ જણાય છે.
[સ્વામીની વાતો: ૫/૧૪૨]
તા. ૨૨/૬/૧૯૬૨, મુંબઈ. સવારની સભામાં ચાર પ્રકારના પુરુષની વાત સમજાવતાં યોગીજી મહારાજ કહે, “એવી અસાધારણ ભક્તિ શેનેથી આવે? પૂછનાર જબરા. તરત પ્રશ્ન તરત જવાબ, ‘મારી સેવા કરો’ એમ કેમ ન કહ્યું? પોતાનો વંશ રાખનાર સંત છે. તેની ભક્તિ કરો.
“દીવા જેવા મોટાપુરુષ હોય તે શું ધોળે? શું મોક્ષ કરે? વિષયનો ઝપાટો આવે ત્યાં ઠેકાણે પડી જાય. ને મશાલ જેવા પણ પવનના ઝપાટે ઠરી જાય. ચાર પ્રકારના એકાંતિક, તેમાં એકને લીધા ને ત્રણને પડતા મૂક્યા. લોકલ ગાડી પડી રહે ને મેલ આગળ નીકળી જાય. વડવાનળ!
“હિરાભાઈ મુખી – બોચાસણના, કોઈને ન માને. જોબન વડતાલા જેવા. શાસ્ત્રીજી મહારાજે મીઠા કર્યા. એના હાથે બોચાસણનું મંદિર કરાવ્યું. અધમ, પાપી પોતાને શરણે આવે તેને શુદ્ધ કરે. એવા વડવાનળ છે. તેની સેવા પોતાના ધર્મમાં રહી કરે. ખારાને મીઠા કરે તે વીજળી જેવાથી ન થાય. સુપ્રીમ કોર્ટની અપીલમાં જવું પડે. હાઈકોર્ટમાં ન ચાલે. પૈસા ખોઈ બેસાય.
“પરમ એકાંતિક પાપી-અધમને પોતાના ભાવને પમાડી દે. વીજળી જેવા સંસ્કાર લગાવે.
“અમે સ્વામી પાસે બેસતા. ટાઢું થઈ જાય. શાંતિ થઈ જાય. તમે જોયેલા નહીં, ભગવાન-સ્વરૂપ સંત. એ વડવાનળ કહ્યા છે. મહારાજનો વંશ કંઈ બંધ ન થાય. આ તો વડવાનળની વાત હાલે છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૨]