વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૨૧

તા. ૧૦/૧૨/૧૯૬૧, મુંબઈ. સવારે વચનામૃત ગઢડા પ્રથમ ૨૧ પ્રશ્નોત્તર સ્વરૂપમાં સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ઝાઝી વાર વિચારી રહ્યા તેનું શું કારણ? કે કોઈને વાત સદે કે ન સદે.

“અહિંસા એટલે જીવને દુખવવો નહીં તે.

“પરમ અહિંસા એ જીવને માયા પર કરવો તે.

“બ્રહ્મચર્ય અષ્ટ પ્રકારે.

“વિશેષ બ્રહ્મચર્ય એ ગુણાતીતને પોતાનું સ્વરૂપ માનવું તે. ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પોતાનું સ્વરૂપ આત્મા જુદું માનવું. શબ્દ ન લાગે.

“આત્મનિષ્ઠા એટલે સુખ-દુઃખમાં ન લેવાવું.

“વિશેષ આત્મનિષ્ઠા તે ગુણાતીત – અક્ષરને વિષે અચળ નિષ્ઠા.

“વૈરાગ્ય કેને જાણવો? ભગવાન ઘણા છે, પણ એક ભગવાન સહજાનંદ સ્વામી સિવાય બીજે અરુચિ.

“વિશેષ વૈરાગ્ય શું? અક્ષરપુરુષોત્તમ સિવાય બીજે રાગ નહીં, તે વિશેષ વૈરાગ્ય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ