વચનામૃત નિરૂપણ

વરતાલ ૧૧

ગુણાતીતાનંદ સ્વામી કહે, “... જેને ભગવાનને વિષે તથા મોટા સાધુ સાથે હેત છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું નવમું તથા વરતાલનું અગિયારમું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.”

[સ્વામીની વાતો: ૫/૩૩૮]

 

તા. ૨૮/૧/૧૯૫૫, વસંતપંચમી, અટલાદરા. યોગીજી મહારાજ કહે, “ગુણાતીત મારો આત્મા ન મનાય ત્યાં સુધી કસરમાં જ બેઠા છીએ. વરતાલ ૧૧ વચનામૃત પ્રમાણે સત્પુરુષને વિષે પ્રીતિ થાય ત્યારે કસરમાત્ર ટળી જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૧૭]

 

તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન ને સંબંધવાળા ભક્તોની આગળ માન ન રાખવું. મોટા સાથે બાટકે તે માન. સામાન્ય માન પણ ન રાખવું. તે મુદ્દો. માનનો ભાવ કદાપિ હોય, પણ દેહે કરીને બતાવે નહીં તે સારો. પગે લાગે. એક જણ તપ કરવા બેઠો. તે દિવસથી એક મીંદડો પણ તેની સામે આવીને બેઠો. થોડા દિવસ થયા ત્યાં તપસ્વી સુકાઈ ગયા, પણ મીંદડો જાડો થઈ ગયો. તપસ્વીએ મીંદડાને પૂછ્યું, ‘તું શું ખાય છે તે આવો જાડો થયો છે?’ મીંદડો કહે, ‘હું તો તમારું માન છું, તે તમે સુકાઈ ગયા ને તમને તપનું માન વધી ગયું તેથી હું જાડો થઈ ગયો છું.’ આપણે તપ-ત્યાગ કરીએ પણ માનરૂપી મીંદડો વધવા દેવો નહીં. નિર્માની રહેવું. ભાર્યો દેવતા નખ્ખોદ કાઢી નાખશે. સ્વામિનારાયણનું નામ લેતા હોય, આશરો હોય ને ગુણાતીત સાથે વેર હોય તે અસુર થાય. દ્રોહ કરતો હોય તે દીઠોયે ન ગમે... કેવું કીધું! ગમે તેવો નાનો હોય તેનો દ્રોહ કરે તોય ન ગમે, તો ગુણાતીતનો કરે તો તો ક્યાંથી ગમે? હેત થઈ ગયું હોય તો સત્પુરુષની બધી ક્રિયા ગુણાતીત જ લાગે. ગુણાતીત! બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ