વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૭

તા. ૨૪/૬/૧૯૬૨, મુંબઈ. મંગલ પ્રવચનમાં વચનામૃત ગઢડા અંત્ય ૭ ઉપર સ્વામીશ્રીએ વાત કરી, “હરિભક્તો બેઠા છે. સંતો નથી. અંતરનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત થોડો હોય. ભગવાન ને સંત વિના કાંઈ સુખદાયી નથી. રૂપિયા ટકા કાંઈ ન બતાવ્યું. જે વસ્તુ સુખદાયી હોય તેમાં સોળ આના પ્રેમ રાખવો જોઈએ. આત્મબુદ્ધિ ને પક્ષ. માથું જાય પણ પક્ષ ન મૂકવો. આમ પક્ષ રાખે ને પાછળથી અભાવ લે. પક્ષ રાખવો પણ અભાવ આવવા દેવો નહીં. મહારાજ દૂધમાં પોરા બતાવે છે. ૨૬૨ વચનામૃતોનો એક જ સાર – દેહના સંબંધી વહાલા રાખવા નહીં. દાદાખાચર... મોટા ભક્તોએ કર્યું તેમ કરવું. ટાણે સંબંધી વહાલા ન રાખે.

“મહિમા એક સમજાય તો પક્ષ રહે. મહિમા સમજાય તો સંબંધી વહાલા રહે નહીં. ચૈતન્યભૂમિકાનું જ્ઞાન સમજાવે છે. ધામમાં સેવા કઈ? મૂર્તિ સામું જોઈ રહેવું તે જ સેવા. ચહ ચહ સુખ લીધા જ કરે!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૩]

પ્રમુખસ્વામી મહારાજે ગઢડા અંત્ય ૭મું વચનામૃત સમજાવતાં જણાવ્યું કે, “ગુણાતીત સંતમાં મહારાજ રહ્યા છે, તેનો મજીયારો વહેંચાતો નથી. ભગવાન અને સંતમાં સંશય તો કલ્યાણમાં સંશય, તે પાકું તો કલ્યાણનું પાકું. ભગવાનના ચરણ સત્પુરુષ છે. તેમાં મન રહે, તો ભગવાનમાં દૃઢ મન કરાવી દે. સંત ભગવાનમાં વૃત્તિ રખાવે છે.” (૬૮)

[સંજીવની: ૧/૬૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ