વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૧૩

છેલ્લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “પોતાના સ્વરૂપને અક્ષર માનીને ઉપાસના કરે તેની પ્રીતિ દેશ, કાળ, કર્મ, ક્રિયા કોઈથી ટળે નહીં ને એ કોઈની મોટાઈમાં લેવાય નહીં. ગોલોકાદિક ધામ પણ કાળનું ભક્ષણ છે એમ જાણતો હોય ને તેના દેહની વ્યવસ્થા બ્રાહ્મણ મટીને મુસલમાનની થાય પણ ભગવાનમાંથી પ્રીતિ ટળે નહીં.” ત્યાં દૃષ્ટાંત દીધું જે, “બીજું સર્વે દ્રવ્ય જાતું રહે ને ચિંતામણિ રહે તો કાંઈ ગયું જ નથી ને ચિંતામણિ ગઈ તો કાંઈ રહ્યું જ નથી.”

[સ્વામીની વાતો: ૫/૨૧૫]

 

છેલ્લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં એકાંતિકપણું કેમ રહે? એ પ્રશ્ન ઉપર ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, “નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે અને એ જ રહેવાનું. તે જેમ ચિંતામણિ રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી ને ચિંતામણિ ગઈ ને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહીં; તેમ જ એક નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે.”

[સ્વામીની વાતો: ૧/૨૦૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ