વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૨૪

ભગવાનનું બળ

ગઈકાલે રાત્રે સૂવાનું ઘણું જ મોડું થયું હોવાથી, તા. ૧૨મીએ સ્વામીશ્રી સવારે ૫-૫૫ વાગે ઊઠી સ્નાનાદિક વિધિ માટે પધાર્યા.

સવારે ૭-૪૫ વાગે પૂજા બાદ મંદિરના હોલમાં પધાર્યા. ગ. પ્ર. ૨૪મું વચનામૃત સમજાવતાં કહ્યું:

“મહિમા અને હેતભાવ આવે ત્યારે લૂખાપણું જતું રહે. ભૂંડા ઘાટ શું? ભૂંડામાં ભૂંડું મનુષ્યભાવ આવે તે. સારામાં સારું શું? સંબંધ થયો તે.

“સૂર્યને માથે ધૂળ નાખે તો ધૂળ સૂર્યને અડેને! ચંદન નાખે તો ચંદન પોતાને માથે પડે અને પુષ્પ નાખે તો?

“આપણામાં ગમે તેવા દોષ હોય તોપણ ભગવાન અને સંતને નિર્દોષ સમજે તોય દોષ ટળી જાય.

“બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે, ‘ત્રણ ગુણ – જે વિષયમાં ઇન્દ્રિયો તણાતી નથી, અંતરમાં ખોટા ઘાટ થતા નથી અને યથાર્થ નિશ્ચય છે, છતાં ક્યાં ટેલિફોન બગડ્યો છે તે બતાવો. કરોડપતિ છે, છતાં કંગાલપણું કેમ રહે છે?’

“હે બ્રહ્માનંદ સ્વામી! તમે એમ માનો છો કે ઇન્દ્રિયો તમે જીતી છે, એમ ન માનો, પણ ભગવાનના બળે જિતાણી છે. કૃપા કરીને અમારું સ્વરૂપ ઓળખાવ્યું છે. પણ ‘મેં ઓળખ્યા’ એમ છોડી દો. ભગવાનનું બળ રાખો. ભગવાનની કૃપા થઈ તે દોષ જિતાણા. કૃપાથી સમાગમમાં રાખ્યા છે.

“પૂછ્યું બ્રહ્માનંદ સ્વામીએ, પણ મહારાજે નામ હરિભક્તનું લીધું. બ્રહ્માનંદ સ્વામીનું નામ આવવા ન દીધું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૦૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કરિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ