વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૧૮

તા. ૨૩/૯/૧૯૭૦, ભાદરા. વચનામૃત ગઢડા અંત્ય ૧૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આપણને ઊંઘ આવતી હોય અને પ્રમુખસ્વામી કથા કરતા હોય તો શું કરવું? ઊંઘી જવું કે કથામાં બેસવું? પછી ‘ના, હાલો સૂઈ જઈએ,’ આવો વિચાર થાય તે વાસના કહેવાય. ‘કેડના મંકોડા તૂટતા હોય, ઊંઘ આવતી હોય, તાવ-તરિયો આવતો હોય છતાં આપણે કથામાં બેસવું જ છે,’ એવા વિચાર કરીએ તે વાસના જીર્ણ થઈ કહેવાય. ભગવાન અને સંતની કૃપા વગર સંકલ્પ હટે જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૩૫]

 

ગઢડા અંત્યનું ૧૮મું સમજાવતાં યોગીજી મહારાજ કહે, “અનાદિ સત્પુરુષ ગુણાતીતમાં હેત થાય તો વાસના બળી જાય. અનાદિ ગુણાતીત પરોક્ષ થતા જ નથી. પરોક્ષ થાય તો આપણું ઠેકાણું કેમ રહે?”

[યોગીવાણી: ૧૨/૫૩]

 

તા. ૬/૬/૧૯૬૨, મુંબઈ. સવારની કથામાં યોગીજી મહારાજ કહે, “જીર્ણ વાસના કેમ થઈ જણાય? એક પા છાપું ને એક પા વચનામૃત, તો વચનામૃત પડ્યું મૂકી ‘હાલો છાપું વાંચી લઈએ.’ એ ન કરવું. મોજીદડના માધા પટેલ મહેમાન આવ્યા હોય તેને કહે કે, ‘હાલો કથામાં, ને ન આવવું હોય તો આ ખાટલો, આ લોટો. સૂઈ જાવ.’ તે એકલો શું સૂએ? ચુમાઈને આવવું પડે. તે જીર્ણ વાસના થઈ કહેવાય. બજારમાં દસ હજારની કમાણી હોય તો ત્યાં જાવું કે અહીં શાસ્ત્રીજી મહારાજ પાસે આવવું? ભગવાન સંબંધી સંકલ્પ થાય તે બળવાન. બીજું મોળું પડે... વહેવારમાં ટેકા દઈને એ રાખ્યો હોય તે નિર્વાસનિક. ને બીજા પોતાની મેળે રહ્યો હોય તથા મોટાપુરુષ કહે તોય ન નીકળી શકે તે સવાસનિક.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ