વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૨૧

તા. ૯/૬/૧૯૬૨, મુંબઈ. વચનામૃત ગઢડા અંત્ય ૨૧મું સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “એક પુરુષોત્તમ નારાયણને વિષે પતિવ્રતાપણાની ભક્તિ એ જ ભાગવત ધર્મ.

“ભક્તોના સમૂહમાં રહેવું ને ભીડો વેઠવો એ જ ભક્તિ. વન, પર્વત ને જંગલમાં રહેવા કરતાં સમૂહમાં રહેવું શ્રેષ્ઠ છે. વનમાં શું સમાસ થાય? સત્સંગમાં રહે તો હજારોને સમાસ થાય.

“અવગુણ લેવાનો સ્વભાવ કેમ ટળે? આપણો દેહ ૪૫ વખત ખાડે (શૌચ) જાય, પણ અવગુણ નથી આવતો. શાથી? આત્મબુદ્ધિ ને પ્રીતિ છે. તેવી ભગવાન ને ભક્તો સાથે રાખીએ તો અવગુણ ન આવે. એકાંતિક ગુણાતીત સંત તેનો જે અવગુણ લે તેના હાથથી મહારાજ જમતા નથી. આરતી કરે, સેવા-પૂજા કરે, પણ મહારાજ સેવા ગ્રહણ કરતા નથી.

“બે ખટારા ભટકાય તેમ જીવને અભાવ-અવગુણના એક્સિડન્ટ બહુ થાય છે. દેહના સંબંધી સાથે હેત રહે તેવો સત્સંગ ન કરવો. સોનાના દોરા જેવા થઈએ તો અપમાનની બહબહાટી બોલે, નાનાં-મોટાં અપમાન કરે, પણ પાછા ન પડે. મહારાજ વખતે આવું રણશિંગું વાગ્યું તો પણ (ભક્તો) ઢીલા ના પડ્યા.

“મહારાજ કહે, ‘તે અમારી નાત.’ મન ઝાંખું ન પડ્યું તે વૈષ્ણવ, કારસો નથી પડ્યો આથી પાકા રહીએ છીએ. સમજણ કરવી. સોનાનો દોરો થયો તે આત્મસત્તારૂપે થયો. બ્રહ્મસંગે બ્રહ્મ થવાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ