વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૨૫

તા. ૧૨/૬/૧૯૬૨, મુંબઈ. મંગળ પ્રવચનમાં વચનામૃત ગઢડા અંત્ય ૨૫ વંચાવતાં યોગીજી મહારાજે વાત કરી, “આ બધાં છેલ્લી શિખામણનાં વચનામૃત છે. પછી મહારાજ ધામમાં જતી વખતે છેલ્લી શિખામણ આપે છે કે ભગવાન ને ભક્તોનો મહિમા સમજો, દિવ્યભાવ રાખો, તો કેફ વર્તશે અને અનુભવમાં મુકાશે. ખપ છે, પણ મહિમાની ખામી છે તેથી મન સોંપાતું નથી. બીક રાખે, ‘અમને બાવા કરશે તો?’ સાધુને ક્યાં લઈ લેવું છે? પણ એવી બીક રહે. સાધુ ગામ આવ્યા હોય તો, ‘ફંડફાળા સારુ આવ્યા લાગે છે’ એમ ધ્રાસ્કો પાડે; પણ જેણે તન, મન, ધન અર્પણ કર્યું હોય, તેને શી બીક હોય? સર્વસ્વ ભગવાનનું જ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૭]

 

તા. ૨૧/૧/૧૯૬૪, મુંબઈ. બપોરે વચનામૃત ગઢડા અંત્ય ૨૫ વંચાવી યોગીજી મહારાજ કહે, “ખરો હરિભક્ત કયો જાણવો? દીર્ઘ રોગ આવી પડે, પહેરવાં વસ્ત્ર ન મળે, તો પણ મોળો પડી જાય એમ આવ્યું ને? ના, રતિવા સરસ થાય, પણ રંચમાત્ર મોળો ન પડે! બાપાએ કો’કના સારુ આ વેણ લખ્યાં હશે, ખરું? મહારાજ છતાં સંતો-હરિભક્તો હતા એના માટે આ વેણ છે. અત્યારે આપણે લેવા-દેવા નથી, એમ ને? ના, તે દી’ ને આજે આપણે માટે સરખું છે. દીર્ઘ રોગ આવી પડે, બીજા સારા ફરે ને આપણે માંદા પડીએ; બીજા કુસંગીઓ ખાય-પીએ ને લહેર કરે, ને આપણે માળું ઘરમાં દાણો ન પણ મળે અને ખાવા અન્ન ન મળે, વસ્ત્ર ન મળે, તો પણ રતિવા સરસ થાય. રંચમાત્ર મોળો ન પડે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ