વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૩૦

૨૨/૭/૧૯૬૫, બોચાસણ. એક દિવસ અહીં બપોરની સભામાં મોટાસ્વામી ગ. અં. ૩૦નું નિરૂપણ કરતા હતા. સ્વામીશ્રી દર્શન દેતા બિરાજ્યા હતા. થોડી વારે મોટાસ્વામીની વાતમાંથી એમણે વાત ઉપાડી લીધી અને કહે, “મરી જવું છે એમ તો રહે છે, પણ જરાક કંઈક થાય તો દાક્તરને બોલાવીએ છીએ. ગુણાતીતને પૂછો, પાંચ વાતનું અનુસંધાન નિરંતર રહે છે? અમારા જૂનાગઢમાં પ્રશ્ન નીકળ્યો’તો કે આ પાંચમાં આપણાં કેટલાં ને મહારાજનાં કેટલાં?

“ઉપરની ત્રણ વાત આપણી. ને પછીની બે વાત ભગવાનની. બીજાના અવગુણ જોવા તે આપણું કામ નહીં. મનને ભીડામાં રાખવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ