વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૨૮

તા. ૨૬/૪/૧૯૭૦, મોમ્બાસા. રવિભાઈ પંડ્યાને ત્યાં ઉતારે બપોરે ૧:૨૦ વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૨૮ વંચાવતાં યોગીજી મહારાજ કહે, “આપણે નાનામાં નાના રહેવું. ગુણાતીત સ્વામી ઘોડી ઉપર બેસી જતા હતા. એક મુસલમાન તેમને મારવા ધારતો હતો. તેણે સ્વામીને પૂછ્યું, ‘તમે મોટા?’ સ્વામીએ કહ્યું, ‘ના, અલ્લાતાલા મોટા.’ સ્વામી દાસના દાસ રહ્યા તો ઓલો તરત નમી ગયો.

“દાદાખાચર નિર્માની રહ્યા તો મહારાજ ત્યાં રહ્યા. જીવાખાચર મોટા થવા ગયા તો પડ્યા.

“સમાસ એટલે શું? હૃદયમાં પ્રકાશ.

“અતિશય મોટપ પામ્યો એટલે શું? ગાદી-તકિયો મળ્યો ઈ? ના. દાસનો દાસ રહે તે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૭૮]

 

તા. ૨૧/૧/૧૯૬૪, મુંબઈ. બપોરે વચનામૃત ગઢડા પ્રથમ ૨૮ સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “અવગુણ આવે તો ધૂંધવાયા કરે. સત્સંગમાંથી વહ્યો જાય. નવરા પડીએ તો આ વચનામૃત સમજી લેવું. બધાં કામ પડતાં મૂકીને વચનામૃત લઈને બેસી જાવું.

“જેટલા માણસ તેટલા અવગુણ તો હોય જ, પણ તે નજરમાં ન લે, ગુણ લે. સર્વ સાધુ મોટા. સર્વ હરિભક્ત મોટા. સ્વામિનારાયણના ઉપાસક – બધા એક જ મેળ! નોખો નહીં.

“‘અહોહો! ધન્ય ભાગ્ય! ધન્ય ઘડી! સત્સંગમાં આવી પડ્યો! બીજે કુસંગમાં પડત તો શું થાત?’ એમ ગુણ લે તો અતિશય મોટપ પામે. આપણા હૃદયમાં ટાઢું રહે તે મોટપ. ગાદી-તકિયો મળે તે મોટપ નહીં. આ મોટપ હોય તો કોઈ દી’ પડવાનો વારો ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ