વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૩૭

ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “ઓળખીને તેની ભક્તિ કરે તેને ભગવાન ભક્તિ માને છે, ને ઓળખ્યા વિના તો ‘આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે’ તેવું છે. પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કે’વાય.” તે ઉપર પ્રથમનું સાડત્રીસમું વચનામૃત વંચાવ્યું.

[સ્વામીની વાતો: ૫/૧૮૧]

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે જે સંતને ભગવાનના સાકારપણાની અને કર્તાપણાની પ્રતીતિ છે, એવા ગુણાતીત સત્પુરુષનો મહિમા જુદી-જુદી અગિયાર રીતે કહેલી છે. પરમહંસોએ આ અગિયાર મુદ્દાઓને શીર્ષકમાં જ અગિયાર પદવી તરીકે વણી લીધા છે. તે અગિયાર પદવી આ પ્રમાણે છે:

૧. જેવો-તેવો હોય તો પણ [એને સાકારપણાણી અને કર્તાપણાની પ્રતીતિ છે તો] એ અમને ગમે છે.

૨. એને માથે કાળનો હુકમ નથી.

૩. એને માથે કર્મનો હુકમ નથી.

૪. એને માથે માયાનો હુકમ નથી.

૫. તેના પગની રજને તો અમે (શ્રીજીમહારાજ) પણ માથે ચઢાવીએ છીએ.

૬. તેને દુખવતા થકા મનમાં બીએ છીએ.

૭. તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ.

૮. જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્છે એવા ડાહ્યા છે.

૯. દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે.

૧૦. તેનું દર્શન તો ભગવાનનાં દર્શન તુલ્ય છે.

૧૧. એનાં દર્શન કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ