વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૩૯

વચનામૃત કારિયાણીનું ૭મું નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “આત્યંતિક કલ્યાણ તો પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દૃઢ નિષ્ઠા હોય તેને જ કહ્યું છે. એવા આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો છે, તે તો સ્થાવર અને જંગમ જ્યાં જ્યાં દૃષ્ટિ જાય, ત્યાં ભગવાનની મૂર્તિ સિવાય બીજું અણુમાત્ર દેખે નહીં. સિદ્ધદશાનો આથી પણ સૂક્ષ્મ ઉત્તર પ્રથમના ૩૯મા વચનામૃતમાં કર્યો છે. તેમાં બે પ્રકારની સિદ્ધદશા બતાવી છે. સવિકલ્પ સ્થિતિ અને નિર્વિકલ્પ સ્થિતિ. સવિકલ્પ સ્થિતિવાળા હોય તે તો સ્થાવરમાં જીવ, ઈશ્વર, માયા તથા બ્રહ્મ બધું જુદું જુદું દેખે; પણ જે નિર્વિકલ્પ સ્થિતિવાળા હોય, તે તો જંગમ જે સત્પુરુષ તેને વિષે ભગવાન અખંડ રહ્યા છે એમ જ દેખે અને સ્થાવર જે ભગવાનની મૂર્તિ તેમાં ભગવાનને સાક્ષાત્ દેખે, પણ તે બે વિના બીજે દૃષ્ટિ જાય જ નહીં. આ ગુણાતીત સ્થિતિ છે અને છેલ્લી કોટીની વાત છે. માટે જ્યાં સુધી સ્થાવરમાં બધું દેખાય છે, ત્યાં સુધી મોટાપુરુષમાં ભગવાન દેખાશે નહીં, મનાશે ખરા.”

[યોગીવાણી: ૭/૬]

SELECTION

પ્રકરણ

ગઢડા પ્રથમ (૭૮)

સારંગપુર (૧૮)

કરિયાણી (૧૨)

લોયા (૧૮)

પંચાળા (૭)

ગઢડા મધ્ય (૬૭)

વરતાલ (૨૦)

અમદાવાદ (૩)

ગઢડા અંત્ય (૩૯)

ભૂગોળ-ખગોળનું વચનામૃત

વધારાનાં (૧૧)

વિશેષ

વચનામૃત અભ્યાસ

આશિર્વાદ પત્રો

નિવેદન

વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ

પરથારો

પરિશિષ્ટ