વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૫૬

૨-૬-૬૫, અડાસ. ચુનીભાઈને ત્યાં સાંજે કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૫૬મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજ કહે, “આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની – ચારેને નિશ્ચય તો સરખો જ હોય; પણ સમજણમાં ફેર રહી જાય. જ્ઞાની કઈ રીતે શ્રેષ્ઠ? તે બ્રહ્મસ્વરૂપે વર્તે, દેહરૂપે ન વર્તે. ને બીજા ત્રણને કામના રહી જાય. કાચપ રહી જાય.

“ગુણ-અવગુણ આવ્યા કરે તે કાચ્યપ. કામના-ઇરછા રાખવી તે બહુ મોટી ખોટ. હવે ગુણમાં દોષ બતાવે છે. ‘મારા જેવો તીવ્ર વૈરાગ્ય કોઈને નહીં!’ થયું. અહંકાર આવ્યો. મણમાં આઠ પાંચ શેરીની ભૂલ! એનું અંગ વૃદ્ધિ ન પામે. માનનો ઘાટ થયો.

“બીજો હોય તે બેસી ન રહે, સેવા કરે. વિચારનું બળ રાખે. નમ્યો તે સૌને ગમ્યો. સહન કરવું તે સાધુતાનો ગુણ. કોઈ પ્રકારે માન ન રાખવું. ચુનીભાઈ માસ્તર એવા છે. બહુ નિર્માની. સેવા ડબલ કરે. પોતાના હૃદયમાં જોવું. માન એક અને ધણી ઝાઝા. તેમાં આઘુંપાછું થાય છે.

“ભેગ ભળ્યો! માન હોય તે ઉપરથી સારું દેખાય, પણ ભીડો પડે ત્યારે – ‘મારાથી નહીં ખમાય...’ (એમ થાય) માન ન હોય તેની ભક્તિ ઉપરથી ન જણાય. નિર્માની પણ બળવાન છે. નિર્માનીપણે વર્તે તે શ્રેષ્ઠ છે. બાળકને ધખો-વઢો તો મનમાં કાંઈ ન થાય. બાળકની પેઠે માન રહિત વર્તવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ