વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૬

૧૦-૪-૧૯૭૦, દારેસલામ, બપોરે એક વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૬ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન ને સંતનો સંબંધ થયો તો ગુણગ્રાહક થવું. દત્તાત્રેયે ચોવીસ ગુરુનો ગુણ લીધો, તે વિવેકી. વૈશ્યા વગેરેમાં ક્યાં બધા ગુણ હતા? એક-એક ગુણ બધામાંથી લીધો.

“અવગુણ તો બધામાં હોય જ, પણ તેમાંથી સારો ગુણ લઈ લ્યે ને બીજું છોડી દે તે વિવેકી. પોતાનો ગુણ જો જો કરે તે અવિવેકી.

“મોટપ શું? હૈયામાં શાંતિ. હજારો માણસ માને તે મોટપ નહીં. કોઈનો હું અવગુણ લેતો નથી, એમાં એના હૈયામાં ટાઢું રહે. સંતનો થયો હોય તેને સંત વાંક વગર લડે. બીજો અવળું લ્યે... મોટાપુરુષ ટોકતા હોય તો એમ સમજવું કે આપણને સુધારવા સારુ ટોકે છે, એમ ગુણ લ્યે તે વધે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૩૩]

 

ઑગસ્ટ, ૧૯૬૩, રક્ષાબંધન, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “રોજ નિરંતર અવગુણ આવે કે મારામાં આ અવગુણ છે. મોડું ઉઠાઈ ગયું! એમ જુએ તો બીજાનું નજરમાં ન આવે. ગુણ જ બીજામાં દેખે...

“કઠણ વચન કહે તો સામા થાવું એમ આવ્યું ને? ભૂલ ન હોય તો પણ ટોકે, તો ભવિષ્યમાં ભૂલ થવાની છે તે કાઢવા ટોકે છે. મોટા સુધારવા ટોકે છે. આગળ વધારવા, ભૂલ ન પાડવા માટે ટોકે છે, એમ માનવું. અત્યારે તો કોઈ ટોકતું નથી. ઘી-કેળાં છે... નાનો-મોટો ટોકે તો ગુણ જ લેવો. સામું બોલે તો પશ્ચાત્તાપ થાય.

“કઠણ વચન એટલે આકરામાં આકરું. મોવાળા બાળી દે એવું. ગઢડા મધ્ય ૩૭ વાંચો. હિતકારી જ માને. આ આપણે બોલતા નથી, મહારાજ કહે છે. કઠણ વચન કહે તેમાં પણ અંદર દુઃખ ન લાગે, તે પહેલો નંબર. દુઃખ લાગે તે બીજો નંબર. આપણે કોઈનો અવગુણ નથી લેતા, તો શાંતિ. ગાદી-તકિયે બેઠે મોટપ નથી.

“અવિવેકી, અવગુણ લે તે સત્સંગમાં જ હોય, નાહી (નાસી) નથી જતો; પણ ઘટતો જાય છે. મોટા વચનામૃત વાંચતા હોય ત્યારે એમ સમજે કે ‘હું એ વચનામૃત સમજું છું,’ એ ગુણનું માન. શૂરવીર થઈ, દાસાનુદાસ થઈને ગુણનું માન છોડી દેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૧૫]

 

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ