વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૬૩

ગુણાતીતાનંદ સ્વામી કહે, “પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે, આમાં કહ્યું છે એમ સમજાય નહીં તેથી જીવ દૂબળો રહે. પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયનાં પગલાં જેવા થઈ જાશે, માટે આવો મહિમા છે. તે સારુ કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે; કેમ જે, માબાપ તો છોકરાની સેવામાં જ હોય. ને આપણે તો જેમ કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે. ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે.”

[સ્વામીની વાતો: ૧/૩૦૫]

 

“પ્રગટ બ્રહ્મ એટલે શું?” એ પ્રશ્ન નીકળ્યો. યોગીજી મહારાજ સચોટ ઉત્તર આપતા કહે, “ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ બ્રહ્મ છે. પ્રથમનું ૭૧ અને ૬૩ વચનામૃત પ્રમાણે સત્સંગમાં અક્ષરની જરૂર છે એમ નામ પાડેલું, પણ એ અક્ષર કોણ છે એમ જાહેર નહોતું થયું. શ્રીજીમહારાજે પોતે એક મહિનો ભાદરા રહી અક્ષરનો મહિમા બહુ કહ્યો હતો; અને એ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે એમ પણ વાત કરી હતી. તે પછી એક વખત જૂનાગઢમાં સમૈયામાં ગોપાળાનંદ સ્વામીએ ભાદરાના હરિભક્તો પાસે એ વાત કરાવી હતી. આમ, અક્ષરની વાત અંદરખાને પડી રહેલી. પાંચ-સાત જણ જાણે, ‘પબ્લિક’માં જાહેર નહોતી થઈ, તે પ્રથમ સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ બહાર પાડી. એ અક્ષરબ્રહ્મ ચિરંજીવી છે. તેને પ્રગટ બ્રહ્મનું સ્વરૂપ કહેવાય.”

[યોગીવાણી: ૨/૧૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ