વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૬૮

તા. ૩૦/૫/૧૯૬૫ના દિવસે પૂજા વિધિ બાદ યોગીજી મહારાજે હર્ષદભાઈ પાસે વચનામૃત ગઢડા પ્રથમ ૬૮ કઢાવ્યું અને કહ્યું, “સાક્ષાત્ ભગવાન સંતમાં નિવાસ કરીને રહે છે. આમાં પ્રશ્ન નથી. મહારાજ પોતે વાત કરે છે કે સંતને બીજા માણસ જેવા માને ને મૂર્તિને ચિત્રામણ જાણે તે પાખંડ ભક્તિ... જેવો ભાવ સંતમાં છે, તેવો મૂર્તિમાં કેમ આવતો નથી? મહારાજે આજ્ઞા કરી એટલે એવો ભાવ લાવવો. ધણીએ કહ્યું કે ‘સાંબેલું પૂજો!’ તો એમ કરવાનું. તો ભગવાનનો ભાવ લાવવો પડે! સરકારે કબૂલાત કરી તો આપણે કેવું માનીએ! તેમ શ્રીજીમહારાજે કબૂલાત કરી તે આપણે માનવું જ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ