વચનામૃત નિરૂપણ

સારંગપુર ૧૮

તા. ૮/૫/૧૯૫૮, રાજકોટ મંદિરમાં વચનામૃત સારંગપુર ૧૮ ઉપર યોગીજી મહારાજે વાત કરી, “શ્રદ્ધાવાન પુરુષ હોય ને સાચા સંતનો સંગ મળે અને એના વચનમાં વિશ્વાસ આવે, તો સ્વધર્મ, વૈરાગ્ય, વિવેકાદિ ગુણ આવે. સ્વધર્મ શું? વર્ણાશ્રમનો ધર્મ અને પતિવ્રતાની ટેક. સહજાનંદ સ્વામી આપણા ઇષ્ટદેવ. વૈરાગ્ય શું? રાગ ઊપડી ગયા. આજ્ઞા વિરુદ્ધ એકે ક્રિયા ન થાય એ. મોટો વૈરાગ્ય શું? પ્રકૃતિ પુરુષ સુધી ક્યાંય સાંધો ન હોય. વિવેક શું? છેલ્લાનું ૨૪મું વચનામૃત. સભ્યતા વિવેક જતો રહે તો ધર્મ જતો રહે. ગઢડા પ્રથમ ૬ અને ૧૬ વચનામૃત. વિવેક દશમો નિધિ. મોટાપુરુષના સંગથી વિવેક આવે. જ્ઞાન શું? છેલ્લા જન્મનું. હંસલો હાલ્યો. મ-૨૪ અને છે-૩૮ એ બધા જ્ઞાનના સર્વોપરી વચનામૃતો છે. ભક્તિ શું? હરિભક્તોને દેખે ત્યાં હિંસોરા છૂટે. શું કરી નાખીએ? એ જ ભક્તિ. આપણા જીવનપ્રાણ થઈ જાય એટલે હેત. એ થઈ જાય પછી ભગવાનના ભક્તને અર્થે પ્રાણ પથરાઈ જાય. સાચા સંત મળ્યા હોય તો આ પાંચ ગુણ આવે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૩૬૫]

 

યોગીજી મહારાજ કહે, “શ્રદ્ધાવાન દુનિયામાં ઘણા છે. ગઢ-કોઠા કરે. પુણ્યદાન કરે. યજ્ઞ કરે. દવાખાનાં કરે. પણ ખરી શ્રદ્ધા સત્પુરુષના વચનમાં થાય છે... સાચા હોય ત્યાં એક કલાક બેસે, એક આનો ખર્ચે તો ફળ જુદું. સાચા સત્પુરુષમાં વિશ્વાસ આવે તો કળિમાં સત્યુગ થઈ જાય. વૈરાગ્ય જેમ તેમ જ્યાં ત્યાં... વૈરાગ્ય ઘરોઘર મળતો હશે? સત્પુરુષના વચનમાં શ્રદ્ધા રાખે તો આવે. વિવેક શું? મૂઢપણું નહીં. અસત્યને છોડી દે. પોતાનો અવગુણ લે. ભગવાન ને સંતનો ગુણગ્રહણ કરે. જ્ઞાન શું? આત્મા ને પરમાત્માનું. આ જ્ઞાન નથી થયું ત્યાં સુધી ખરો સત્સંગી નથી. શ્રદ્ધા શું? દેહને ઘસી નાખે. કામ સોંપ્યું તે કરે જ છૂટકો.

“‘સત્સંગ થયો ત્યારથી’ એટલે સત્પુરુષ મળ્યા ત્યારથી કેટલા સ્વભાવ ટળ્યા એ તપાસે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૯૭]

તા. ૧૪મીએ, સવારે પૂજા બાદ કથામાં સા. ૧૮ વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું, “શ્રદ્ધા એટલે ભગવાન ને સંતના વચનમાં ટૂક ટૂક. દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત. ભગતજીને કહ્યું, ‘ગિરનાર તેડી આવ.’ ત્યારે ગયા. કેવી શ્રદ્ધા! અત્યારે તો કહે, ‘ગુરુનો મગજ બગડ્યો છે, તેથી આમ કહે છે.’ સિદ્ધાંત શું? આપણા હૃદયમાં ન બેસતું હોય તોપણ ટૂક ટૂક તે શ્રદ્ધા!

“સ્વામિનારાયણનું નામ, સ્વામીની વાતું હાલતાં-ચાલતાં બસમાં બોલાય એ શ્રદ્ધા. ઉમંગ સહિત કરવું. સ્વામી કહેતા ભલા ને આપણે હા એ હા ઠપકારીએ, એ શ્રદ્ધા નહિ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૮૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ