વચનામૃત નિરૂપણ

કારિયાણી ૧

જન્માષ્ટમી. ૧૯૬૩. પછી વચનામૃત કા. ૧ કઢાવીને વંચાવ્યું ને વાત કરી, “શુદ્ધ વર્તન રાખવું. ધર્મ-નિયમ રાખવા.

“એક વાર ઉંદર ને મીંદડી વહાણમાં બેઠાં. મીંદડીને ઉંદર મારવો હતો. કાંઈ બહાનું શોધતી હતી, પણ કાંઈ બહાનું મળ્યું નહીં. તેથી છેવટે કહે, ‘ધૂળ્ય ઉડાડ મા!’ વહાણ પાણીમાં ચાલતું હતું. ત્યાં ધૂળ ક્યાંથી હોય? ઉંદર સમજી ગયો કે ખોટું બહાનું કાઢે છે. તેથી કહે, ‘મારનારી થઈ હો તો આમ જ મારને!’

“શ્રીજીમહારાજે આ વાત કરીને કહ્યું હતું, ‘કોઈ નિયમ-ભંગ કરશો નહીં. જેને નિયમ-ભંગ કરવો હોય તે સત્સંગમાં રહેશો નહીં. સૂરજ સરખી ગોદડિયુંમાં ભલા થઈને ડાઘ લાગવા દેશો મા. જનારા થયા હો તો જાજો, પણ મીંદડીની પેઠે કરશો મા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૧૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ