વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪૦

તા. ૨૪/૬/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૪૦ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આપણે હંમેશાં દસ દંડવત્ કરવા અને એક વધારાનો કરવો. ૫ મોક્ષના, ૬ નિયમના. દેડકિયા ન કરવા. સાષ્ટાંગ દંડવત્ કરવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૬૪]

 

એક બપોરે ઠાકોરજી જમાડી વચનામૃત ગઢડા મધ્ય ૪૦ વચનામૃત વંચાવતાં યોગીજી મહારાજે કહે, “મને કોઈનો દ્રોહ કરતાં આવડે નહીં. ખટપટ આવડે નહીં. મારામાં એવી બુદ્ધિ નહીં. બસ એક સેવા કરતાં આવડે અને એ જ કર્યું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૮૩]

 

તા. ૧૯/૪/૧૯૭૦, મોમ્બાસા. બપોરે એક વાગ્યે રવિભાઈને બંગલે કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૦ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “બીજાની મો’બત રાખવા સારુ ગુણાતીત મંડળનો દ્રોહ કરે. પોતાને સારું થવું હોય; રસોઈ ખાવી હોય; એમ સારપ રાખવા દ્રોહ કરે. શુકમુનિને ગુણાતીત સ્વામીનો ગુણ. તેથી સિદ્ધાનંદ સ્વામી કહે, ‘શુકમુનિ શું સમજે? એ તો પોપટ છે.’ શિવલાલ શેઠને સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું, ‘જૂનાગઢમાં તો કાળમીંઢ પાણા છે. ત્યાં જઈશ નહીં. એવી પ્રતિજ્ઞા લે. મારા પગ ઝાલ.’ શિવલાલે અવળા પગ ઝાલ્યા અને કહે, ‘જૂનાગઢ ગયા વગર રહું તો પગ ઝાલું.’ આમ, કેટલાક જાણ્યે કરીને પણ મોટાપુરુષનો અપરાધ કરતા. અંદરોઅંદર દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગવું. ‘એ શું સમજે?’ એમ ન કરવું. માફી માગવી. ભગવાનના ભક્ત હારે દાસાનુદાસ જ રહેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૬૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ