વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૩૮

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં.” ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ કેમ જાણવા? ને બ્રહ્મરૂપ કેમ થવાય?” ત્યારે કહ્યું જે, “મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.” તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું, અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.” તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૨]

 

સ્વામીશ્રી કહે, “‘વચનામૃત’ અને ‘સ્વામીની વાતું’માં બ્રહ્મરૂપ થવા ઉપર અને પુરુષોત્તમમાં જોડાવા ઉપર - એ બે ઉપર વાત છે.” બ્રહ્મરૂપ કેમ થવાય અને પુરુષોત્તમમાં કેમ જોડાવાય? તે ઉપર ‘સ્વામીની વાત’ બોલ્યા:

“બ્રહ્મરૂપ થવાનું વચનામૃત વરતાલ-૧૧.

“સર્વોપરીપણાનું વચનામૃત છેલ્લાનું ૩૮. છેલ્લી શીખનું.” સ્વામીશ્રીએ તે જાતે વાચ્યું અને સમજાવ્યું:

“ભગવાન સદા વિરાજમાન છે. પરોક્ષ ન માનતા. તમારા ઇષ્ટદેવ છે. કો’કના નહિ. સભામાં બેઠા છે તેના. સિંહાવલોકી શબ્દો! સિંહ આગળ જાય ને પાછળ જોતો જાય. આ સમજણની વાત થઈ...”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૫/૮૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ